________________
૧૧૮
જૈનદર્શન કે આ વ્યાપક પક્ષમાં સંસાર અને મોક્ષની વ્યવસ્થાઓનો પણ લોપ થઈ જાય છે. એ તો સર્વસંમત નિયમ છે કે જ્યાં ગુણો મળે ત્યાં જ તેમના આધારભૂત દ્રવ્યનો સદ્ભાવ મનાય છે. ગુણોના ક્ષેત્રથી ગુણીનું ક્ષેત્ર ન તો નાનું હોય છે કે ન તો મોટું, સર્વત્ર ગુણીના ક્ષેત્ર બરાબર જ ગુણોનું ક્ષેત્ર હોય છે. સર્વત્ર આકૃતિમાં ગુણીના બરાબર જ ગુણો હોય છે. હવે વિચાર કરો કે જ્યારે જ્ઞાન, દર્શન આદિ આત્માના ગુણો આપણને શરીરની બહાર ઉપલબ્ધ થતા ન હોય ત્યારે ગુણો વિના ગુણીનો સદ્ભાવ શરીરની બહાર કેવી રીતે માની શકાય ?
અણુ આત્મવાદ
આ જ રીતે આત્માને અણુરૂપ માનતાં અંગૂઠામાં કાંટો વાગવાથી આખાય શરીરના આત્મપ્રદેશોમાં કંપન અને દુઃખનો અનુભવ થવો અશક્ય બની જાય. અણુરૂપ આત્માની આખા શરીરમાં અતિશીધ્ર ગતિ માનવાથી પણ આ શંકાનું યા મુશ્કેલીને ઉચિત સમાધાન થતું નથી કેમ કે ક્રમ અનુભવાતો જ નથી. જે વખતે અણુ આત્માનો ચક્ષની સાથે સંબંધ થાય છે તે વખતે ભિન્નક્ષેત્રવર્તી રસના આદિ ઇન્દ્રિયોની સાથે તે આત્માનો યુગપત સંબંધ થવો અસંભવ છે. પરંતુ લીંબુને આંખથી જોતાં જ જીભમાં પાણી છૂટે છે, આ સિદ્ધ કરે છે કે બન્ને ઇન્દ્રિયોના પ્રદેશો સાથે આત્માનો યુગપત સંબંધ હોય છે. માથાથી પગ સુધી અણુરૂપ આત્માએ ચક્કર લગાવવામાં કાલભેદ થવો સ્વાભાવિક છે, જે સર્વાગીણ રોમાંચ આદિ કાર્યથી જ્ઞાત થતી યુગપત સુખાનુભૂતિની વિરુદ્ધ છે. આ જ કારણે જૈનદર્શનમાં આત્માના પ્રદેશોમાં સંકોચ અને વિસ્તારની શક્તિ માનીને આત્માને શરીરપરિમાણવાળો સ્વીકાર્યો છે. એક જ પ્રશ્ન
આ સંબંધમાં ઊઠે છે કે “અમૂર્તિક આત્મા કેવી રીતે નાનામોટા શરીરમાં ભરાયેલો રહી શકે? તેણે તો વ્યાપક જ હોવું જોઈએ યા તો પછી અણુરૂપ.” પરંતુ જ્યારે અનાદિકાળથી આ આત્મામાં પૌદ્ગલિક કર્મોનો સંબંધ છે ત્યારે તેના શુદ્ધ સ્વભાવનો આશ્રય લઈને કરવામાં આવતો આ તર્ક ક્યાં સુધી સંગત છે? “આ પ્રકારનું એક અમૂર્તિક દ્રવ્ય છે જેમાં સ્વભાવથી સંકોચ અને વિસ્તાર થાય છે એમ માનવામાં ય યુક્તિનું અધિક બળ છે કેમ કે આપણને આપણા પોતાના જ્ઞાન અને સુખ આદિ ગુણોનો અનુભવ આપણા શરીરની અંદર જ થાય છે.
ભૂતચૈતન્યવાદ
ચાર્વાક પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ આ ભૂતચતુષ્ટયના વિશિષ્ટ રાસાયનિક મિશ્રણથી શરીરની ઉત્પત્તિની જેમ આત્માની પણ ઉત્પત્તિ માને છે. જેમ મહુડાં