________________
છ દ્રવ્યોનું વિવેચન
૧૧૭
जीवो उवओगमओ अमुत्ति कत्ता स्वदेहपरिमाणो ।
મોત્તા સંસારથો સિદ્ધો તો વિક્ષસોડ્કાર્ફ ।। દ્રવ્યસંગ્રહ, ગાથા ૨. અર્થાત્ - જીવ ઉપયોગરૂપ છે, અમૂર્તિક છે, કર્તા છે, સ્વદેહપ્રમાણ છે, ભોક્તા છે, સંસારી છે, સિદ્ધ છે અને સ્વભાવથી ઊર્ધ્વ ગમન કરનારો છે.
જો કે જીવમાં રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ આ ચાર પુદ્ગલના ધર્મો નથી એટલે તે સ્વભાવથી અમૂર્તિક છે તેમ છતાં પણ પ્રદેશોમાં સંકોચ અને વિસ્તાર થવાથી તે પોતાનાં નાનામોટા શરીરના પરિમાણ જેવડો બની જાય છે. આત્માના આકારના અંગે ભારતીય દર્શનોમાં મુખ્યપણે ત્રણ મત મળે છે. ઉપનિષદ્માં આત્મા સર્વગત અને વ્યાપક હોવાનો જ્યાં ઉલ્લેખ મળે છે ત્યાં તે અંગુષ્ઠમાત્ર તથા અણુરૂપ હોવાનું પણ કથન છે.
વ્યાપક આત્મવાદ
વૈદિક દર્શનોમાં પ્રાયઃ આત્માને અમૂર્ત અને વ્યાપી સ્વીકારવામાં આવેલ છે. વ્યાપક હોવા છતાં પણ શરીર અને મનના સંબંધથી શરીરાવચ્છિન્ન (શરીરની અંદરના) આત્મપ્રદેશોમાં જ જ્ઞાન આદિ વિશેષ ગુણોની ઉત્પત્તિ થાય છે. અમૂર્ત હોવાના કારણે આત્મા નિષ્ક્રિય પણ છે. તેનામાં ગતિ નથી હોતી. શરીર અને મન ગતિ કરે છે, અને પોતાની સાથે સમ્બદ્ધ આત્મપ્રદેશોમાં જ્ઞાન આદિની અનુભૂતિનાં સાધન બનતાં જાય છે.
આ વ્યાપક આત્મવાદમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે એક અખંડ દ્રવ્ય કેટલાંક ભાગોમાં સગુણ અને કેટલાક ભાગોમાં નિર્ગુણ કેવી રીતે રહી શકે છે ? વળી, જ્યારે બધા આત્માઓનો સંબંધ બધાયનાં શરીરો સાથે છે ત્યારે પોતપોતાનાં સુખ, દુઃખ અને ભોગનો નિયમ બનવો કઠિન છે. અદૃષ્ટ પણ નિયામક બની શકતું નથી કેમ કે પ્રત્યેકના અદૃષ્ટનો સંબંધ તેના આત્માની જેમ જ અન્ય શેષ આત્માઓની સાથે પણ છે. ઉપરાંત, શરીરની બહાર પોતાના આત્માની સત્તા સિદ્ધ કરવાનું કામ અત્યન્ત દુષ્કર છે. વ્યાપક પક્ષમાં એકે ભોજન કરતાં બીજાને તૃપ્તિ થવી જોઈએ, અને આ રીતે તો સમસ્ત વ્યવહારોનું સાકર્ય થઈ જાય. મન અને શરીરના સંબંધની વિભિન્નતાના આધારે વ્યવસ્થા ઘટાવવી પણ કઠિન છે. સૌથી મોટી વાત તો એ છે ૧. સર્વવ્યાપિનમાત્માનમ્ । શ્વેતાશ્વતર ઉપનિષદ્, ૧.૧૬. ૨. અર્જુન્નુમત્ર: પુરુષ... | એજન, ૩.૧૩. કઠોપનિષદ્, ૪.૧૨. અળીયાનું ત્રીદેર્વા યવાદા...। છાન્દોગ્ય ઉપનિષદ્, ૩.૧૪.૩.