________________
- જૈનદર્શન ઇંધણ અને અગ્રિના સંયોગથી ધુમાડો થાય છે, આ એક સાધારણ કાર્યકારણભાવ છે. હવે, ભીના ઈધણ અને અગ્નિની જેટલી શક્તિ હશે તે અનુસાર ધુમાડામાં પ્રચુરતા યા ન્યૂનતા અર્થાત્ ઓછાવત્તાપણું થઈ શકે છે. કોઈ એક મનુષ્ય બેઠો છે, તેના મનમાં કોઈ ને કોઈ વિચાર પ્રતિક્ષણ આવવો જ જોઈએ. હવે જો તે સિનેમા જોવા જાય તો તદનુસાર તેનું માનસ પ્રવૃત્ત થશે અને જો સાધુના સત્સંગમાં બેસી જાય તો બીજા જ ભવ્ય ભાવો તેના મનમાં ઉત્પન્ન થશે. તાત્પર્ય એ કે પ્રત્યેક પરિણમન પોતાની તત્કાલીન ઉપાદાનયોગ્યતા અને સામગ્રી અનુસાર વિકસિત થાય છે. “સૌનું ભવિષ્ય સુનિશ્ચિત છે અને તે સુનિશ્ચિત અનન્તકાલીન કાર્યક્રમ પર આખું જગત ચાલી રહ્યું છે એમ માનવું એ મહાન ભ્રાન્તિ છે. આ જાતનો નિયતિવાદ કેવળ કર્તવ્યભ્રષ્ટ જ કરતો નથી પરંતુ પુરુષના અનન્ત બલ, વીર્ય, પરાક્રમ, ઉત્થાન અને પૌરુષને પણ સર્વથા સમાપ્ત કરી નાખે છે. જ્યારે જગતના પ્રત્યેક પદાર્થનો અનન્તકાલીન કાર્યક્રમ નિશ્ચિત છે અને સૌ પોતાની નિયતિના પાટા પર દોડતા જઈ રહ્યા છે ત્યારે શાસ્ત્રોપદેશ, શિક્ષા, દીક્ષા અને ઉન્નતિના ઉપદેશો અને પ્રેરણાઓ બેકાર છે. આ નિયતિવાદમાં વળી સદાચાર શું અને દુરાચાર શું? સ્ત્રી અને પુરુષનો તે સમયે તેવો સંયોગ થવો પૂર્વનિશ્ચિત જ હતો. જેણે જેની હત્યા કરી તેના હાથે તેનું તેવું થવાનું જ હતું. જેને હત્યાના અપરાધમાં પકડવામાં આવે છે, તે પણ જ્યારે નિયતિને વશ હતો, પરવશ હતો ત્યારે તે સ્વતંત્ર જ ક્યાં હતો કે તેને હત્યાનો કર્તા કહી શકાય? જો તે ઇચ્છતો કે હું હત્યા ન કરું અને હું હત્યા ન કરી શકું તો જ તેની સ્વતંત્રતા કહી શકાય. પરંતુ તેના ઈચ્છવા ન ઇચ્છવાનો પ્રશ્ન જ નથી.
આચાર્ય કુદકુન્દનો અકર્તુત્વવાદ
આચાર્ય કુન્દકુન્દ સમયસારની ગાથામાં લખ્યું છે કે “કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં કોઈ ગુણોત્પાદ કરી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કંઈ નવું ઉત્પન્ન કરી શકતું નથી. તેથી બધાં દ્રવ્યો પોતપોતાના સ્વભાવ અનુસાર ઉત્પન્ન થતાં રહે છે. આ સ્વભાવનું વર્ણન કરનારી ગાથાને કેટલાંક વિદ્વાન નિયતિવાદના સમર્થનમાં ટાકે છે. પરંતુ આ ગાથામાં સીધી વાત તો એ જ બતાવી છે કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં કોઈ નવો ગુણ લાવી શકતું નથી, જે આવશે તે ઉપાદાનયોગ્યતા અનુસાર જ આવશે. કોઈ પણ નિમિત્ત ઉપાદાનદ્રવ્યમાં અસંભૂત શક્તિનું ઉત્પાદક નથી બની શકતું, તે તો કેવળ સદ્ભુત શક્તિનું સંસ્કારક યા વિકાસક છે. એટલે જ ગાથાના દ્વિતીયાધમાં ૧. જુઓ ગાથા પૃષ્ઠ ૬ર ઉપર.