________________
પદાર્થનું સ્વરૂપ
૧૧૧ સીધા શબ્દોમાં ધ્રૌવ્યની આ જ પરિભાષા હોઈ શકે છે કે “કોઈ એક દ્રવ્ય પ્રતિક્ષણ પરિણમન કરતું રહેતું હોવા છતાં પણ તેનું કોઈ સજાતીય યા વિજાતીય દ્રવ્યાન્તરરૂપે પરિણમન ન થવું.” આ સ્વરૂપાસ્તિત્વનું નામ જ દ્રવ્ય, ધ્રૌવ્ય યા ગુણ છે. બૌદ્ધોએ માનેલા સન્તાનનું પણ આ જ કાર્ય છે. તે નિયત પૂર્વેક્ષણનો નિયત ઉત્તરક્ષણની સાથે જ સમનત્તરપ્રત્યયના રૂપમાં કાર્યકારણભાવ બનાવે છે, અન્ય સજાતીય યા વિજાતીય ક્ષણાન્તર સાથે નહિ. તાત્પર્ય એ કે આ સન્તાનના કારણે એક પૂર્વચેતનક્ષણ પોતાની ધારાના ઉત્તરચેતનક્ષણ માટે જ સમનત્તરપ્રત્યય એટલે કે ઉપાદાન બને છે, અન્ય ચેતનાન્તર યા અચેતન ક્ષણનું ઉપાદાન બનતો નથી. આ રીતે તાત્ત્વિક દૃષ્ટિએ દ્રવ્ય અને સન્તાનના કાર્ય યા ઉપયોગમાં કોઈ અત્તર નથી. અત્તર છે તો કેવળ તેના શાબ્દિક સ્વરૂપના નિરૂપણમા.
બૌદ્ધ તે સન્તાનને પંક્તિ અને સેનાના વ્યવહારની જેમ મૃષા કહે છે.' ઉદાહરણાર્થ, દસ મનુષ્ય એક હારમાં ઊભા છે અને અમુક મનુષ્ય, ઘોડા આદિનો સમુદાય છે, તો તેમનામાં પંક્તિ કે સેના નામની કોઈ એક અનુસ્મૃત વસ્તુ તો છે નહિ, તેમ છતાં પણ તેમનામાં પક્તિ અને સેનાનો વ્યવહાર થાય છે, તેવી જ રીતે પૂર્વ અને ઉત્તર ક્ષણોમાં વ્યવહત થતો સત્તાન પણ મૃષા અર્થાત્ અસત્ય છે. આ સન્તાનની સ્થિતિથી દ્રવ્યની સ્થિતિ વિલક્ષણ પ્રકારની છે. તે મનુષ્યના દિમાગમાં રહેનારી કેવળ કલ્પના નથી, પરંતુ ક્ષણની જેમ સત્ય છે. જેમ પંક્તિ અંતર્ગત દસ ભિન્ન સત્તાવાળા પુરુષોમાં એક પંક્તિ નામનો કોઈ વાસ્તવિક પદાર્થ નથી, તેમ છતાં પણ આ પ્રકારના સંકેતથી પંક્તિનો વ્યવહાર થાય છે તેવી રીતે પોતાના ક્રમિક પર્યાયોમાં પ્રાપ્ત થતું સ્વરૂપાસ્તિત્વ પણ સાકેતિક જ છે એવું નથી, તે તો પારમાર્થિક છે. મૃષા દ્વારા સત્યવ્યવહાર ન થઈ શકે. એક તાત્ત્વિક સ્વરૂપાસ્તિત્વ વિના ક્રમિક પર્યાયો એક ધારામાં અસંકરભાવે ચાલી શકે નહિ. પંક્તિ અંતર્ગત એક પુરુષ પોતાની ઇચ્છા અનુસાર તે પંક્તિમાંથી બહાર નીકળી શકે છે, વિચ્છિન્ન થઈ શકે છે પરંતુ કોઈ પણ પર્યાય ઇચ્છે તો પણ ન તો પોતાના દ્રવ્યથી વિચ્છિન્ન થઈ શકે છે કે ન તો દ્રવ્યાન્તરમાં વિલીન થઈ શકે છે કે ન તો પોતાનો ક્રમ છોડી આગળ જઈ શકે છે કે પાછળ જઈ શકે છે. સંતાનનું બોદાપણું-પોલાપણું
બૌદ્ધોના સન્તાનની અવાસ્તવિકતા અને તેનું બોદાપણું ત્યારે સમજમાં આવી જાય છે જ્યારે તેઓ નિર્વાણમાં ચિત્તસત્તતિનો સમૂલોચ્છેદ સ્વીકારી લે છે, અર્થાત સર્વથા અભાવવાદી નિર્વાણમાં જો ચિત્ત દીપકની જેમ ઓલવાઈ જાય છે તો તે ચિત્ત ૧. સન્તાન: સમુદાય પરૂિસેનાવિન્યૂT | બોધિચર્યાવતાર, પૃ.૩૩૪.