________________
પદાર્થનું સ્વરૂપ
૧૦૯ ગુણ અને ધર્મ
વસ્તુમાં ગુણ પરિગણિત છે, પરંતુ પરની અપેક્ષાએ વ્યવહારમાં આવતા ધર્મો અનન્ત હોય છે. ગુણ સ્વભાવભૂત છે અને તેમની પ્રતીતિ પરનિરપેક્ષ થાય છે,
જ્યારે ધર્મોની પ્રતીતિ પરસાપેક્ષ થાય છે અને વ્યવહાર માટે તેમની અભિવ્યક્તિ વસ્તુની યોગ્યતા અનુસાર થતી રહે છે. જીવના અસાધારણ ગુણ જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય આદિ છે, અને સાધારણ ગુણ વસ્તુત્વ, પ્રમેયત્વ, સત્ત્વ આદિ છે. પુદ્ગલના અસાધારણ ગુણો છે રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ. ધર્મદ્રવ્યનો અસાધારણ ગુણ છે ગતિeતુત્વ, અધર્મદ્રવ્યનો છે સ્થિતિહેતુત્વ, આકાશનો છે અવગાહનનિમિત્તત્વ અને કાલનો છે વર્તના હેતુત્વ. તેમના સાધારણ ગુણો છે વસ્તુત્વ, સત્ત્વ, પ્રમેયત્વ અને અભિધેયત્વ આદિ. જીવમાં જ્ઞાન આદિ ગુણોની સત્તા અને પ્રતીતિ પરનિરપેક્ષ અર્થાત સ્વાભાવિક છે, પરંતુ નાનાપણું-મોટાપણું, પિતૃત્વ-પુત્રત્વ અને ગુરુત્વ-શિષ્યત્વ આદિ ધર્મો પરસાપેક્ષ છે. જો કે તેમની યોગ્યતા જીવમાં છે, પરંતુ જ્ઞાનાદિની જેમ તેઓ સ્વરસતઃ ગુણ નથી. તેવી જ રીતે પુદ્ગલમાં રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ એ તો સ્વાભાવિક અર્થાત્ પરનિરપેક્ષ ગુણ છે પરંતુ નાનાપણું, મોટાપણું, એક બે ત્રણ આદિ સંખ્યાઓ, સકેત અનુસાર થનારી શબ્દવાચ્યતા આદિ એવા ધર્મો છે જેમની અભિવ્યક્તિ વ્યવહારાર્થ થાય છે. એક જ પદાર્થ પોતાનાથી ભિન્ન અનન્ત દૂર, દૂરતર અને દૂરતમ પદાર્થોની અપેક્ષાએ અનન્ત પ્રકારની દૂરતા અને સમીપતા ધરાવે છે. તેવી જ રીતે પોતાનાથી નાના અને મોટા અનન્ત પરપદાર્થોની અપેક્ષાએ અનન્ત પ્રકારનું નાનાપણું અને મોટાપણું ધરાવે છે પરંતુ આ બધા ધર્મો પરસાપેક્ષ પ્રકટ થતા હોવાથી તેમને ગુણોની શ્રેણીમાં ન મૂકી શકાય. ગુણનું લક્ષણ આચાર્યો નીચે પ્રમાણે આપ્યું છે –
“ખ રૂતિ વ્યવિદા રબ્ધવારે ય qવો મળિયો ” અર્થાત - ગુણ દ્રવ્યનું વિધાન એટલે કે નિજ પ્રકાર યા સ્વભાવ છે, અને પર્યાય દ્રવ્યનો વિકાર એટલે કે અવસ્થાવિશેષ છે. આમ દ્રવ્ય પરિણમનની દષ્ટિએ ગુણપર્યાયાત્મક હોવા છતાં પણ વ્યવહારમાં અનન્ત પરદ્રવ્યોની અપેક્ષાએ અનન્ત ધર્મરૂપથી પ્રતીતિનો વિષય બને છે. અર્થ સામાન્ય-વિશેષાત્મક છે
બાહ્ય અર્થની પૃથક્ સત્તા સિદ્ધ થઈ ગયા પછી વિચારણીય પ્રશ્ન એ છે કે અર્થનું વાસ્તવિક સ્વરૂપ શું છે? અમે પહેલાં દર્શાવી દીધું છે કે સામાન્યતઃ પ્રત્યેક
૧. સર્વાર્થસિદ્ધિ ૫.૩૮માં ઉદ્ભૂત.