________________
પાંચમું પ્રકરણ પદાર્થનું સ્વરૂપ
દ્રવ્ય, ગુણ અને પર્યાય
અમે પહેલાં બતાવી ચૂક્યા છીએ કે પ્રત્યેક પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રૂપે ત્રિલક્ષણ છે. દ્રવ્યનું સામાન્ય લક્ષણ પરિણમનની દષ્ટિએ ઉત્પાદ-વ્યયપ્રૌવ્યાત્મકત્વ જ છે. પ્રત્યેક પદાર્થ અનેક ગુણો અને પર્યાયોનો આધાર છે. ગુણો દ્રવ્યમાં રહે છે, પરંતુ ખુદ નિર્ગુણ હોય છે. આ ગુણો દ્રવ્યનો સ્વભાવ હોય છે. આ ગુણોના જ પરિણમન દ્વારા દ્રવ્યનું પરિણમન લક્ષિત થાય છે. ઉદાહરણાર્થ, ચેતન દ્રવ્યમાં જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય આદિ અનેક સહભાવી ગુણ છે. આ ગુણો પ્રતિક્ષણ દ્રવ્યના ઉત્પાદ-વ્યયસ્વભાવ અનુસાર કોઈ ને કોઈ અવસ્થાને પ્રતિક્ષણ ધારણ કરતા રહે છે. જ્ઞાનગુણ જે સમયે જે પદાર્થને જાણે છે તે સમયે તદાકાર બનીને ઘટજ્ઞાન, પટજ્ઞાન આદિ વિશેષ પર્યાયોને ધારણ કરે છે. તેવી જ રીતે સુખ આદિ ગુણો પણ પોતાની બાહ્ય-આભ્યન્તર સામગ્રી અનુસાર તરતમ આદિ પર્યાયોને ધારણ કરે છે. પુદ્ગલનો એક પરમાણુ રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ આ વિશેષ ગુણોનો યુગપત્ અવિરોધી આધાર છે. પરિવર્તન કરતો આ પુદ્ગલ પરમાણુ પોતાના ઉત્પાદ અને વ્યયને પણ આ ગુણો દ્વારા પ્રગટ કરે છે, અર્થાત્ રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ આદિ ગુણોનું પરિવર્તન જ દ્રવ્યનું પરિવર્તન છે, આ ગુણોની વર્તમાનકાલીન જે અવસ્થા હોય છે તે પર્યાય કહેવાય છે. ગુણ કોઈ ને કોઈ પર્યાયને પ્રતિક્ષણ ધારણ કરે છે. ગુણ અને પર્યાયનો દ્રવ્ય જ નક્કર અને મૌલિક આધાર છે. આ દ્રવ્ય ગુણોનો કોઈ ને કોઈ પર્યાય પ્રતિક્ષણ ધારણ કરે છે અને કોઈ ને કોઈ પૂર્વ પર્યાયને છોડે છે.
૧. મુખપર્યયવત્ દ્રવ્યમ્ તત્ત્વાર્થસૂત્ર, ૫.૩૮ ૨. વ્યાત્રા નિજ : II તત્ત્વાર્થસૂત્ર, ૫.૪૦