________________
૯૮
જૈનદર્શન નિજી સ્વભાવ ઉત્પાદ અને વ્યય છે. આ બે વિરોધી શક્તિઓના કારણે પ્રત્યેક પદાર્થ પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે તેમ જ નાશ પામે છે, અર્થાત પૂર્વપર્યાયનો વિનાશ અને ઉત્તરપર્યાયનો ઉત્પાદ પ્રતિક્ષણ વસ્તુમાં નિરપવાદપણે થતો રહે છે. પૂર્વપર્યાયનો વિનાશ જ ઉત્તરપર્યાયનો ઉત્પાદ છે. આ બન્ને શક્તિઓ એક સાથે વસ્તુમાં પોતાનું કામ કરતી રહે છે અને પ્રૌવ્યશક્તિ દ્રવ્યનું મૌલિકપણું સુરક્ષિત રાખે છે. આ રીતે અનન્ત કાળ સુધી પરિવર્તન પામતું રહેવા છતાં દ્રવ્ય ક્યારેય નિઃશેષ થઈ શકતું નથી. તેમાં ગમે તો ગુણાત્મક પરિવર્તન થાય કે પરિમાણાત્મક પરંતુ તેનું પોતાનું અસ્તિત્વ કોઈ ને કોઈ અવસ્થામાં અવશ્ય રહેશે જ. આ રીતે પ્રતિક્ષણ ત્રિલક્ષણ પદાર્થ એક ક્રમથી પોતાના પર્યાયોમાં બદલાતો રહેતો અને પરસ્પર પરિણમનોને પ્રભાવિત કરતો રહેતો હોવા છતાં પણ નિશ્ચિત કાર્યકારણપરંપરાથી આબદ્ધ છે.
આ રીતે ભૌતિકવાદનો વસ્તુવિવર્તનનો સામાન્ય સિદ્ધાન્ત જૈનદર્શનના અનન્ત દ્રવ્યવાદ અને ઉત્પાદાદિ ત્રયાત્મક સતના મૂલ સિદ્ધાન્તથી જરા પણ ભિન્ન નથી. જેવી રીતે આજનું વિજ્ઞાન ભૌતિકવાદના આ સામાન્ય સિદ્ધાન્તોને પોતાની પ્રયોગશાળામાં કરેલા પ્રયોગ અને પરીક્ષાના બળ પર ઘોષિત કરી રહ્યું છે તેવી જ રીતે ભગવાન મહાવીરે પોતાના અનુભવપ્રસૂત તત્ત્વજ્ઞાનના બળ પર આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં આ ઘોષણા કરી હતી કે “પ્રત્યેક પદાર્થ, જડ હોય કે ચેતન. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપે પરિણામી છે, “પુષ્પ વા વિખે વા યુવેર વા” (સ્થાનાગસૂત્ર, સ્થાન ૧૦) અર્થાત્ પ્રત્યેક પદાર્થ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિર રહે છે.” ભગવાન મહાવીરની આ માતૃકાત્રિપદીમાં જે ત્રયાત્મક પરિણામવાદનું પ્રતિપાદન થયું હતું તે જ સિદ્ધાન્ત વિજ્ઞાનની પ્રયોગશાળામાં પણ પોતાની સત્યતાને સિદ્ધ કરી રહ્યો છે. ચેતન સૃષ્ટિ
વિચારણીય પ્રશ્ન એટલો જ રહી જાય છે કે ભૌતિજ્વાદમાં આ જ જડ પરમાણુઓમાંથી જ જે જીવસૃષ્ટિ અને ચેતનસૃષ્ટિનો વિકાસ ગુણાત્મક પરિવર્તન દ્વારા માન્યો છે તે ક્યાં સુધી યોગ્ય છે? અચેતનને ચેતન બનવામાં કરોડો વર્ષ લાગ્યાં છે. આ ચેતન સૃષ્ટિને થવામાં કરોડ વર્ષ કે અબજ વર્ષ જે પણ લાગ્યાં હોય તેમનું અનુમાન તો આજનું ભૌતિક વિજ્ઞાન કરી લે છે, પરંતુ તે જેવી રીતે ઓકસીજન અને ૧. “કાર્યોત્યાઃ શયો દેતોર્નિયમ” - આમીમાંસા, શ્લોક ૫૮.