________________
૯૯
લોકવ્યવસ્થા હાઈડ્રોજનને મેળવીને જલ બનાવી દે છે અને જલનું વિશ્લેષણ કરીને પુનઃ તેને ઓક્સીજન અને હાઈડ્રોજનના રૂપમાં અલગ અલગ કરી દે છે તેવી રીતે અસંખ્ય પ્રયોગો કર્યા પછી પણ ન તો આજ તે એક પણ જીવને તૈયાર કરી શક્યું છે કે ન તો સ્વત સિદ્ધ જીવનું વિશ્લેષણ કરીને પેલી અદશ્ય શક્તિનો સાક્ષાત્કાર કરાવી શક્યું છે જેના કારણે જીવિત શરીરમાં જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન આદિ ઉત્પન્ન થાય છે.
એ તો નિશ્ચિત છે કે ભૌતિકવાદે જીવસૃષ્ટિની પરંપરા કરોડો વર્ષ પહેલાંથી છે એ સ્વીકાર્યું છે, અને આજ જે નવો જીવ વિકસિત થાય છે તે કોઈ પ્રાણા જીવિત કોષ(સેલ)ને કેન્દ્ર બનાવીને જ વિકસિત થાય છે. આવી સ્થિતિમાં આ અનુમાન કે કોઈક સમયે જડ પૃથ્વી તરલ રહી હશે, પછી તેમાં ઘનત્વ આવ્યું અને અમીબા આદિ ઉત્પન્ન થયા કેવળ કલ્પના જ જણાય છે. જે હો તે, વ્યવહારમાં ભૌતિકવાદ પણ મનુષ્ય યા પ્રાણીસૃષ્ટિને પ્રકૃતિની સર્વોત્તમ સૃષ્ટિ માને છે, અને તેમનું પૃથફ અસ્તિત્વ પણ સ્વીકારે છે.
વિચારણીય વાત એટલી જ છે કે એક જ તત્ત્વ પરસ્પર વિરુદ્ધ ચેતન અને અચેતન બને રૂપે પરિણમન કરી શકે ? એક તરફ તો આ જડવાદીઓ છે જેઓ જડનું જ પરિણમન ચેતન રૂપે થતું માને છે, તો બીજી તરફ એક બ્રહ્મવાદ તો એનાથી પણ અધિક કાલ્પનિક છે જે ચેતનનું જ જડરૂપે પરિણમન માને છે. જડવાદમાં પરિવર્તનના પ્રકાર અનન્ત જડોનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારવાથી ઘટે છે. તેમાં કેવળ એક જ પ્રશ્ન શેષ રહી જાય છે કે શું જડ પણ ચેતન બની શકે છે? પરંતુ આ અદ્વૈત ચેતનવાદમાં તો પરિવર્તન પણ અસત્ય છે, અનેત્વ પણ અસત્ય છે, અને જડ-ચેતનનો ભેદ પણ અસત્ય છે. એક કોઈ અનિર્વચનીય માયાના કારણે એક જ બ્રહ્મ જડ-ચેતન નાના રૂપે પ્રતિભાસિત થવા લાગે છે. જડવાદના સામાન્ય સિદ્ધાન્તોનું પરીક્ષણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં કરી શકાય છે અને તેમની તથ્યતા સિદ્ધ કરી શકાય છે. પરંતુ આ બ્રહ્મવાદ માટે તો વિશ્વાસ સિવાય કોઈ પ્રબળ યુક્તિબળ પણ પ્રાપ્ત નથી. વિભિન્ન મનુષ્યોમાં જન્મથી જ વિભિન્ન શક્તિઓ અને બુદ્ધિનો કવિતા, સંગીત અને કલાના વિવિધ ક્ષેત્રોમાં વિકાસ આકસ્મિક હોઈ શકે નહિ. એનું કોઈ નક્કર અને સત્ય કારણ અવશ્ય હોવું જોઈએ. સમાજવ્યવસ્થા માટે જડવાદની અનુપયોગિતા
જે સહયોગાત્મક સમાજવ્યવસ્થા માટે ભૌતિકવાદ મનુષ્યનો સંસાર ગર્ભથી. મરણ સુધી જ માનવા ઇચ્છે છે તે સમાજવ્યવસ્થા માટે આ ભૌતિકવાદી પ્રણાલી કોઈ પ્રાભાવિક ઉપાય નથી. જ્યારે મનુષ્ય વિચારે છે કે મારું અસ્તિત્વ શરીરની