________________
૧૦૪
જૈનદર્શન અર્થાત - બુદ્ધિ અને શબ્દની પ્રમાણતા બાહ્ય પદાર્થ હોય તો જ સિદ્ધ કરી શકાય છે, બાહ્ય પદાર્થના અભાવમાં નહિ. તેવી જ રીતે અર્થની પ્રાપ્તિ અને અપ્રાપ્તિ દ્વારા જ સત્યતા અને મિથ્યાપણું દર્શાવી શકાય છે.
બાહ્ય પદાર્થોમાં પરસ્પર વિરોધી અનેક ધર્મોનો સમાગમ જોઈને તેના વિરાટ સ્વરૂપ સુધી ન પહોચી શકવાના કારણે તેની સત્તાનો જ ઇનકાર કરવો યોગ્ય નથી. સત્તાનિષેધને પદાર્થ પર લાદવાના બદલે આપણે આપણી અશક્તિ અને નાસમજનો વિચાર કરવો જોઈએ.
જો આપણે બાહ્ય પદાર્થોના એક-અનેક સ્વભાવોનું વિવેચન કરવા અશક્ત છીએ તો એનો અર્થ એ નહિ કે તે પદાર્થોનો જ સર્વથા ઇનકાર કરી દેવામાં આવે. અનન્તધર્માત્મક પદાર્થનું પૂર્ણ વિવેચન અપૂર્ણ જ્ઞાન અને શબ્દો દ્વારા અસંભવ પણ છે. જેવી રીતે એક સંવેદનજ્ઞાન સ્વયં શેયાકાર, જ્ઞાનાકાર અને જ્ઞપ્તિ રૂપે અનેક આકાર-પ્રકારનું અનુભવમાં આવે છે તેવી જ રીતે પ્રત્યેક પદાર્થ અનેક વિરોધી ધર્મોનો અવિરોધી આધાર છે.
અફલાતૂન (પ્લેટો) તર્ક કરતા હતા કે “ખુરશીનું લાકડું મજબૂત છે. જો મજબૂત ન હોત તો આપણું વજન કેવી રીતે ઝીલત? અને ખુરશીનું લાકડું નરમ છે. જો તે નરમ ન હોત તો કુહાડી તેને કાપી કેવી રીતે શકત? અને કેમ કે બે વિરોધી ગુણોનું એક સ્થાનમાં હોવું સંભવ નથી એટલે આ મજબૂતાઈ, આ નરમાઈ અને ખુરશી બધું અસત્ય છે.” અફલાતૂન વિરોધી બે ધર્મોને જોઈને ગભરાઈ જાય છે અને તેમના અસત્ય હોવાનો હુકમ (ફતવો) કરે છે, જ્યારે સ્વયં જ્ઞાન પણ શેયાકાર અને જ્ઞાનાકાર આ બે વિરોધી ધર્મોનો આધાર બનેલું અફલાતૂનની સામે જ છે. તેથી જેમ જ્ઞાન પોતે સત્ય પદાર્થ છે તેમ જગતના અનન્ત જડ પદાર્થો પણ પોતાની સ્વતંત્ર સત્તા ધરાવે છે. જ્ઞાન પદાર્થને ઉત્પન્ન નથી કરતું પરંતુ પોતપોતાના કારણોથી ઉત્પન્ન અનન્ત જડ પદાર્થોને જ્ઞાન કેવળ જાણે જ છે. પૃથફ સિદ્ધ જ્ઞાન અને પદાર્થમાં શેય-જ્ઞાયકભાવ હોય છે. ચેતન અને અચેતન બન્ને પ્રકારના પદાર્થો સ્વયં સિદ્ધ છે અને સ્વયં પોતાની પૃથક સત્તા ધરાવે છે.
લોક અને અલોક
ચેતન-અચેતન દ્રવ્યોના સમુદાયરૂપ આ લોક શાશ્વત અને અનાદિ એટલા માટે છે કેમ કે તેનાં ઘટક દ્રવ્યો પ્રતિક્ષણ પરિવર્તન પામતાં રહેતાં હોવા છતાં પણ પોતાની