________________
લોકવ્યવસ્થા
૧૦૩ વ્યવહાર સંજ્ઞાઓ ભલે ને પ્રતિભાસિક હોય પરંતુ પેલો પદાર્થ જેને આ સંજ્ઞાઓ આપવામાં આવે છે તે તો વિજ્ઞાનની જેમ જ પરમાર્થસત્ છે. જ્ઞાન પદાર્થ પર નિર્ભર હોઈ શકે છે. પદાર્થ જ્ઞાન પર નહિ. જગતમાં અનન્ત એવા પદાર્થો ભર્યા પડ્યા છે જેમનું આપણને જ્ઞાન થતું નથી. જ્ઞાનની પહેલાં પણ તે પદાર્થો હતા અને જ્ઞાનની પછી પણ રહેશે. આપણું ઇન્દ્રિયજન્ય જ્ઞાન તો પદાર્થની ઉપસ્થિતિ વિના થઈ જ શકતું નથી. નીલાકાર જ્ઞાનથી તો કાપડ રંગી શકાતું નથી. કાપડ રંગવા માટે તો નક્કર જડ નીલ જોઈએ જે નક્કર અને જડ કાપડના પ્રત્યેક તત્તને નીલ બનાવે છે. જો કોઈ પરમાર્થસત્ નીલ ન હોય તો નીલાકાર વાસના ક્યાંથી ઉત્પન્ન થશે ? વાસના તો પૂર્વાનુભવની ઉત્તર દશા છે. જો જગતમાં નીલ અર્થ ન હોય તો જ્ઞાનમાં નીલાકાર કયાથી આવ્યો? વાસના નીલાકાર કેવી રીતે બની ગઈ?
તાત્પર્ય એ કે વ્યવહાર માટે આપવામાં આવતી સંજ્ઞાઓ, ઇષ્ટ-અનિષ્ટ અને સુન્દર-અસુન્દર આદિ કલ્પનાઓ ભલે વિકલ્પકલ્પિત હોય અને દષ્ટિસૃષ્ટિની સીમામાં હોય, પરંતુ જે આધાર પર આ કલ્પનાઓ કલ્પાય છે તે આધાર તો નક્કર અને સત્ય છે. વિશ્વના જ્ઞાનથી મરણ થતું નથી. વિષનું જ્ઞાન જેમ પરમાર્થસત છે તેમ વિષ પદાર્થ, વિષ ખાનારો અને વિષના સંયોગથી થનારું શરીરગત રાસાયનિક પરિણમન પણ પરમાર્થસત્ જ છે. પર્વત, મકાન, નદી આદિ પદાર્થ જો જ્ઞાનાત્મક જ છે તો તેમનામાં મૂર્તત્વ, સ્થૂલત્વ અને તરલતા આદિ કેવી રીતે આવી શકે ? જ્ઞાનસ્વરૂપ નદીમાં સ્નાન તથા જ્ઞાનાત્મક જલથી તૃષાશમન થઈ શકતું નથી અને જ્ઞાનાત્મક પથ્થરથી માથું તો ફૂટી શકતું નથી.
જો જ્ઞાનથી ભિન્ન મૂર્ત શબ્દનું અસ્તિત્વ ન હોય તો જગતનો સમસ્ત શાબ્દિક વ્યવહાર લુપ્ત થઈ જાય. પરપ્રતિપત્તિ માટે જ્ઞાનથી અતિરિક્ત વચનનું અસ્તિત્વ માનવું આવશ્યક છે. વળી, અમુક જ્ઞાન પ્રમાણ છે અને અમુક અપ્રમાણ આ ભેદ જ્ઞાનોનો શાના આધારે કરી શકાય ? જ્ઞાનમાં તત્ત્વ-અતત્ત્વ, અર્થ-અનર્થ અને પ્રમાણ-અપ્રમાણનો ભેદ તો બાહ્ય વસ્તુની સત્તા પર જ નિર્ભર કરે છે. સ્વામી સમન્તભદ્ર સાચું જ કહ્યું છે કે –
बुद्धिशब्दप्रमाणत्वं बाह्यार्थे सति नाऽसति । સત્યીકૃત વ્યવસ્થવં યુચડથર્યનારણપુ | આતમીમાંસા, શ્લોક ૮૭
૧. ન હિ નાતુ વિજ્ઞાનં કર પ્રતિ થાવતિ ન્યાયવિનિશ્ચય, ૧.૬૯.