________________
૧૦૨
જૈનદર્શન વ્યક્તિઓના જ્ઞાનમાં છે, બહાર નથી. આ રીતે ધર્મગ્રન્થ અને પુસ્તક આદિની વ્યાવહારિક સત્તા છે, પારમાર્થિક નથી. જો તેમની પારમાર્થિક સત્તા હોતી તો કોઈ સંકેત અને સંસ્કાર વિના તે બધાને તે જ રૂપમાં દેખાવી જોઈતી હતી. તેથી જગત કેવળ કલ્પનામાત્ર છે, તેનું કોઈ બાહ્ય અસ્તિત્વ નથી.
બાહ્ય પદાર્થોના સ્વરૂપ પર જેમ જેમ વિચાર કરીએ છીએ તો તેમનું સ્વરૂપ એક, અનેક, ઉભય અને અનુભય આદિ કોઈ રૂપમાં પણ સિદ્ધ થઈ શકતું નથી. છેવટે તેમનું અસ્તિત્વ તદાકાર જ્ઞાનથી જ તો સિદ્ધ કરી શકાય છે. જો નીલાકાર જ્ઞાન મોજૂદ છે તો બાહ્ય નીલને માનવાની શી આવશ્યકતા છે? અને જો નીલાકાર જ્ઞાન નથી તો પેલા બાહ્ય નિલનું અસ્તિત્વ જ કેવી રીતે સિદ્ધ કરી શકાય.' તેથી જ્ઞાન જ બાહ્ય અને આન્તર, ગ્રાહ્ય અને ગ્રાહક રૂપે સ્વયં પ્રકાશમાન છે, કોઈ બાહ્ય અર્થ નથી.
સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે જ્ઞાન યા અનુભવ કોઈ પદાર્થનો જ તો થાય છે. વિજ્ઞાનવાદી સ્વપ્નનું દષ્ટાન્ત આપીને બાહ્ય પદાર્થનો લોપ કરવા ઇચ્છે છે. પરંતુ સ્વપ્નના અગ્નિ અને બાહ્યસતુ અગ્નિમાં જે વાસ્તવિક અત્તર છે તેને તો નાનું બાળક પણ સમજી શકે છે. બધાં પ્રાણીઓ ઘટ, પટ આદિ બાહ્ય પદાર્થોથી પોતાની ઇષ્ટ અર્થક્રિયાઓ કરીને આકાંક્ષાઓને શાન્ત કરે છે અને સંતોષનો અનુભવ કરે છે જ્યારે સ્વપ્નદષ્ટ યા ઐન્દ્રજાલિક પદાર્થોથી ન તો અર્થક્રિયા થાય છે કે ન તો તજ્જન્ય સંતોષનો અનુભવ. તેમની કાલ્પનિકતા તો જાગ્રદેવસ્થામાં જ જ્ઞાત થઈ જાય છે. ધર્મગ્રન્થ, પુસ્તક, પસ્તી આદિ સંજ્ઞાઓ મનુષ્યકૃત અને કાલ્પનિક હોઈ શકે છે પરંતુ જે વજનવાળા રૂપ-રસ-ગબ્ધ-સ્પર્શવાળા સ્થળ નક્કર પદાર્થોને આ સંજ્ઞાઓ આપવામાં આવે છે તે તો કાલ્પનિક નથી. તે તો નક્કર, વજનદાર,
પ્રતિઘ અને રૂપ-રસ આદિ ગુણોનો આધાર પરમાર્થસત પદાર્થ છે. આ પદાર્થને પોતપોતાના સંકેત અનુસાર ભલે ને કોઈ ધર્મગ્રન્થ કહે, કોઈ પુસ્તક કહે, કોઈ કિતાબ કહે, કોઈ બુક કહે યા અન્ય કંઈક કહે, આ સંકેતો તો વ્યવહાર માટે પોતાની પરંપરાઓ અને વાસનાઓ અનુસાર થાય છે, એમાં કોઈ આપત્તિ નથી, પરંતુ નક્કર પુદ્ગલનો તો ઈનકાર કરી શકાતો નથી.
દષ્ટિસૃષ્ટિનો પણ આ જ અર્થ છે કે સામે રાખેલા પરમાર્થસત નક્કર પદાર્થમાં પોતપોતાની દષ્ટિ અનુસાર અનેક પુરુષ અનેક પ્રકારનો વ્યવહાર કરે છે. તેમની ૧. ધિયો નીતાવિત્વે બ્રીડર્થ: પ્રિમી: ?
ધિયોડનીતાવિરૂપત્વે સ તચીનમ: થયું પ્રમાણવાર્તિક, ૩.૪૩૩.