________________
૧૦૦
જૈનદર્શન સાથે જ સમાપ્ત થવાનું છે ત્યારે તે ભોગવિલાસ આદિની વૃત્તિથી વિરક્ત થઈને રાષ્ટ્રનિર્માણ અને સમાજવાદી વ્યવસ્થાની તરફ શા માટે નૂકશે ? ચેતન આત્માઓનું સ્વતંત્ર અસ્તિત્વ અને વ્યક્તિત્વ સ્વીકારવાથી તથા તેમનામાં પ્રતિક્ષણ સ્વાભાવિક પરિવર્તનની યોગ્યતા માનવાથી સ્ત્રો અનુકૂલ વિકાસનું અનન્ત ક્ષેત્ર સામે ઉપસ્થિત થાય છે, જેમાં મનુષ્ય પોતાના સમગ્ર પુરુષાર્થનો મુક્તપણે ઉપયોગ કરી શકે છે. જો મનુષ્યોને કેવળ ભૌતિક જ માનવામાં આવે છે તો ભૂતજન્ય વર્ણ અને વશ આદિની શ્રેષ્ઠતા અને કનિષ્ઠતાનો પ્રશ્ન સીધો જ સામે આવે છે. પરંતુ આ ભૂતજન્ય વંશ, રંગ આદિના સ્થૂળ ભેદો તરફ દૃષ્ટિ ન કરીને જ્યારે સમસ્ત મનુષ્ય આત્માઓના મૂલતઃ સમાન અધિકાર અને સ્વતંત્ર વ્યક્તિત્વને માનવામાં આવે છે ત્યારે જ સહયોગમૂલક સમાજવ્યવસ્થા માટે ઉપયુક્ત ભૂમિકા રચાય છે.
સમાજવ્યવસ્થાનો આધાર સમતા
જૈનદર્શને પ્રત્યેક જડ અને ચેતન તત્ત્વનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ માન્યું છે. મૂલતઃ એક દ્રવ્યનો બીજા દ્રવ્ય પર કોઈ અધિકાર નથી. બધા પોતપોતાના પરિણામી સ્વભાવ અનુસાર પ્રતિક્ષણ પરિવર્તન પામતાં રહે છે. જ્યારે દ્રવ્યોની આ જાતની સ્વાભાવિક સમભૂમિકા સ્વીકૃત છે ત્યારે અનધિકાર ચેષ્ટાથી એકઠા કરાયેલા પરિગ્રહના સંગ્રહથી ઊભી થયેલી વિષમતા આપોઆપ અસ્વાભાવિક અને અપ્રાકૃતિક સિદ્ધ થઈ જાય છે. જો પ્રબુદ્ધ માનવસમાજ સમાન અધિકારના આધાર ઉપર પોતાના વ્યવહાર માટે સર્વોદયની દૃષ્ટિએ કોઈ પણ વ્યવસ્થાનું નિર્માણ કરે છે તો તે તેની સહજસિદ્ધ પ્રવૃત્તિ જ મનાવી જોઈએ. એક ઈશ્વરને જગત્રિયતા માનીને તેના આદેશ યા પયગામના નામે કોઈ જાતિની ઉચ્ચતા અને વિશેષાધિકાર તથા પવિત્રતાનો ઢઢેરો પીટવો અને તેના દ્વારા જગતમાં વર્ચસ્વાર્થની સૃષ્ટિ રચવી એ તાત્ત્વિક અપરાધ તો છે જ, સાથે સાથે અનૈતિક પણ છે. આ મહાપ્રભુનું નામ લઈને વર્ચસ્વાર્થી જૂથે જગતમાં જે અશાન્તિ, યુદ્ધ અને ખૂનની નદીઓ વહાવી છે તેને જોઈને જો ખરેખર કોઈ ઈશ્વર હોત તો સ્વયં આવીને પોતાના આ ભક્તોને સાફ સાફ કહી દેત કે “મારા નામે આ નિકૃષ્ટ રૂપમાં સ્વાર્થનું નગ્ન પોષણ ન કરો.” તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં દૃષ્ટિવિપર્યાસ થવાથી મનુષ્યને બીજી રીતે વિચારવાનો અવસર જ મળતો નથી. ભગવાન મહાવીર અને બુદ્ધ પોતપોતાની રીતે આ દુર્દષ્ટિની તરફ ધ્યાન ખેંચ્યું અને માનવને સમતા અને અહિંસાની સર્વોદયી ભૂમિ પર ખડા થઈને વિચારવાની પ્રેરણા આપી.