________________
લોકવ્યવસ્થા
કર્મ શું છે ?
તો પછી કર્મ શું છે ?, તેનો આત્મા સાથે સંબંધ કેવી રીતે થાય છે ?, તેના પરિપાકની સીમા કઈ છે ? ઇત્યાદિ પ્રશ્નો આપણી સામે છે. વર્તમાનમાં આત્માની સ્થિતિ અર્ધભૌતિક જેવી બની રહી છે.` તેનો જ્ઞાનવિકાસ, ક્રોધ આદિ વિકાર, ઇચ્છા અને સંકલ્પ આદિ બધું ઘણુંખરું શરીર, મસ્તિષ્ક અને હૃદયની ગતિ પર નિર્ભર કરે છે. મસ્તિષ્કનો એક સ્ક્રૂ ઢીલો થયો કે સારી સ્મરણશક્તિ સમાપ્ત થઈ જાય છે અને મનુષ્ય ગાંડો કે બેભાન થઈ જાય છે. શરીર સ્વસ્થ રહેવાથી જ આત્માના ગુણોનો વિકાસ અને તેમનું પોતાની ઉપયુક્ત અવસ્થામાં કાર્યાન્વિત રહેવું ઘટે છે. ઇન્દ્રિય આદિ ઉપકરણો વિના આત્માની જ્ઞાનશક્તિ પ્રકટ જ થઈ શકતી નથી. સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, વિચાર, ક્લા, સૌન્દર્યાભિવ્યક્તિ અને સંગીત આદિ સંબંધી પ્રતિભાઓનો વિકાસ આંતર અને બાહ્ય બન્ને પ્રકારના ઉપકરણોની અપેક્ષા રાખે છે.
૮૧
આત્માની સાથે અનાદિકાળથી કર્મપુદ્ગલ(કાર્યણશરીર)નો સંબંધ છે જેના કારણે આત્મા પોતાના પૂર્ણ ચૈતન્યરૂપમાં પ્રકાશમાન થઈ શકતો નથી. અહીં આ શંકા થવી સ્વાભાવિક છે કે ‘શાથી ચેતનની સાથે અચેતનનો સંપર્ક થયો ? બે વિરોધી દ્રવ્યોનો સંબંધ થયો જ કેમ ? થઈ પણ ગયો હોય તો પણ એક દ્રવ્ય બીજા વિજાતીય દ્રવ્ય પર પ્રભાવ કેમ પાડે છે ?’ આનો ઉત્તર આ છેડેથી નથી આપી શકાતો, પરંતુ બીજા છેડેથી આપી શકાય છે કે ‘આત્મા પોતાના પુરુષાર્થ અને સાધનાથી ક્રમશઃ વાસનાઓ અને વાસનાના ઉદ્બોધક કર્મપુદ્ગલોથી મુક્ત થઈ જાય છે અને એક વાર શુદ્ધ (મુક્ત) થયા પછી તેને પુનઃ કર્મબન્ધન થતું નથી, તેથી આપણે સમજીએ છીએ કે બન્ને દ્રવ્યો પૃથક્ છે. એક વાર આ કાર્યણશરીરથી સંયુક્ત આત્માનું ચક્ર ચાલ્યું તો પછી કાર્યકારણવ્યવસ્થા જામતી જાય છે. આત્મા
૧. ‘નવનીત’ના જાન્યુઆરી ૫૩ના અંકમાં ‘સાયન્સ વીકલી’માંથી એક ‘ટ્રુડ્રગ’નું વર્ણન આપ્યું છે, જેનું ઇંજેક્શન આપવાથી મનુષ્ય સામાન્યપણે સત્ય બોલી દે છે. ‘નવનીત’ નવેમ્બર પરમાં બતાવ્યું છે કે ‘સોડિયમ પેટોથલ'નું ઇજેક્શન આપવાથી ભયંકર અપરાધી પોતાનો અપરાધ સ્વીકારી લે છે. આ ઇંજેક્શનોના પ્રભાવથી મનુષ્યની તે ગ્રંથિઓ પર વિશેષ પ્રભાવ પડે છે જેમના કારણે તેની અસત્ય બોલવાની પ્રવૃત્તિ થાય છે.
ઑગષ્ટ પરના ‘નવનીત’માં ‘સાયન્સ ડૉયજેસ્ટ'ના એક લેખનું ઉદ્ધરણ છે જેમાં ક્રોમોસોમમાં તબદીલી કરી દેવાથી ૧૨ પૌડ વજનનું સસલું ઉત્પન્ન કરવામાં આવ્યું છે. હૃદય અને આંખો બદલવાના પણ પ્રયોગો વિજ્ઞાને કરી દેખાડ્યા છે.