________________
૯૨
જૈનદર્શન નિમિત્ત બને છે. સમગ્ર લોકની વ્યવસ્થા યા પરિણમનમાં કોઈ કર્મ નામનું એક તત્ત્વ મહાકારણ બનીને બેઠું હોય એવી સ્થિતિ નથી.
આ રીતે કાલ, આત્મા, સ્વભાવ, નિયતિ, યદચ્છા અને ભૂત આદિ પોતપોતાની મર્યાદામાં રહીને સામગ્રીનાં ઘટક બનીને પ્રતિક્ષણ પરિવર્તન પામતા આ જગતના પ્રત્યેક દ્રવ્યના પરિણમનમાં યથાસંભવ નિમિત્ત અને ઉપાદાન બનતા રહે છે. કોઈ એક કારણનું સર્વાધિપત્ય જગતના અનન્ત દ્રવ્યો પર નથી. આધિપત્ય જો હોઈ શકે છે તો પ્રત્યેક દ્રવ્યનું કેવળ પોતાના જ ગુણો અને પર્યાયો પર હોઈ શકે છે. જડવાદ અને પરિણામવાદ
વર્તમાન જડવાદીઓએ વિશ્વનું સ્વરૂપ સમજાવતી વખતે આ ચાર સિદ્ધાંતોનો નિર્ણય કર્યો છે - - (૧) જ્ઞાતા અને શેય અથવા સઘળી સર્વસ્તુઓ નિત્ય પરિવર્તનશીલ છે.
વસ્તુઓનું સ્થાન બદલાતું રહે છે, વસ્તુઓનાં ઘટકો બદલાતાં રહે છે અને વસ્તુઓના ગુણધર્મ બદલાતા રહે છે. પરંતુ પરિવર્તનનો અખંડ પ્રવાહ ચાલુ રહે છે. બીજો સિદ્ધાન્ત એ છે કે સર્વસ્તુનો સંપૂર્ણ વિનાશ નથી થતો અને સંપૂર્ણ અભાવમાંથી સર્વસ્ત ઉત્પન્ન નથી થતી. આ ક્રમ નિત્ય નિબંધપણે ચાલતો રહે છે. પ્રત્યેક સદ્ગતુ કોઈ ને કોઈ અન્ય સર્વસ્તુમાંથી જ નિર્મિત થાય છે, સર્વસ્તુમાંથી જ બની હોય છે, અને કોઈ સર્વસ્તુ આંખ આગળથી અદશ્ય થઈ જતાં બીજી સદ્વસ્તુનું નિર્માણ થઈ જાય છે. જે એક વસ્તુમાંથી બીજી વસ્તુ ઉત્પન્ન થાય છે તેને દ્રવ્ય કહે છે. જેનાથી વસ્તુઓ બને છે અને જેને ગુણધર્મો હોય છે તે દ્રવ્ય છે. દ્રવ્ય અને ગુણોનો સમુચ્ચય જગત છે. આ જગત કાર્ય-કારણોની અનવરત પરંપરા છે. પ્રત્યેક વસ્તુ યા ઘટના પોતાથી પૂર્વવર્તી વસ્તુ યા ઘટનાનું કાર્ય હોય છે, તથા આગળની ઘટનાનું કારણ. પ્રત્યેક ઘટના કાર્યકારણભાવની અનાદિ અને અનન્ત માળાનો એક મણકો છે. કાર્યકારણભાવના વિશિષ્ટ
નિયમથી પ્રત્યેક ઘટના એક બીજી સાથે જોડાયેલી છે. (૩) ત્રીજો સિદ્ધાન્ત છે કે પ્રત્યેક વસ્તુમાં સ્વભાવસિદ્ધ ગતિશક્તિ અર્થાત્
પરિવર્તનશક્તિ અવશ્ય હોય છે. અણુરૂપ દ્રવ્યોનું જગત બન્યા કરે છે. તે અણુઓને પરસ્પર મળવા માટે તથા એકબીજાથી છૂટા પડવા માટે જે ગતિ