________________
લોકવ્યવસ્થા
૯૧ કહેવત પ્રસિદ્ધ છે કે “ઘડો માટીમાંથી બને છે, વેળમાંથી નહિ પરંતુ આજના વૈજ્ઞાનિક યુગમાં તો વેળુને કાચની ભઠ્ઠીમાં પકવીને વેળમાંથી માટીના ઘડાથી પણ અધિક સુન્દર અને પારદર્શી ઘડો બનાવવામાં આવે છે.
તેથી દ્રવ્યયોગ્યતાઓ સર્વથા નિયત હોવા છતાં પણ પર્યાયયોગ્યતાઓની નિયતતા પરિસ્થિતિ ઉપર નિર્ભર છે. જગતમાં સમસ્ત કાર્યોના પરિસ્થિતિભેદે અનન્ત કાર્યકારણભાવો છે અને તે કાર્યકારણપરંપરાઓ અનુસાર જ પ્રત્યેક કાર્ય ઉત્પન્ન થાય છે. તેથી આપણા પોતાના અજ્ઞાનના કારણે કોઈ પણ કાર્યને યદચ્છા યા અટકળપચીસી કહેવું અતિસાહસ છે.
પુરુષ ઉપાદાન બનીને તો કેવળ પોતાના ગુણો અને પોતાના જ પર્યાયોનું કારણ બની શકે છે, તેમના જ રૂપે પરિણમન કરી શકે છે, અન્ય રૂપે કદી નહિ. એક દ્રવ્ય બીજા કોઈ સજાતીય કે વિજાતીય દ્રવ્યમાં કેવળ નિમિત્ત જ બની શકે છે, ઉપાદાન કદી નહિ, આ એક સુનિશ્ચિત મૌલિક દ્રવ્યસિદ્ધાન્ત છે. જગતના અનન્ત કાર્યોનો મોટો ભાગ પોતાના પરિણમનમાં કોઈ ચેતનના પ્રયત્નની અપેક્ષા રાખતો નથી. જ્યારે સૂર્ય ઊગે છે ત્યારે તેનાં કિરણોના સંપર્કથી અસંખ્ય જલકણો વરાળ બની જાય છે, અને ક્રમશઃ જલધરોની સૃષ્ટિ થાય છે, પછી ઠંડી-ગરમીનું નિમિત્ત પામીને પાણી વરસે છે. આ રીતે પ્રકૃતિનટીના રંગમંચ ઉપર અનન્ત કાર્યો પ્રતિસમય પોતાના સ્વાભાવિક પરિણામી સ્વભાવ અનુસાર ઉત્પન્ન થતાં રહે છે અને નાશ પામતાં રહે છે. તેમના પોતાના દ્રવ્યમાં રહેલું દ્રૌવ્ય જ તેમને ક્રમભંગ કરતાં રોકે છે અર્થાત્ તેઓ પોતાના દ્રવ્યગત સ્વભાવના કારણે પોતાની જ ધારામાં સ્વયં નિયત્રિત છે, તેમને બીજા દ્રવ્યના નિયત્રણની ન કોઈ અપેક્ષા છે કે ન કોઈ આવશ્યકતા છે. જો કોઈ ચેતન દ્રવ્ય પણ કોઈ દ્રવ્યની કારણસામગ્રીમાં સામેલ થઈ જાય છે તો ભલે થાય, તે પણ તેના પરિણમનમાં નિમિત્ત બની જશે. અહીં તો પરસ્પર સહકારિતાની ખુલ્લી સ્થિતિ છે.
કર્મની કારણતા
જીવના સંસ્કારો જે પ્રતિક્ષણ સંચિત થતા જાય છે તે જ પરિપાકકાળમાં કર્મ કહેવાય છે. આ કર્મોની કોઈ સ્વતંત્ર કારણતા નથી. તે તે જીવના પરિણમનમાં તથા તે તે જીવથી સમ્બદ્ધ પગલોના પરિણમનમાં તે સંસ્કારો તેવી જ રીતે કારણ બને છે જેવી રીતે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કારણ બને છે. અર્થાત પોતાના ભાવોની ઉત્પત્તિમાં તેઓ ઉપાદાન બને છે અને પુદ્ગલદ્રવ્ય યા જીવાત્તરના પરિણમનમાં