________________
૯૦
જૈનદર્શન તે પર્યાયનો બીજી ક્ષણમાં નાશ કરી નાખે છે. અર્થાતુ પ્રતિસમય જો ઉત્પાદશક્તિ કોઈ નૂતન પર્યાયને લાવે છે તો વિનાશશક્તિ તે જ સમયે પૂર્વપર્યાયનો નાશ કરીને તેના માટે સ્થાન ખાલી કરી દે છે. આ રીતે બે વિરોધી શક્તિઓના સમાગમ દ્વારા દ્રવ્ય પ્રતિક્ષણ ઉત્પાદ, વિનાશ અને તેની કદી વિચ્છિન્ન ન થનારી ધ્રૌવ્ય પરંપરાના કારણે ત્રિલક્ષણ છે. આ રીતે પ્રત્યેક દ્રવ્યના આ સ્વાભાવિક પરિણમનચક્રમાં જ્યારે જેવી કારણ સામગ્રી એકઠી થઈ જાય છે તેના અનુસાર તે પરિણમન સ્વયં પ્રભાવિત થાય છે અને કારણ સામગ્રીનાં ઘટક દ્રવ્યોને પણ પ્રભાવિત કરે છે. અર્થાત જો એક પર્યાય કોઈ પરિસ્થિતિથી ઉત્પન્ન થયો છે તો તે પર્યાય પરિસ્થિતિને બનાવે પણ છે. દ્રવ્યમાં પોતાનાં સંભાવ્ય પરિણમનોની અસંખ્ય યોગ્યતાઓ પ્રતિસમય મોજૂદ છે પરંતુ તે યોગ્યતાઓમાંથી તે જ યોગ્યતા વિકસિત થાય છે જેની સામગ્રી પરિપૂર્ણ થઈ જાય છે. જેઓ આ પ્રવાહમાન ચક્રમાં પોતાનો પ્રભાવ પાડવાનો બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરે છે તેઓ સ્વયં પરિસ્થિતિઓના નિર્માતા બને છે અને જેઓ પ્રવાહપતિત છે તેઓ પરિવર્તનની થપાટોમાં આમતેમ આથડિયાં ખાતા અસ્થિર રહે છે. લોક શાશ્વત પણ છે
જો લોકને સમગ્ર ભાવે સંતતિની દષ્ટિએ જોવામાં આવે તો લોક અનાદિ અને અનન્ત છે. કોઈ પણ દ્રવ્ય તેના રંગમંચ ઉપરથી સર્વથા નષ્ટ થઈ શકતું નથી કે ન તો કોઈ અસહ્માંથી સત્ બનીને તેની નિયત દ્રવ્યસંખ્યામાં એકની પણ વૃદ્ધિ કરી શકે છે. જો પ્રતિસમયભાવી, પ્રતિદ્રવ્યગત પર્યાયોની દષ્ટિએ જોઈએ તો લોક સાન્ત પણ છે. પેલી દ્રવ્યદૃષ્ટિએ જોતાં લોક શાશ્વત છે અને આ પર્યાયદૃષ્ટિએ જોતાં લોક અશાશ્વત છે. એમાં કાર્યોની ઉત્પત્તિમાં કાલ એક સાધારણ નિમિત્તકારણ છે, જે પ્રત્યેક પરિણમનશીલ દ્રવ્યના પરિણામમાં નિમિત્ત બને છે અને સ્વયં પણ અન્ય દ્રવ્યોની જેમ જ પરિણમનશીલ છે. દ્રવ્યયોગ્યતા અને પર્યાયયોગ્યતા
જગતનું પ્રત્યેક કાર્ય પોતાના સંભાવ્ય સ્વભાવો અનુસાર જ હોય છે, આ સર્વમતસાધારણ સિદ્ધાન્ત છે. જો કે પ્રત્યેક પુદ્ગલપરમાણુમાં ઘટ, પટ આદિ બધું જ બનવાની યોગ્યતા છે પરંતુ જો તે પરમાણુ માટીના પિંડમાં સામેલ હોય તો તે સાક્ષાત ઘટ જ બની શકે, પટ નહિ. સામાન્ય સ્વભાવ હોવા છતાં પણ તે દ્રવ્યોની સ્થળ પર્યાયોમાં સાક્ષાત્ વિકસવા યોગ્ય કેટલીક નિયત યોગ્યતાઓ હોય છે. આ નિયતપણું સમય અને પરિસ્થિતિ અનુસાર બદલાતું રહે છે. જો કે આ પુરાણી