________________
૮૮
જૈનદર્શન ભાગો ઘસાઈ જતાં યન્ત તૂટીને વિખેરાઈ જાય છે, તેવી જ રીતે આ જીવનયત્ન છે. આ ભૂતાત્મવાદ ઉપનિષદકાળથી જ અહી ભારતમાં પ્રચલિત છે. -
આમાં વિચારણીય વાત એ છે કે આ ભૌતિક પૂતળામાં ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, જ્ઞાન, જિજીવિષા અને વિવિધ કલાઓ પ્રતિ જે નૈસર્ગિક ઝોક દેખાય છે તે – આ બધું અનાયાસ કેવી રીતે આવી ગયું? સ્મરણ જ એક એવી વૃત્તિ છે જે અનુભવ કરનારાના ચિરકાલસ્થાયી સંસ્કારની અપેક્ષા રાખે છે.
વિકાસવાદના સિદ્ધાન્ત અનુસાર જીવજાતિનો વિકાસ માનવો એ પણ ભૌતિકવાદનું એક પરિષ્કૃત રૂપ છે. તેમાં ક્રમશઃ અમીબા, ઘોઘા આદિ કરોડરીન પ્રાણીઓમાંથી કરોડવાળાં પશુઓ અને મનુષ્યોની સૃષ્ટિ થઈ છે. જ્યાં સુધી તેમનાં શરીરોના આનુવંશિક વિકાસને સંબંધ છે ત્યાં સુધી આ સિદ્ધાન્તની સંગતિ કોઈ પણ રીતે ખેંચતાણીને બેસાડી પણ શકાય પરંતુ ચેતન અને અમૂર્ત આત્માની ઉત્પત્તિ જડ અને મૂર્ત ભૂતોમાંથી કેવી રીતે સંભવી શકે?
આ રીતે જગતની ઉત્પત્તિ આદિના સંબંધમાં કાલ, સ્વભાવ, નિયતિ, યદચ્છા, કર્મ, પુરુષ અને ભૂત વગેરેને કારણ માનવાની વિચારધારાઓ જ્યારથી આ માનવનાં જિજ્ઞાસાનેત્ર ખુલ્યાં ત્યારથી બરાબર ચાલી આવે છે. ઋગ્વદના એક ઋષિ તો ચકિત થઈને વિચારે છે કે સૃષ્ટિની પહેલાં અહીં કોઈ સત્ પદાર્થ હતો નહિ અને અસમાંથી જ સત્ની ઉત્પત્તિ થઈ છે; તો બીજા ઋષિ વિચારે છે કે અસતમાંથી સત્ની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે? તેથી પહેલાં પણ સત્ જ હતું અને સમાંથી જ સત્ ઉત્પન્ન થયું છે; તો વળી ત્રીજા ઋષિનું ચિન્તન સત્ અને અસત્ ઉભયની તરફ વળે છે; તો ચોથા ઋષિ તે તત્ત્વને, જેમાંથી આ જગતનો વિકાસ થયો છે તેને, વચનોને અગોચર કહે છે. તાત્પર્ય એ કે સૃષ્ટિની વ્યવસ્થા અંગે આજ સુધી હજારો ચિન્તકોએ અનેક પ્રકારના વિચારો પ્રસ્તુત કર્યા છે.
અવ્યાકૃતવાદ
ભગવાન બુદ્ધને “લોક સાત્ત છે કે અનન્ત, શાશ્વત છે કે અશાશ્વત, જીવ અને શરીર ભિન્ન છે કે અભિન્ન, મરણ પછી તથાગતનું અસ્તિત્વ હોય છે કે નહિ?' આ પ્રકારના પ્રશ્નો જ્યારે માલુક્યપુત્રે પૂછયા ત્યારે બુદ્ધ તે પ્રશ્નોને અવ્યાકૃત કોટિમાં નાખી દીધો અને કહ્યું કે હું તેમને અવ્યાકૃત એટલા માટે કહું છું કેમ કે તેમની બાબતમાં કહેવું સાર્થક નથી, ન તો તે ભિક્ષુચર્યા માટે ઉપયોગી છે કે ન તો બ્રહ્મચર્ય માટે ઉપયોગી છે, ન તો તે નિર્વેદ, શાન્તિ, પરમજ્ઞાન અને નિર્વાણ માટે આવશ્યક