________________
૮૬
જૈનદર્શન
એક તો છે બ્રહ્મવાદ જેમાં બ્રહ્મ જ જગતના ચેતન-અચેતન, મૂર્ત-અમૂર્ત બધા જ પદાર્થોનું ઉપાદાન છે. બીજો છે ઈશ્વરવાદ જેમાં ઈશ્વર સ્વયંસિદ્ધ જડ અને ચેતન દ્રવ્યોના પરસ્પર સંયોજનમાં નિમિત્ત બને છે.
બ્રહ્મવાદમાં એક જ તત્ત્વ કેવી રીતે વિભિન્ન પદાર્થોના પરિણમનમાં ઉપાદાન બની શકે ? - આ પ્રશ્ન વિચારણીય છે. આજના વિજ્ઞાને અનન્ત ઍટમની સ્વતન્ત્ર સત્તા સ્વીકારીને તેમના પરસ્પર સંયોગ અને વિભાગ દ્વારા વિચિત્ર સૃષ્ટિની ઉત્પત્તિ માની છે. આ યુક્તિસિદ્ધ પણ છે અને અનુભવગમ્ય પણ છે. કેવળ માયા કહી દેવા માત્રથી અનન્ત જડ પદાર્થોનો તથા અનન્ત ચેતન આત્માઓનો પારસ્પરિક યથાર્થ ભેદ(વ્યક્તિત્વ) નષ્ટ કરી શકાતો નથી. જગતમાં અનન્ત આત્માઓ પોતપોતાના સંસ્કારો અને વાસનાઓ અનુસાર વિભિન્ન પર્યાયો ધારણ કરે છે. તેમનાં વ્યક્તિત્વો તેમના પોતાનાં આગવાં છે. એક ભોજન કરે છે ત્યારે તૃપ્તિ બીજાને થતી નથી. તેવી જ રીતે જડ પદાર્થોનાં પરમાણુઓને પોતાનું સ્વતન્ત્ર અસ્તિત્વ છે. અનન્ત પ્રયત્નો કરવા છતાં પણ બે પરમાણુઓનું સ્વતન્ત્ર અસ્તિત્વ મિટાવીને તેમનું એકત્વ કરી શકાતું નથી. તેથી જગતમાં પ્રત્યક્ષસિદ્ધ અનન્ત સવ્યક્તિઓનો અપલાપ કરીને એક પુરુષને અનન્ત કાર્યોનું ઉપાદાન માનવું એ તો કોરી કલ્પના જ છે.
૧
આ અદ્વૈતૈકાન્તમાં કાર્ય અને કારણનો, કારક અને ક્રિયાઓનો, પુણ્ય-પાપ કર્મોના સુખ-દુઃખ ફળોનો, ઇહલોક અને પરલોકનો, વિદ્યા અને અવિદ્યાનો તથા બન્ધ અને મોક્ષ આદિનો વાસ્તવિક ભેદ જ રહેતો નથી. તેથી પ્રતીતિસિદ્ધ જગતવ્યવસ્થા માટે બ્રહ્મવાદ કોઈ પણ રીતે ઉચિત સિદ્ધ થતો નથી. સકલ જગતમાં ‘સત્' ‘સત્નો અન્વય જોઈને એક સત્ તત્ત્વની કલ્પના કરવી અને તેને જ વાસ્તવિક માનવું એ પ્રતીતિવિરુદ્ધ છે. જેમ વિદ્યાર્થીમંડળમાં ‘મંડળ’ પોતે સ્વતંત્ર કોઈ ચીજ નથી પરંતુ સ્વતન્ત્ર અસ્તિત્વ ધરાવતા વિદ્યાર્થીઓનો સામૂહિક રૂપમાં વ્યવહાર કરવા માટે એક ‘મંડળ’ની કલ્પના કરી લેવામાં આવે છે, એમાં તે તે વિદ્યાર્થી તો પરમાર્થસત્ છે, એક મંડળ પરમાર્થસત્ નથી, તેમ અનેક વ્યક્તિઓમાં કલ્પિત એક સત્ત્વ વ્યવહારસત્ય જ હોઈ શકે, પરમાર્થસત્ય નહિ.
ઈશ્વરવાદ
ઈશ્વરવાદમાં ઈશ્વરને જયમાત્રનું નિમિત્ત માનવામાં આવેલ છે. તેની ઇચ્છા વિના જગતનું કોઈ પણ કાર્ય ઉત્પન્ન થઈ શકતું નથી. વિચારણીય વાત તો એ છે ૧. જુઓ આઝમીમાંસા, ૨. ૧-૬.