________________
८४
જૈનદર્શન વિખેરાઈ જાય છે. અનેક સામાજિક અને રાજનૈતિક મર્યાદાઓ સાતા અને અસાતાનાં સાધનોની વ્યવસ્થાઓ બનાવે છે. પહેલાં વ્યક્તિગત સંપત્તિ અને સામ્રાજ્યનો યુગ હતો એટલે તેમાં ઉચ્ચતમ પદ પ્રાપ્ત કરવામાં પુરાણા સાતાના સંસ્કાર કારણ બનતા હતા તો હવે પ્રજાતત્રના યુગમાં જે પણ ઉચ્ચતમ પદ છે તેને પ્રાપ્ત કરવામાં તે સંસ્કારો સહાયક બનશે.
જગતના પ્રત્યેક કાર્યમાં કોઈ ને કોઈ અદષ્ટને નિમિત્ત માનવું એ ન તો તર્કસિદ્ધ છે કે ન તો અનુભવગમ્ય છે. આ રીતે જો પરંપરાથી કારણોની ગણતરી કરવામાં આવે તો કોઈ વ્યવસ્થા જ નહિ રહે. કલ્પના કરો કે આજ કોઈ વ્યક્તિ નરકમાં પડીને અસાતાના ઉદયમાં દુઃખ ભોગવી રહી છે અને એક શેતરંજી કોઈક કારખાનામાં બની રહી છે જે વીસ વર્ષ પછી તેના ઉપભોગમાં આવશે અને સાતા ઉત્પન્ન કરશે, આજ તે શેતરંજીમાં પેલા નરકસ્થિત પ્રાણીના અદષ્ટને કારણ માનવામાં મોટી વિસંગતિ ઉત્પન્ન થાય છે. તેથી જગતના સમસ્ત પદાર્થો પોતપોતાના સાક્ષાત્ ઉપાદાન અને નિમિત્તથી ઉત્પન્ન થાય છે અને યથાસંભવ સામગ્રી અંતર્ગત રહીને પ્રાણીઓનાં સુખ અને દુઃખમાં તત્કાલ નિમિત્તપણુ પામતા રહે છે. તે પદાર્થોની ઉત્પત્તિમાં કોઈ ને કોઈ અષ્ટને જોડવાની ન તો આવશ્યકતા છે કે ન તો ઉપયોગિતા છે, વળી તેને ન તો કાર્યકારણવ્યવસ્થાનું બળ પ્રાપ્ત છે.
કર્મોએ ફળ આપવું એ ફળકાળની સામગ્રી ઉપર નિર્ભર કરે છે. ઉદાહરણાર્થ, એક વ્યક્તિના અસાતાનો ઉદય આવે છે, પરંતુ તે તો કોઈ સાધુના સત્સંગમાં બેઠેલી તટસ્થભાવે જગતના સ્વરૂપને સમજીને સ્વાત્માનન્દમાં મગ્ન બની રહી છે. તે સમયે આવનારો અસાતાનો ઉદય તે વ્યક્તિને વિચલિત કરી શકતો નથી પરંતુ તે ઉદય અસાતાની બાહ્ય સામગ્રી ન હોવાથી ફળ દીધા વિના જ ખરી પડે છે. કર્મ એટલે પુરાણા સંસ્કાર. તે સંસ્કારો અબુદ્ધ (અજ્ઞાની) વ્યક્તિ ઉપર જ પોતાનો કુત્સિત પ્રભાવ પાડી શકે છે, જ્ઞાનીના ઉપર નહિ. આ તો બલાબલનો પ્રશ્ન છે. જો આત્મા વર્તમાનમાં જાગ્રત છે તો પુરાણા સંસ્કારો ઉપર વિજય મેળવી શકે છે અને જો જાગ્રત નથી તો પેલા કુસંસ્કારો ફૂલતાફાલતા જાય છે. આત્મા જ્યારથી ઇચ્છે ત્યારથી નવું કદમ ઉઠાવી શકે છે અને તે સમયથી નવનિર્માણની ધારા શરૂ કરી શકે છે. તેમાં ન તો કોઈ ઈશ્વરની પ્રેરણાની આવશ્યકતા છે કે ન તો ‘ર્મતિ ટાતી નહિં ’ના અટલ નિયમની અનિવાર્યતા છે.
જગતના અણુ-પરમાણુ જ નહિ પરંતુ ચેતન આત્માઓ પણ પ્રતિક્ષણ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ સ્વભાવના કારણે અવિરામ ગતિથી પૂર્વપર્યાયને છોડી