________________
૯૪
જૈનદર્શન હોત તો જે પહેલીવાર ગતિ દે છે તેના માટે પણ વસ્તુમાં ગતિ ઉત્પન્ન કરવી શક્ય યા સંભવ ન બનત. વિશ્વ સ્વયપ્રેરિત છે. તેને કોઈ બાહ્ય પ્રેરકની આવશ્યકતા નથી. ચોથો સિદ્ધાન્ત એ છે કે રચના, યોજના, વ્યવસ્થા, નિયમબદ્ધતા અથવા સુસંગતિ વસ્તુનો મૂળભૂત સ્વભાવ છે. આપણે જ્યારે પણ કોઈ વસ્તુનું યા વસ્તુસમુદાયનું વર્ણન કરીએ છીએ ત્યારે વસ્તુઓની રચના યા વ્યવસ્થાનું જ વર્ણન કર્યા કરીએ છે. વસ્તુમાં યોજના થા વ્યવસ્થા નથી એમ કહેવાનો અર્થ એ જ થાય છે કે વસ્તુ જ નથી. વસ્તુ છે એ કથનનો એ જ અર્થ થાય છે કે એક વિશેષ પ્રકારની યોજના અને એક વિશેષ પ્રકારની વ્યવસ્થા છે. વસ્તુની યોજનાનું આકલન થવું એ જ વસ્તુસ્વરૂપનું આકલન થયું છે. વિશ્વની રચના અથવા યોજના કોઈ બીજાએ કરી નથી. ઉષ્ણતાનો દઝાડવું એ સ્વાભાવિક ધર્મ છે. આ એક વ્યવસ્થા યા યોજના છે. આ વ્યવસ્થા યા યોજના ઉષ્ણતામાં કોઈ બીજી વ્યક્તિ દ્વારા લવાઈ નથી. આ તો ઉષ્ણતાના અસ્તિત્વનું જ એક પાસું છે. સંખ્યા, પરિણામ અને કાર્યકારણભાવ વસ્તુસ્વરૂપનાં અંગ છે. આપણે સંખ્યાને વસ્તુમાં ઉત્પન્ન કરી શકતા નથી, તે વસ્તુમાં રહેતી જ હોય છે. વસ્તુઓના
કાર્યકારણભાવને જાણી શકાય છે પરંતુ પેદા કરી શકાતો નથી.' જડવાદનું આધુનિક રૂપ
મહાપંડિત રાહુલ સાંકૃત્યાયને પોતાના “વૈજ્ઞાનિયા મોતિરુવારે નામના ગ્રન્થમાં (પૃ. ૪૫-૪૬) ભૌતિકવાદના આધુનિકતમ સ્વરૂપ પર પ્રકાશ પાડતાં દર્શાવ્યું છે કે “જગતનું પ્રત્યેક પરિવર્તન જે સીડીઓથી પસાર થાય છે તે સીડીઓ વૈજ્ઞાનિક ભૌતિકવાદની ત્રિપુટી છે. (૧) વિરોધીઓનો સમાગમ, (૨) ગુણાત્મક પરિવર્તન અને (૩) પ્રતિષેધનો પ્રતિષેધ. વસ્તુના ઉદરમાં વિરોધી પ્રવૃત્તિઓ જમા થાય છે, એનાથી પરિવર્તન માટે સૌથી આવશ્યક ચીજ ગતિ પેદા થાય છે. પછી હેગલની દ્વન્દ્રવાદી પ્રક્રિયાના વાદ અને પ્રતિવાદના સંઘર્ષથી નવો ગુણ પેદા થાય છે. આને બીજી સીડી ગુણાત્મક પરિવર્તન કહે છે. પહેલાં જે વાદ હતો તેને પણ તેની પૂર્વગામી કડી સાથે મેળવતાં તે કોઈનો પ્રતિષેધ કરનારો સંવાદ હતો. હવે ગુણાત્મક પરિવર્તન - આમૂલ પરિવર્તન, જ્યારથી તેની પ્રતિષેધ થયો, તો આ
૧. જુઓ 'નવરિ મૌર બનીચવા’, પૃ. ૬૦-૬૬