________________
લોકવ્યવસ્થા
૯૩
મળતી રહે છે તે તેમનો સ્વાભાવિક ધર્મ છે. તેમને પરિચાલિત કરનાર, તેમને ભેગા કરનાર અને તેમને અલગ કરનાર અન્ય કોઈ નથી. આ વિશ્વમાં જે પ્રેરણા યા ગતિ છે તે તો વસ્તુમાત્રના સ્વભાવમાંથી જ નિર્મિત થાય છે. એકના પછી બીજી એમ ગતિની એક અનાદિ પરંપરા આ વિશ્વમાં વિદ્યમાન છે. એ પ્રશ્ન કરવો યોગ્ય નથી કે પ્રારંભમાં આ વિશ્વમાં કોણે ગતિ ઉત્પન્ન કરી ?’ પ્રારંભમા' શબ્દનો અભિપ્રાય એ કાળથી છે જ્યારે ગતિ ન હતી અથવા તો કોઈ જાતનું પરિવર્તન જ ન હતું. એવા કાળની તર્કસમ્મત ક્લ્પના જ કરી શકાતી નથી કે જ્યારે કોઈ પણ જાતનું પરિવર્તન જ ન હોય. એવા કાળની કલ્પના કરવાનો અર્થ તો એ માનવાનો થાય કે એક એવો સમય હતો કે જ્યારે સર્વત્ર સર્વશૂન્યતા હતી. જ્યારે આપણે કહીએ છીએ કે કોઈ વસ્તુ છે ત્યારે તે વસ્તુ નિશ્ચિતપણે કાર્યકારણભાવથી બંધાયેલી જ રહેલી છે. એ માટે ગતિ અને પરિવર્તનનું હોવું આવશ્યક બની જાય છે. સર્વશૂન્યતાની સ્થિતિમાંથી તો કંઈ પણ ઉત્પન્ન થઈ શકતું નથી. પ્રત્યેક વસ્તુની ઘટનામાં બે રીતે પરિવર્તન થાય છે. એક તો એ કે વસ્તુમાં સ્વાભાવિક રીતે પરિવર્તન થાય છે. બીજું એ કે વસ્તુનું તેની ચારે બાજુની પરિસ્થિતિઓનો પ્રભાવ પડવાથી પરિવર્તન થાય છે. પ્રત્યેક વસ્તુ બીજી વસ્તુ સાથે જોડાયેલી યા સંલગ્ન રહે છે. આ સંલગ્નતા ત્રણ પ્રકારની હોય છે - એક તો વસ્તુનો ચારે તરફની વસ્તુઓ સાથે સંબંધ રહે છે, બીજી એ કે તે વસ્તુ જે વસ્તુમાંથી ઉત્પન્ન થઈ છે તેની સાથે કાર્યકારણસંબંધથી જોડાયેલી રહે છે, અને ત્રીજી એ કે તે વસ્તુની ઘટનાના ગર્ભમાં બીજી ઘટના રહે છે અને તે વસ્તુ ત્રીજી ઘટનાના ગર્ભમાં રહે છે. વસ્તુઓના આ જે સઘળા સંબંધો છે તેમની બરાબર જાણકારી થઈ જતાં એ ભ્રાન્તિ યા આશંકા દૂર થઈ જાય છે કે વસ્તુઓની ગતિ યા ક્રિયા માટે કોઈ પહેલો પ્રવર્તક જોઈએ. કોઈ પણ ક્રિયા પહેલી નથી બનતી. પ્રત્યેક ગતિની યા ક્રિયાની પહેલાં બીજી ગતિ યા ક્રિયા હોય છે જ. આ ક્રિયાનું સ્વરૂપ એક સ્થાનથી બીજા સ્થાને જવું એ જ નથી. ક્રિયાશક્તિનું કેવળ સ્થાનાન્તર થવું યા ચલાયમાન થવું એ જ સ્વરૂપ નથી. બીજનું અંકુર બને છે અને અંકુરનું વૃક્ષ બની જાય છે, ઑક્સીજન અને હાઈડ્રોજનનું પાણી બને છે, પ્રકાશના અણુઓ બને છે અથવા તરંગો બને છે, આ સઘળું બનવું અને થવું પણ ક્રિયા જ છે. આ પ્રકારની ક્રિયા વસ્તુનો મૂળભૂત સ્વભાવ છે. આ મૂળભૂત સ્વભાવ જો ન