________________
૮૦
જૈનદર્શન કારણ હોય પરંતુ તે વ્યક્તિના અદષ્ટને ઘડાની ઉત્પત્તિમાં કારણ માનવું કે જે તેને ખરીદી તેનો ઉપયોગ કરવાની છે એ ન તો યુક્તિસિદ્ધ છે કે ન તો અનુભવગમ્ય છે. વળી, જગતમાં તો પ્રતિક્ષણ અનન્ત કાર્યો એવાં ઉત્પન્ન અને નષ્ટ થઈ રહ્યા છે જે કોઈના પણ ઉપયોગમાં આવતાં જ નથી, પરંતુ ભૌતિક સામગ્રીના આધારે તેઓ બરાબર પરસ્પર પરિણત થતાં જાય છે.
કાર્ય માત્ર પ્રતિ અદષ્ટને કારણ માનવાની પાછળ પેલો ઈશ્વરવાદ છુપાયેલો છે જેના અનુસાર જગતના પ્રત્યેક અણુ-પરમાણુની ક્રિયા ઈશ્વરની પ્રેરણાથી થાય છે, તેની ઇચ્છા વિના એક પાંદડું પણ હાલતું નથી. અને જ્યારે જગતની વિષમતા તથા નિર્દયતાપૂર્ણ પરિસ્થિતિઓના સમાધાન માટે પ્રાણીઓના અદષ્ટની આડ લેવાનું જરૂરી બની ગયું ત્યારે અર્થાત્ જ અદષ્ટને જન્યમાત્રની કારણકોટિમાં સ્થાન મળી ગયું, કેમ કે કોઈ પણ કાર્ય કોઈ ને કોઈના ઉપભોગમાં સાક્ષાત્ યા પરંપરાથી આવે જ છે અને વિષમતા તથા નિર્દયતાપૂર્ણ સ્થિતિનું ઘટક હોય છે જ, જગતમાં પરમાણુઓના પરસ્પર સંયોગ-વિભાગથી મોટા મોટા પર્વતો, નદીઓ, નાળાઓ, જંગલો અને વિભિન્ન પ્રાકૃતિક દશ્યો બન્યાં છે. તેમનામાં પણ અદષ્ટને અને તેના અધિષ્ઠાતા કોઈ ચેતનને કારણે માનવું એ વસ્તુતઃ અદષ્ટકલ્પના જ છે. “કૃષ્ટRપત્યે અષ્ટપરિકલ્પનોપાજે.' અર્થાત જ્યારે દખકારણની સંગતિ ન બેસે ત્યારે અદષ્ટ હેતુની કલ્પના કરવામાં આવે છે' - આ દર્શનશાસ્ત્રનો ન્યાય છે. બે માણસ સમાન પરિસ્થિતિઓમાં ઉદ્યમ અને પ્રયત્ન કરે છે. પરંતુ એકનું કાર્ય સિદ્ધ થાય છે અને બીજાનું કાર્ય સિદ્ધ થવું તો દૂર રહ્યું પણ ઊલટું નુકસાન થાય છે, આવી દશામાં કારણ સામગ્રીની ખામી (વિકલતા) યા વિપરીતતાની ખોજ ન કરતાં કોઈ અદષ્ટને કારણે માની લેવું એમાં તો દર્શનશાસ્ત્રને યુક્તિના ક્ષેત્રની બહાર ધકેલીને માત્ર લ્પનાલોકમાં પહોંચાડી દેવાની વાત છે. કોઈ પણ કાર્ય પોતાની કારણસામગ્રીની પૂર્ણતા (સકલતા) અને પ્રતિબન્ધકની શૂન્યતા પર નિર્ભર કરે છે. તે કારણસામગ્રી જે પ્રકારની સિદ્ધિ કે અસિદ્ધિ માટે અનુકૂળ હોય તેવું કાર્ય અવશ્ય જ ઉત્પન્ન થાય છે. જગતના વિભિન્ન કાર્યકારણભાવો સુનિશ્ચિત છે. દ્રવ્યોમાં પ્રતિક્ષણ પોતાના પર્યાયોને બદલવાની યોગ્યતા સ્વયં છે. ઉપાદાન અને નિમિત્ત ઉભયથી ઘટિત સામગ્રી જે પ્રકારના પર્યાય માટે અનુકૂળ હોય તે પ્રકારનો જ પર્યાય ઉત્પન્ન થઈ જાય છે. કર્મ યા અદષ્ટ જગતમાં ઉત્પન્ન થનારાં સઘળાં કાર્યોનાં કારણો બને છે' – આ કલ્પનાના કારણે જ અષ્ટનો પદાર્થો સાથે સંબંધ સ્થાપવા માટે આત્માને વ્યાપક માનવો પડ્યો.