________________
લોકવ્યવસ્થા અને જો બધાએ બચવું હોય તો પિસ્તોલના ભવિતવ્ય ઉપર બધો દોષ ઢોળી શકાય છે - “પિસ્તોલનું તે વખતે તેનું પરિણમન ન થયું હોત તો ન તે ગોડસેના હાથમાં આવતી અને ન તે ગાંધીજીની છાતીને છેદતી. સઘળો દોષ પિસ્તોલના નિયત પરિણમનનો છે. તાત્પર્ય એ કે આ નિયતિવાદમાં બધું સાફ છે. વ્યભિચાર, ચોરી, દગાબાજી અને હત્યા આદિ બધું જ તે તે પદાર્થોના નિયત પરિણમનો જ છે, એમાં વ્યક્તિવિશેષનો કોઈ દોષ નથી. એક જ પ્રશ્ન, એક જ ઉત્તર
આ નિયતિવાદમાં એક જ પ્રશ્ન છે અને એક જ ઉત્તર છે. “આમ થવાનું જ હતું આ ઉત્તર પ્રત્યેક પ્રશ્નનો છે. શિક્ષા, દીક્ષા, સંસ્કાર, પ્રયત્ન અને પુરુષાર્થ બધાનો ઉત્તર ભવિતવ્યતા છે. ન કોઈ તર્ક, ન કોઈ પુરુષાર્થ અને ન કોઈ બુદ્ધિ. અગ્નિમાંથી ધુમાડો કેમ નીકળ્યો ? એમ થવાનું જ હતું. તો પછી ઈધણ ભીનું ન હતું ત્યારે ધુમાડો કેમ ન નીકળ્યો? એમ જ થવાનું હતું. જગતમાં પદાર્થોના સંયોગ-વિયોગથી વિજ્ઞાનસમ્મત અનન્ત કાર્યકારણભાવો છે. પોતાની ઉપાદાનયોગ્યતા અને નિમિત્તસામગ્રીના સંતુલનમાં પરસ્પર પ્રભાવિત, અપ્રભાવિત યા અર્ધપ્રભાવિત કાર્યો ઉત્પન્ન થાય છે. તેઓ એકબીજાનાં પરિણમનોના નિમિત્તો પણ બને છે. ઉદાહરણાર્થ, એક ઘડો ઉત્પન્ન થઈ રહ્યો છે. તેમાં માટી, કુંભાર, ચાકડો, દોરી આદિ અનેક દ્રવ્ય કારણસામગ્રીમાં સમ્મિલિત છે. તે વખતે કેવળ ઘડો જ ઉત્પન્ન નથી થયો પરંતુ કુંભારનો પણ કોઈ પર્યાય, ચાકડાનો પણ અમૂક પર્યાય અને દોરીનો પણ અમુક પર્યાય ઉત્પન્ન થયો છે. તેથી તે વખતે ઉત્પન્ન થનારા અનેક પર્યાયોમાં પોતપોતાનું દ્રવ્ય ઉપાદાન છે અને બાકીનાં એકબીજા પ્રતિ નિમિત્ત છે. તેવી જ રીતે જગતમાં જે અનન્ત કાર્યો ઉત્પન્ન થઈ રહ્યાં છે તેમનામાં તે તે દ્રવ્યો, જે પરિણમન કરે છે, તેઓ ઉપાદાન બને છે અને બાકીનાં નિમિત્ત બને છે, કોઈ સાક્ષાત્ તો કોઈ પરંપરાથી, કોઈ પ્રેરક અને કોઈ અપ્રેરક, કોઈ પ્રભાવક અને કોઈ અપ્રભાવક. એ તો યોગાયોગની વાત છે. જે જાતની બાહ્ય અને આભ્યતર કારણસામગ્રી એકઠી થઈ જાય છે તેવું જ કાર્ય થઈ જાય છે. આચાર્ય સમન્તભદ્ર લખ્યું છે કે -
વાતરોપાધિસમગ્રતેય કાર્યેષુ તે દ્રવ્યત: 4માવ: બૃહસ્વયંભૂસ્તોત્ર, ૬૦ અર્થાત્ કાર્યોત્પત્તિ માટે બાહ્ય અને આત્યંતર અર્થાત્ નિમિત્ત અને ઉપાદાન બન્ને કારણોની સમગ્રતા અર્થાત્ પૂર્ણતા જ દ્રવ્યગત નિજ સ્વભાવ છે.
આવી સ્થિતિમાં નિયતિવાદનો આશ્રય લઈને ભવિષ્ય અંગે કોઈ નિશ્ચિત વાત કહેવી એ તો અનુભવસિદ્ધ કાર્યકારણભાવની વ્યવસ્થાથી સર્વથા વિપરીત છે. એ