________________
જૈનદર્શન થવાનું હતું, પુરુષનું પરિણમન પણ તેવું જ થવાનું હતું અને પથારીનું પણ તેવું જ પરિણમન થવાનું હતું. જ્યારે બધાનાં નિયત પરિણમનોનો નિયત મળવારૂપ દુરાચાર પણ નિયત જ હતો, ત્યારે કોઈને દુરાચારી કે ગુંડો શા માટે કહેવામાં આવે ? જો પ્રત્યેક દ્રવ્યના ભવિષ્યના પ્રત્યેક ક્ષણનો અનન્તકાલીન કાર્યક્રમ નિયત છે, ભલે ને તે આપણને જ્ઞાત ન હોય, તો આ નિતાન્ત પરતત્ર સ્થિતિમાં વ્યક્તિનો સ્વપુરુષાર્થ ક્યાં રહ્યો ? ગોડસે હત્યારો કેમ?
નાથુરામ ગોડસેએ મહાત્માજીને ગોળી મારી તો શું નાથુરામને હત્યારો કહેવાય? નાથુરામનું તે સમયે તેવું જ પરિણમન થવાનું હતું, મહાત્માજીનું તેવું જ થવાનું હતું અને ગોળી તથા પિસ્તોલનું પણ તેવું જ પરિણમન નિશ્ચિત હતું. અર્થાત્ હત્યા નામની ઘટના નાથુરામમહાત્માજી, પિસ્તોલ અને ગોળી આદિ અનેક પદાર્થોના નિયત કાર્યક્રમનું પરિણામ છે. આ ઘટના સાથે સમ્બદ્ધ બધા પદાર્થોના પરિણમન નિયત હતાં, બધા પરવશ હતા. જો કહેવામાં આવે કે નાથુરામ મહાત્માજીના પ્રાણવિયોગમાં નિમિત્ત હોવાના કારણે હત્યારો છે તો મહાત્માજી નાથુરામના ગોળી ચલાવવામાં નિમિત્ત હોવાથી અપરાધી કેમ નહિ ? જો નિયતિનો દાસ નાથુરામ દોષી છે તો નિયતિને પરવશ મહાત્માજી કેમ નહિ? અમે તો કહીએ છીએ કે પિસ્તોલમાંથી ગોળી નીકળવાની જ હતી, ગોળીએ છાતીમાં છેદ કરવાનો જ હતો, એટલે જ નાથુરામ અને મહાત્માજીની ઉપસ્થિતિ થઈ. નાથુરામ તો ગોળી અને પિસ્તોલના તે અવશ્યભાવી પરિણમનનું એક નિમિત્ત હતો જેને નિયતિચક્રના કારણે ત્યાં પહોંચવું પડ્યું. જે પદાર્થોની નિયતિનું પરિણામ હત્યા નામની ઘટના છે તે બધા પદાર્થો સમાનપણે નિયતિયત્રથી નિયત્રિત થઈને જ્યારે તેમાં ભેગા મળી લાગેલા છે ત્યારે તેમનામાંથી એક માત્ર નાથુરામને શા માટે પકડવામાં આવે છે? એટલું જ નહિ, આપણે બધાએ તે દિવસે એ જ ખબર સાંભળવાની જ હતી અને શ્રી આત્માચરણે જજ બનવાનું જ હતું, એટલે જ આ બધું થયું. તેથી આપણે બધાં અને આત્માચરણજી પણ તે હત્યાની ઘટનાના નિયત નિમિત્ત છીએ. એટલે જ આ નિયતિવાદમાં ન તો પુણ્ય છે કે ન તો પાપ, ન તો સદાચાર છે કે ન તો દુરાચાર.
જ્યારે કર્તુત્વ જ નથી ત્યારે સદાચાર કેવો કે દુરાચાર કેવો? ગોડસેએ નિયતિવાદના નામે જ પોતાનો બચાવ કરવો જોઈતો હતો અને જજને જ પકડવો જોઈતો હતો અને ગોડસેએ તેને કહેવું જોઈતું હતું કે “કેમ કે તમારે અમારા મુકદમાના જજ બનવાનું હતું એટલે જ આ સઘળું નિયતિચક્ર ઘૂમ્યું અને અમે બધા એમાં ફસાયાં.”