________________
લોકવ્યવસ્થા
૭૧ બધી દ્રવ્યયોગ્યતાઓ હોવા છતાં પણ માટીનાં પુદ્ગલ જ સાક્ષાત્ ઘડો બની શકે છે, કાંકરાના પુદ્ગલ નહિ; તખ્તનાં પુગલ જ સાક્ષાત્ કાપડ બની શકે છે, માટીનાં પુદ્ગલ નહિ, જો કે ઘડો અને કાપડ બન્નેય પુદ્ગલના જ પર્યાયો છે. હા, કાલાન્તરે પરંપરાથી બદલાતાં માટીનાં પુદ્ગલ પણ કાપડ બની શકે અને તખ્તનાં પુદ્ગલ પણ ઘડો. તાત્પર્ય એ કે સંસારી જીવ અને પુદ્ગલોની મૂલતઃ સમાન શક્તિઓ હોવા છતાં પણ અમુક સ્થૂલ પર્યાયમાં અમુક શક્તિઓ જ સાક્ષાતુ વિકસિત થઈ શકે છે. શેષ શક્િતઓ બાહ્ય સામગ્રી મળવા છતાં પણ તત્કાલ વિકસિત થઈ શકતી નથી.
(૭) એ નિયત છે કે તે દ્રવ્યના તે સ્થૂલ પર્યાયમાં જેટલી પર્યાયયોગ્યતાઓ છે તેમનામાંથી જ જેની જેની અનુકૂળ સામગ્રી મળે છે તેનો તેનો વિકાસ થાય છે, શેષ પર્યાયયોગ્યતાઓ દ્રવ્યની મૂલયોગ્યતાઓની જેમ સદ્ભાવમાં જ વિદ્યમાન રહે છે.
(૮) એ પણ નિયત છે કે આગલા ક્ષણમાં જે પ્રકારની સામગ્રી ઉપસ્થિત થશે તેનાથી દ્રવ્યનું પરિણમન પ્રભાવિત થશે. સામગ્રી અંતર્ગત જે પણ દ્રવ્યો છે તેમનું પરિણમન પણ આ દ્રવ્યથી પ્રભાવિત થશે. ઉદાહરણાર્થ, ઑક્સિજનના પરમાણુને જો હાઈડ્રોજનનું નિમિત્ત ન મળ્યું હોત તો તે ઓક્સિજનના રૂપમાં જ પરિણત થઈને રહેત, પરંતુ જો હાઈડ્રોજનનું નિમિત્ત મળી જાય છે તો બન્નેનું જલરૂપે પરિવર્તન થઈ જાય છે. તાત્પર્ય એ કે પુદ્ગલ અને સંસારી જીવોનાં પરિણમનો પોતાની તત્કાલીન સામગ્રી અનુસાર પરસ્પર પ્રભાવિત થતાં રહે છે. કિન્તુ -
કેવલ આ જ અનિશ્ચિત છે કે “આગલા ક્ષણમાં કોનું કયું પરિણમન થશે? કયો પર્યાય વિકાસ પામશે ? યા ક્યા પ્રકારની સામગ્રી ઉપસ્થિત થશે ? આ તો પરિસ્થિતિ અને યોગાયોગ ઉપર નિર્ભર છે, જેવી જેવી સામગ્રી ઉપસ્થિત થતી જશે તે અનુસાર પરસ્પર પ્રભાવિત થઈને તાત્કાલિક પણ્યિમનો થતાં જશે. ઉદાહરણાર્થ, એક માટીનો પિંડ છે, તેનામાં ઘડો, ચકોર, પ્યાલો આદિ અનેક પરિણામોના વિકાસની શક્યતા છે. હવે કુંભારની ઇચ્છા, પ્રયત્ન અને ચાકડો આદિ જેવી સામગ્રી મળે છે, તે સામગ્રી અનુસાર અમુક પર્યાય પ્રકટ થઈ જાય છે. તે વખતે કેવળ માટીનાં પિંડનું જ પરિણમન નહિ થાય પરંતુ ચાકડો અને કુંભારના પણ પર્યાયો તે સામગ્રી અનુસાર ઉત્પન્ન થશે. પદાર્થોના કાર્યકારણભાવો નિયત છે. “અમુક કારણસામગ્રી હોતાં અમુક કાર્ય ઉત્પન્ન થાય છે આ પ્રકારના અનન્ત કાર્યકારણભાવો ઉપાદાન અને નિમિત્તની યોગ્યતા અનુસાર નિશ્ચિત છે. તેમની શક્તિ અનુસાર તેમનામાં તારતમ્ય પણ થતું રહે છે. એક ઉદાહરણ લઈએ. ભીના