________________
૭૦
જૈનદર્શન પરંતુ જ્યારે આપણે દ્રવ્યના સ્વરૂપ અને દ્રવ્યની ઉપાદાન તેમ જ નિમિત્તભૂલક કાર્યકારણવ્યવસ્થા ઉપર ધ્યાન આપીએ છીએ ત્યારે તેનું બોદાપણું પ્રકટ થઈ જાય છે. જગતમાં સમગ્ર ભાવે કેટલીક વાતો નિયત છે જેમનું ઉલ્લંઘન કોઈ કરી શકતું નથી. તે નીચે મુજબ છે :
(૧).એ નિયત છે કે જગતમાં જેટલાં સત્ છે તેમનામાં કોઈ નવું સત ઉત્પન્ન થઈ શકતું નથી કે વિદ્યમાન સમાંથી કોઈનો સમૂલ વિનાશ પણ નથી થઈ શકતો. તે સત્ છે – અનન્ત ચેતન, અનન્ત પુદ્ગલાણુ, એક આકાશ, એક ધર્મદ્રવ્ય, એક અધર્મદ્રવ્ય અને અસંખ્ય કાલદ્રવ્યો. તેમની સંખ્યામાં ન તો એકની વૃદ્ધિ થઈ શકે છે કે ન તો એકની હાનિ થઈ શકે છે. અનાદિકાળથી આટલાં જ દ્રવ્યો હતાં, છે અને અનન્તકાળ સુધી રહેશે.
(૨) પ્રત્યેક દ્રવ્ય પોતાના નિજ સ્વભાવના કારણે પુરાણા પર્યાયને છોડે છે, નવા પર્યાયને ગ્રહણ કરે છે અને પોતાના પ્રવાહી સત્ત્વની અનુવૃત્તિ જાળવી રાખે છે. તે દ્રવ્ય શુદ્ધ હોય કે અશુદ્ધ આ પરિવર્તનચક્રથી અસ્પષ્ટ નથી રહી શકતું. કોઈ પણ કોઈ પણ પદાર્થના ઉત્પાદ અને વ્યયરૂપ પરિવર્તનને રોકી શકતું નથી કે ન તો એટલી હદ સુધી વિલક્ષણ પરિણમન કરાવી શકે છે કે તે પોતાના સત્ત્વને જ સમાપ્ત કરી નાખે અને સર્વથા ઉચ્છિન્ન થઈ જાય.
(૩) કોઈ પણ દ્રવ્ય કોઈ સજાતીય કે વિજાતીય દ્રવ્યાન્તર રૂપે પરિણમી શકતું નથી. એક ચેતન ન તો અચેતન બની શકે છે કે ન તો ચેતનાન્તર. તે ચેતન ‘તચ્ચેતન' જ રહેશે અને અચેતન ‘તદચેતનજ રહેશે.
(૪) જેવી રીતે બે યા અનેક અચેતન પુદ્ગલપરમાણુ મળીને એક સંયુક્ત સમાન સ્કલ્પરૂપ પર્યાય ઉત્પન્ન કરે છે તેવી રીતે બે ચેતન મળીને એક સંયુક્ત પર્યાય ઉત્પન્ન કરી શકતા નથી, પ્રત્યેક ચેતનનું સદા વતન્ન પરિણમન જ રહેશે.
(૫) પ્રત્યેક દ્રવ્યની પોતાની મૂલ દ્રવ્યશક્તિઓ અને યોગ્યતાઓ સમાનપણે સુનિશ્ચિત છે, તેમનામાં ફેરફાર થઈ શકતો નથી. કોઈ એવી નવી શક્તિ કારણાન્તરથી આવી શકતી નથી કે જેનું અસ્તિત્વ દ્રવ્યમાં હોય જ નહિ. તેવી જ રીતે કોઈ વિદ્યમાન શક્તિ સર્વથા નાશ પામી શકતી નથી.
(૬) દ્રવ્યગત શક્તિઓ સમાન હોવા છતાં પણ અમુક ચેતન કે અચેતનમાં સ્થૂલ પર્યાય સબંધી અમુક યોગ્યતાઓ પણ નિયત છે. તેમનામાંથી જેની સામગ્રી મળી જાય છે તેનો વિકાસ થાય છે. ઉદાહરણાર્થ, પ્રત્યેક પુદ્ગલાણુમાં પુદ્ગલની