________________
૬૦
મા જૈનદર્શન જ્ઞાન આદિ ગુર્થોના પરિવર્તનને આપણે સ્વયં અનુભવીએ છીએ તથા દશ્ય વિશ્વમાં સત્ની ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યશીલતા પ્રમાણસિદ્ધ છે ત્યારે લોકનું કોઈ પણ સત ઉત્પાદ આદિથી રહિત હોવાની કલ્પના જ કરી શકાતી નથી. એક મૃપિંડ પિંડાકારને છોડી ઘટનો આકાર ધારણ કરે છે તથા માટી બન્ને અવસ્થાઓમાં અનુગત રહે છે. વસ્તુના સ્વરૂપને સમજવા માટેનું આ એક સ્કૂલ દષ્ટાન્ત છે. તેથી જગતનું પ્રત્યેક સત, ચેતન હો કે અચેતન, પરિણામીનિત્ય છે, ઉત્પાદ-વ્યયપ્રૌવ્યવાળું છે. તે પ્રતિક્ષણ પર્યાયાન્તરને પામતું હોવા છતાં સમાપ્ત થઈ જતું નથી, સર્વથા નાશ પામતું નથી, તે ધ્રુવ છે.
જીવદ્રવ્યમાં જે આત્માઓ કર્મબન્ધનને કાપીને સિદ્ધ થઈ ગયા છે તે મુક્ત જીવોનું પણ સિદ્ધિ પ્રાપ્તિના કાળથી અનન્ત કાળ સુધી સદા શુદ્ધ જ પરિણમન થયા કરે છે. સમાન અને એકરસ પરિણમનની ધારા સદા ચાલ્યા કરે છે, તેમાં ક્યારેય કોઈ વિલક્ષણતા નથી આવતી. બાકી રહી જાય છે સંસારી જીવ અને અનન્ત પુદ્ગલ, જેમનો રંગમંચ આ દશ્ય વિશ્વ છે. તેમનામાં સ્વાભાવિક અને વૈભાવિક એ બન્ને પ્રકારનાં પરિણમનો થાય છે, ફરક એટલો જ છે કે સંસારી જીવ એક વાર શુદ્ધ થઈ જાય છે પછી તેમાં ક્યારેય પાછી અશુદ્ધતા આવતી નથી જ્યારે પુદ્ગલ સ્કન્ધો પોતાની શુદ્ધ દશા પરમાણુરૂપતામાં પહોંચીને પણ ફરી પાછા અશુદ્ધ બની જાય છે. પુદ્ગલની શુદ્ધ અવસ્થા પરમાણુ છે અને અશુદ્ધ દશા સ્કન્ધ અવસ્થા છે. પુદગલદ્રવ્યો સ્કન્ધ બનીને ફરી પાછા પરમાણુ અવસ્થામાં પહોંચી જાય છે અને પાછાં પરમાણુથી સ્કન્ધ બની જાય છે. સારાંશ એ કે સંસારી જીવ અને અનન્ત પુદ્ગલ પરમાણુ પણ પ્રતિક્ષણ પોતાના પરિણામી સ્વભાવના કારણે એકબીજાના પરસ્પર નિમિત્ત બનીને સ્વપ્રભાવિત પરિણમનના પણ જનક બની જાય છે. એક હાઈડ્રોજનનો સ્કન્ધ ઓક્સિજનના સ્કન્ધ સાથે મળીને જલપર્યાયને પ્રાપ્ત કરે છે, પછી ગરમીનું સન્નિધાન પામીને વરાળ બની ઊડી જાય છે, પછી ઠંડી પ્રાપ્ત કરીને પાણી બની જાય છે, અને આમ અનન્ત પ્રકારના પરિવર્તનના ચક્રમાં બાહ્યઆભ્યન્તર સામગ્રી અનુસાર પરિણત થતો રહે છે. આ જ હાલ સંસારી જીવના છે. તેમાં પણ પોતાની સામગ્રી અનુસાર ગુણપર્યાયોનું પરિણમન બરાબર થતું રહે છે. કોઈ પણ સમય પરિવર્તનથી શૂન્ય નથી હોતો. આ પરિવર્તનપરંપરામાં પ્રત્યેક દ્રવ્ય પોતે જ ઉપાદાનકારણ હોય છે અને અન્ય દ્રવ્ય નિમિત્તકારણ.
ધર્મદ્રવ્ય - જીવો અને પુદ્ગલોની ગતિક્રિયામાં ધર્મદ્રવ્ય સાધારણ ઉદાસીન નિમિત્ત બને છે, પ્રેરક કારણ બનતું નથી, જેમ તરણચલન કરવા તત્પર માછલી માટે જલ કારણ તો છે પરંતુ પ્રેરણા કરતું નથી.