________________
લોકવ્યવસ્થા
૫૯ અણુઓથી આ લોક ઠસોઠસ ભરેલો છે. આ જ પરમાણુઓના પરસ્પર જોડાવાથી નાનામોટા સ્કલ્પોરૂપ અનેક અવસ્થાઓ થાય છે. પરિણમનોના પ્રકાર
સના પરિણામો બે પ્રકારના થાય છે - એક સ્વભાવાત્મક અને બીજો વિભાવરૂપ. ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને અસંખ્ય કાલાણુ દ્રવ્ય એ સદા શુદ્ધ સ્વભાવરૂપ પરિણમન કરે છે. તેમનામાં પૂર્વ પર્યાય નાશ પામીને જે નવો ઉત્તર પર્યાય ઉત્પન્ન થાય છે તે સંદશ અને સ્વભાવાત્મક જ હોય છે, તેનામાં વિલક્ષણતા નથી આવતી. પ્રત્યેક દ્રવ્યમાં એક “અગુરુલઘુ ગુણ યા શક્તિ છે, જેના કારણે દ્રવ્યની સમતુલા જળવાઈ રહે છે, તે ન તો ગુરુ થાય છે કે ન તો લઘુ. આ ગુણ દ્રવ્યની નિજ રૂપમાં સ્થિરતા - મૌલિકતા કાયમ ટકાવી રાખે છે. આ ગુણમાં અનન્તભાગ વૃદ્ધિ આદિ ષડ્રગુણી હાનિવૃદ્ધિ થતી રહે છે. જેનાથી આ દ્રવ્યો પોતાના ધ્રૌવ્યાત્મક પરિણામી સ્વભાવને ધારણ કરે છે અને ક્યારેય પોતાના દ્રવ્યત્વને છોડતાં નથી. તેમનામાં ક્યારેય પણ વિભાવ યા વિલક્ષણ પરિણમન થતું નથી અને ન તો કહેવા યોગ્ય કોઈ એવો ફરક આવે છે કે જેનાથી પ્રથમ ક્ષણના પરિણમનથી બીજી ક્ષણના પરિણમનનો ભેદ બતાવી શકાય. પરિણમનનો કોઈ અપવાદ નથી
અહીં એ પ્રશ્ન સ્વાભાવિક થાય છે કે જ્યારે અનાદિ કાળથી અનન્તકાળ સુધી આ દ્રવ્યો એક જેવું સમાન પરિણમન કરે છે, તેમનામાં ક્યારેય પણ ક્યાંય પણ કોઈ પણ જાતની વિસદશતા, વિલક્ષણતા યા અસમાનતા નથી આવતી ત્યારે તેમનામાં પરિણમન અર્થાત પરિવર્તન થાય છે એમ કેવી રીતે કહી શકાય ? તેમનામાં પરિણમન થાય છે એની ખાતરી શું? પરંતુ જ્યારે લોકનું પ્રત્યેક સત્ સદા પરિણામી છે, કૂટનિત્ય નથી, સદા શાશ્વત નથી ત્યારે સના આ અપરિહાર્ય અને અનિવાર્ય નિયમનું ઉલ્લંઘન આકાશ આદિ સત કેવી રીતે કરી શકે? તેમનું અસ્તિત્વ જ ત્રયાત્મક અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે. આનો અપવાદ કોઈ પણ સત્ ક્યારેય પણ નથી હોઈ શકતું, ભલે ને તેમનું પરિણમન આપણા શબ્દોનો કે સ્થૂલ જ્ઞાનનો વિષય ન હોય, પરંતુ આ પરિણામિત્વનો અપવાદ કોઈ પણ સત્ હોઈ શકતું નથી.
તાત્પર્ય એ કે જ્યારે આપણે એક પુદ્ગલપરમાણુમાં થતા પ્રતિક્ષણ પરિવર્તનને તેના સ્કન્ધ આદિ કાર્યો દ્વારા જાણીએ છીએ, એક સત્ આત્મામાં થતા