________________
મૂલમન્ત્ર
ચોથું પ્રકરણ લોકવ્યવસ્થા
જૈની લોકવ્યવસ્થાનો મૂલમન્ત્ર છે
भावस्स णत्थि णासो णत्थि अभावस्स चेव उप्पादो ।
गुणपज्जएसु માવા ૩પ્પાયવયં પવંતિ ?૦ના પંચાસ્તિકાય.
કોઈ ભાવનો અર્થાત્ સત્નો અત્યન્ત નાશ થતો નથી અને કોઈ અભાવનો અર્થાત્ અસત્નો ઉત્પાદ થતો નથી. બધા પદાર્થો પોતપોતાના ગુણ અને પર્યાયરૂપે ઉત્પાદ અને વ્યય પામે છે. લોકમાં જેટલા સત્ છે તે બધા વૈકાલિક સત્ છે. તેમની સંખ્યામાં ક્યારેય ફેરફાર થતો નથી. તેમના ગુણો અને પર્યાયોમાં પરિવર્તન અવશ્યભાવી છે, તેનો કોઈ અપવાદ શક્ય નથી. આ વિશ્વમાં અનન્ત ચેતન, અનન્ત પુદ્ગલાણુ, એક આકાશ, એક ધર્મદ્રવ્ય, એક અધર્મદ્રવ્ય અને અસંખ્ય કાલાણુ દ્રવ્ય છે. તેમનાથી લોક વ્યાપ્ત છે. જેટલા આકાશદેશમાં આ જીવ આદિ દ્રવ્યો મળે છે તેને લોક કહેવામાં આવે છે. લોકની બહાર પણ આકાશ છે, તે અલોક કહેવાય છે. લોકગત આકાશ અને અલોકગત આકાશ બન્ને એક અખંડ દ્રવ્ય છે. આ વિશ્વ આ અનન્તાનન્ત સત્નો વિરાટ આગાર છે અને અકૃત્રિમ છે.` પ્રત્યેક સત્ પોતે પોતામાં પરિપૂર્ણ, સ્વતન્ત્ર અને મૌલિક છે.
સત્નું લક્ષણ છે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોવું. પ્રત્યેક સત્ પ્રતિક્ષણ પરિણમન કરે છે. તે પૂર્વ પર્યાયને છોડીને ઉત્તર પર્યાયને ધારણ કરે છે. તેની આ પૂર્વ પૂર્વ પર્યાયોના વ્યય અને ઉત્તર ઉત્તર પર્યાયોના ઉત્પાદની ધારા અનાદિ અને અનન્ત છે, ક્યારેય પણ વિચ્છિન્ન નથી થતી. ચેતન કે અચેતન કોઈ પણ સત્ આ ઉત્પાદ-વ્યયના ચક્રની બહાર નથી. આ તેનો નિજ સ્વભાવ છે. તેનો મૌલિક ધર્મ ૧. તોગો અધિટ્ટિમો હતુ । મૂલાચાર, ગાથા ૭૧૨.
૨. ઉત્સાયપ્રોવ્યયુ સત્ । તત્ત્વાર્થસૂત્ર, ૫.૩૦.