________________
ભારતીય દર્શનને જૈનદર્શનનું પ્રદાન
પપ વ્યવહારમૂલક જ હોઈ શકે છે. જેમનામાં અહિંસા, દયા આદિ સદ્ગતના સંસ્કાર વિકસિત હોય તેઓ બ્રાહ્મણ, પરરક્ષાની વૃત્તિવાળા ક્ષત્રિય, કૃષિ-વાણિજ્ય આદિ વ્યાપારપ્રધાન વૈશ્ય અને શિલ્પ-સેવા આદિથી આજીવિકા ચલાવનારા શૂદ્ર છે. કોઈ પણ શૂદ્ર પોતાની અંદર વ્રત આદિ સદ્ગણોનો વિકાસ કરીને બ્રાહ્મણ બની શકે છે.' મનુષ્યના બ્રાહ્મણ હોવાનો આધાર વ્રતસંસ્કાર છે, નહિ કે નિત્ય બ્રાહ્મણત્વ જાતિ.
જૈનદર્શને એક તરફ પદાર્થવિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાની મૌલિક દષ્ટિ રાખી છે તો બીજી તરફ સમાજરચના અને વિશ્વશાન્તિના મૂળભૂત સિદ્ધાન્તોનું પણ વિવેચન કર્યું છે. તે સિદ્ધાન્તોમાં નિરીશ્વરવાદ અને વર્ણવ્યવસ્થાને વ્યવહારકલ્પિત માનવી એ બે મુખ્ય છે. એ સાચું કે કેટલાક સંસ્કાર વંશાનુગત હોય છે, પરંતુ તેમને સમાજરચનાનો આધાર બનાવી ન શકાય. સામાજિક અને સાર્વજનિક સાધનોના વિશિષ્ટ સંરક્ષણ માટે વર્ણવ્યવસ્થાની દુહાઈ દઈ શકાય નહિ. સાર્વજનિક વિકાસનો અવસર પ્રત્યેકને સમાનપણે મળતો હોય ત્યારે જ સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે છે.
અનુભવની પ્રમાણતા
ધર્મજ્ઞ અને સર્વજ્ઞના વિષયના પ્રસંગમાં અમે કહી ગયા છીએ કે શ્રમણ પરંપરામાં પુરુષ પ્રમાણ છે, ગ્રન્થવિશેષ પ્રમાણ નથી. એનો અર્થ એ કે શબ્દ સ્વતઃ પ્રમાણ ન હોતાં પુરુષના અનુભવની પ્રમાણતાથી અનુપ્રાણિત હોય છે. મીમાંસકે લૌકિક શબ્દોમાં વક્તાના ગુણો અને દોષોની એક હદ સુધી ઉપયોગિતા સ્વીકારીને પણ ધર્મના વિષયમાં વૈદિક શબ્દોને પુરુષના ગુણ-દોષથી મુક્ત રાખીને સ્વતઃ પ્રમાણ માન્યા છે. પહેલી વાત તો એ કે જ્યારે ભાષાત્મક શબ્દો એકાન્તપણે પુરુષના પ્રયત્નથી જ ઉત્પન્ન થાય છે અને તેથી તેમને અપૌરુષેય અને અનાદિ માનવાની વાત જ અનુભવવિરુદ્ધ છે ત્યારે તેમને સ્વતઃ પ્રમાણ માનવાની વાત તો બહુ દૂરની છે. વક્તાનો અનુભવ જ શબ્દની પ્રમાણતાનો મૂલ સ્રોત છે.. પ્રામાણ્યવાદના વિચારમાં અમે આ મુદ્દાનું વિસ્તૃત વિવેચન કર્યું છે. સાધનની પવિત્રતાનો આગ્રહ
ભારતીય દર્શનોમાં વાદકથાનો ઇતિહાસ એક તરફ તો અનેક રીતે મનોરંજક છે તો બીજી તરફ તેમાં દર્શનોની પોતપોતાની પરંપરાઓની કેટલીક મૌલિક દષ્ટિઓનું પણ દર્શન થાય છે. નૈયાયિકોએ શાસ્ત્રાર્થમાં જીતવા માટે છલ, જાતિ ૧. બ્રાહ્મUT: વ્રતસંસ્કૃR[... આદિપુરાણ, ૩૮.૪૬ .