________________
૫૪
કર્મણા વર્ણવ્યવસ્થા
જૈનદર્શન
વ્યવહાર માટે ગુણ-કર્મ અનુસાર વર્ણવ્યવસ્થા કરવામાં આવી હતી કે જેથી સમાજરચનામાં અસુવિધા ન થાય. પરંતુ વર્ગસ્વાર્થીઓએ ઈશ્વરની સાથે તેનો પણ સંબંધ જોડી દીધો અને જોડવો પણ જોઈતો હતો અર્થાત્ જોડ્યા વિના ચાલે તેમ ન હતું કેમ કે જ્યારે ઈશ્વર જગતનો નિયંતા છે ત્યારે જગત અન્તર્ગત વર્ણવ્યવસ્થા તેના નિયત્રણથી પર કેવી રીતે રહી શકે ? ઈશ્વરનો સહારો લઈને આ વર્ણવ્યવસ્થાને ઈશ્વરીય રૂપ આપી દીધું અને કહી દીધું કે બ્રાહ્મણ ઈશ્વરના મુખમાંથી, ક્ષત્રિય તેના બાહુઓમાંથી, વૈશ્ય તેના ઉદરમાંથી અને શૂદ્ર તેના પગમાંથી ઉત્પન્ન થયા છે. તેમના અધિકારો પણ જુદા જુદા છે અને કર્તવ્યો પણ જુદાં જુદાં છે. અનેક જન્મસિદ્ધ સંરક્ષણોનું સમર્થન પણ ઈશ્વરના નામે કરવામાં આવ્યું છે. એનું પરિણામ એ આવ્યું કે ભારતવર્ષમાં વર્ગસ્વાર્થીના આધારે અનેક પ્રકારની વિષમતાઓનું સર્જન થયું. કરોડો માનવો દાસ, અન્ત્યજ અને શૂદ્રના નામોથી વંશપરંપરાગત નિર્દેલન અને ઉત્પીડનના શિકાર બન્યા. શૂદ્રોને તો ધર્માધિકારથી પણ વંચિત કરવામાં આવ્યા. આ વર્ણધર્મના સંરક્ષણના કારણે જ ઈશ્વરને મર્યાદાપુરુષોત્તમ કહેવામાં આવ્યા છે. અર્થાત્ જે વ્યવસ્થા લૌકિક વ્યવહાર અને સમાજરચના માટે કરવામાં આવી હતી અને જેમાં યુગાનુસાર પરિવર્તનની શક્યતા હતી તે ધર્મ અને ઈશ્વરના નામે બદ્ધમૂલ બની ગઈ.
જૈનધર્મમાં માનવમાત્રને વ્યક્તિસ્વાતન્ત્યના પરમ સિદ્ધાંત અનુસાર સમાન ધર્માધિકાર તો આપ્યો જ પરંતુ સાથે સાથે જ આ વ્યાવહારિક વર્ણવ્યવસ્થાને સમાજવ્યવહાર સુધી ગુણ-કર્મ અનુસાર જ સીમિત રાખી.
-
દાર્શનિક યુગમાં દ્રવ્યત્વ આદિ સામાન્યોની જેમ વ્યવહારકલ્પિત બ્રાહ્મણત્વ આદિજાતિઓનું પણ નિત્ય, એક અને અનેકાનુગત માનીને જે સમર્થન કરવામાં આવ્યું છે અને તેની અભિવ્યક્તિ બ્રાહ્મણ માતા-પિતાથી ઉત્પન્ન થવાના કારણે જે બતાવવામાં આવી છે - આ બધી વાતોનું ખંડન જૈન અને બૌદ્ધ ગ્રન્થોમાં પ્રચુરપણે મળે છે.૧ તેમનો સિદ્ધાન્ત સીધો છે કે મનુષ્યોમાં જ્યારે મનુષ્યત્વ નામનું સામાન્ય જ સાદૃશ્યમૂલક છે ત્યારે બ્રાહ્મણત્વ આદિ જાતિઓ પણ સદશ આધાર અને ૧. જુઓ પ્રમાણવાર્તિકાલંકાર, પૃ.૨૨. તત્ત્વસંગ્રહ, કારિકા ૩૫૭૯. પ્રમેયકમલમાર્તંડ, પૃ.૪૮૩. ન્યાયકુમુદચન્દ્ર, પૃ.૭૭૦. સન્મતિતર્કપ્રકરણટીકા, પૃ. ૬૯૭. સ્યાદ્વાદરત્નાકર, પૃ. ૯૫૯.