________________
લોકવ્યવસ્થા
ઉપાદનકારણ બને એ વાત ન કેવળ યુક્તિવિરુદ્ધ છે પરંતુ દ્રવ્યોના નિજ સ્વભાવથી વિપરીત પણ છે. કોઈ પણ દ્રવ્ય સદા અવિકારી નિત્ય હોઈ શકતું જ નથી. અનન્ત પદાર્થોના અનન્ત પર્યાયો પર નિયત્રણ રાખવા જેવું મહાપ્રભુત્વ ન કેવલ અવૈજ્ઞાનિક છે પરંતુ પદાર્થસ્થિતિની વિરુદ્ધ પણ છે.
૬૩
નિમિત્ત અને ઉપાદાન
જે કારણ સ્વયં કાર્યરૂપમાં પરિણત થઈ જાય તે ઉપાદાનકારણ છે અને જે કારણ સ્વયં કાર્યરૂપે પરિણત તો ન થાય પરંતુ તે પરિણમનમાં મદદ કરે તે નિમિત્ત યા સહકારી કારણ કહેવાય છે. ઘટમાં માટી ઉપાદાનકારણ છે કેમ કે માટી સ્વયં ઘડો બની જાય છે, અને કુંભાર નિમિત્તકારણ છે કેમ કે કુંભાર સ્વયં ઘડો નથી બનતો પણ ઘડો બનવામાં મદદ કરે છે. પ્રત્યેક સત્ યા દ્રવ્ય પ્રતિક્ષણ પોતાના પૂર્વ પયાર્યને છોડીને ઉત્ત૨ પર્યાયને ધારણ કરે છે, આ એક નિરપવાદ નિયમ છે. બધાં દ્રવ્યો પ્રતિક્ષણ પોતપોતાની ધારામાં પરિવર્તિત થઈને સશ યા વિસદશ અવસ્થાઓમાં બદલાતાં રહે છે. તે પરિવર્તનધારામાં જે સામગ્રી ઉપસ્થિત થાય છે યા ઉપસ્થિત કરાવવામાં આવે છે તેના બલાબલથી પરિવર્તનમાં થતો પ્રભાવ તરતમભાવ પામે છે. નદીના ઘાટ પર જો કોઈ વ્યક્તિ લાલ રંગ જલમાં મેળવી દે તો તે લાલ રંગની શક્તિ અનુસાર આગળનો પ્રવાહ અમુક હદ સુધી લાલ બનતો રહે છે, અને જો નીલ રંગ મેળવશે તો નીલ બનતો રહેશે. જો કોઈ બીજી ઉલ્લેખનીય નિમિત્તસામગ્રી નહિ આવે તો જે સામગ્રી છે તેની અનુકૂળતા અનુસાર તે ધારાનું સ્વચ્છ, અસ્વચ્છ કે અર્ધસ્વચ્છ પરિણમન થતું રહે છે. એ તો નિશ્ચિત છે કે લાલ યા નીલ પરિણમન જે પણ નદીની ધારામાં થયું છે તેમાં જલપુજ ઉપાદનકારણ છે જે સ્વયં ધારા બનીને વહી રહ્યો છે કેમ કે તે જ જલ પોતાનું પુરાણુ રૂપ બદલીને લાલ કે નીલ બન્યું છે. તેમાં નિમિત્ત યા સહકારી કારણ બને છે પેલો મેળવેલો લાલ યા નીલ રંગ. ઉપાદાનકારણ અને નિમિત્તકા૨ણની સ્થિતિ સમજવા માટે આપવામાં આવેલું આ તો એક સ્થૂળ દૃષ્ટાન્ત છે.
અમે પહેલાં જણાવી ગયા છીએ કે ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, કાલદ્રવ્ય અને શુદ્ધ અર્થાત્ મુક્ત જીવ દ્રવ્યનાં પરિણમનો સદા એકસરખા હોય છે, તેમના ઉપર બહારનો કોઈ પ્રભાવ પડતો નથી કેમ કે તેમનામાં વૈભાવિક શક્તિ નથી. શુદ્ધ જીવમાં સ્વાભાવિક શક્તિનું સદા સ્વાભાવિક પરિણમન થાય છે. તેમની ઉપાદાનપરંપરા સુનિશ્ચિત છે અને તેમની ઉપર નિમિત્તનું કોઈ બળ કે પ્રભાવ પડતો નથી. તેથી નિમિત્તોની ચર્ચા પણ તેમના સંબંધમાં વ્યર્થ છે. આ બધાં