________________
લોકવ્યવસ્થા
૬૫ પર્યાયમાં સામેલ હોવા છતાં પણ, સ્વતંત્ર અસ્તિત્વ પણ બરાબર ટકી રહે છે. તે સ્કન્ધમાં સમ્મિલિત પરમાણુઓનું પોતપોતાનું સ્વતંત્ર પરિણમન બહુધા એક પ્રકારનું હોય છે. તેથી તે એકસરખા પરિણમનને કેરી સંજ્ઞા આપી દેવામાં આવે છે. જેમ અનેક પુદ્ગલાણુ દ્રવ્ય સમ્મિલિત થઈને એક સાધારણ સ્કન્ધપર્યાયનું નિર્માણ કરી લેતા હોવા છતાં પણ સ્વતન્ત્ર છે તેમ સંસારી જીવોમાં પણ અવિકસિત દશામાં અર્થાત નિગોદની અવસ્થામાં અનન્ત જીવોની સાધારણ સંદેશ પરિણમનની સ્થિતિ થઈ જાય છે અને તે સમયે તેમનો આહાર સાધારણ, શ્વાસોચ્છવાસ સાધારણ, જીવન સાધારણ અને મરણ પણ સાધારણ જ હોય છે. એક મરતાં બધા મરી જાય છે, એક જીવિત રહેતાં બધા જીવિત રહે છે. આવી પ્રવાહપતિત સાધારણ અવસ્થા હોવા છતાં પણ તેમનું પોતાનું આગવું વ્યક્તિત્વ નાશ પામતું નથી, પ્રત્યેક જીવ પોતાનો વિકાસ કરવામાં સ્વતન્ત્ર રહે છે. તેમની ચેતના વિકાસ પામીને કીડામકોડા, પશુ-પક્ષી, મનુષ્ય, દેવ આદિ વિવિધ વિકાસશ્રેણીઓ ઉપર પહોંચી જાય છે. તે જ ચેતના કર્મબંધનો કાપીને સિદ્ધ પણ બની જાય છે.
સારાંશ એ કે પ્રત્યેક સંસારી જીવ અને પુદ્ગલાણુમાં બધાં જ સંભાવ્ય પરિણમનો સાક્ષાત્ યા પરંપરાથી સામગ્રીની ઉપસ્થિતિમાં થતાં રહે છે. તે પરિણમનો ક્યારેક સમાન હોય છે અને ક્યારેક અસમાન હોય છે. અસમાનતાનો અર્થ એટલી અસમાનતા નથી કે એક દ્રવ્યનાં પરિણમનો બીજા સજાતીય યા વિજાતીય દ્રવ્યરૂપ બની જાય અને પોતાની પર્યાયપરંપરાની ધારાનું ઉલ્લંઘન કરે. તેમણે પોતાના પરિણામી સ્વભાવના કારણે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક પરિણમન કરવું જ પડશે. તેઓ કોઈ પણ ક્ષણે પરિણામશૂન્ય હોઈ શકે જ નહિ. “તમાવ: રામ:' તત્ત્વાર્થસૂત્ર, ૫.૪૨ - તે “સ’નું તે જ રૂપમાં હોવું, પોતાની સીમાનું ઉલ્લંઘન કર્યા વિના થતા રહેવું, પ્રતિક્ષણ પર્યાયરૂપે પ્રવાહમાન થવું જ એ પરિણામ છે. તે ન તો ઉપનિષદ્વાદીઓના પક્ષની જેમ ફૂટસ્થનિત્ય છે કે ન તો બૌદ્ધોના દીપનિર્વાણવાદી પક્ષની જેમ ઉચ્છિન્ન થનાર છે. સાચું પૂછો તો, બુદ્ધ જે બે અન્તોથી છેડાઓથી) ડરીને આત્માનું કથન અશાશ્વત અને અનુચ્છિન્ન આ ઉભય પ્રતિષેધની મદદથી કર્યું યા આત્માને અવ્યાકૃત કહ્યો અને જે અવ્યાપ્તતાના કારણે નિર્વાણના સંબંધમાં સન્તાનોચ્છેદનો એક પક્ષ પેદા થયો, તે સર્વથા ઉભય અન્તોનું તાત્ત્વિક દષ્ટિએ વિવેચન અનેકાન્તદ્રષ્ટા ભગવાન મહાવીરે કર્યું અને દર્શાવ્યું કે પ્રત્યેક વસ્તુ પોતાના
૧. હિરામદારો સERMમાપાહિ રા.
સાદનીવામાં સારવવુ મળિયે | ગોમ્મસાર, જીવકાંડ, ગાથા ૧૯૧.