________________
૨૮
જૈનદર્શન આચાર્ય હરિભદ્ર તર્કની અસમર્થતા બહુ સ્પષ્ટ રીતે બતાવે છે -
ज्ञायेरन् हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः । કાનૈતાવતા તેષાં કૃત: ચર્થનિર્ણયઃ II યોગદષ્ટિસમુચ્ચય, ૧૪૫.
અર્થાત જો હેતુવાદ દ્વારા એટલે કે તર્ક દ્વારા અતીન્દ્રિય પદાર્થોનો નિશ્ચય કરવો શક્ય હોત તો આજ સુધી મોટા મોટા તર્કમનીષીઓ થઈ ગયા, તેમણે આ પદાર્થોનો નિર્ણય આજ સુધીમાં કરી નાખ્યો હોત. પરંતુ અતીન્દ્રિય પદાર્થોના સ્વરૂપનો કોયડો પહેલેથી પણ અધિક જટિલ અને ગૂંચવાડાવાળો બની ગયો છે. તે વિજ્ઞાનનો વિજય માનવો જોઈએ જેણે ભૌતિક પદાર્થોની અતીન્દ્રિયતા ઘણી હદ સુધી સમાપ્ત કરી નાખી છે અને તેનો ફેંસલો પોતાનાં પ્રયોગશાળામાં કરી નાખ્યો છે. દર્શનનો અર્થ નિર્વિકલ્પક નથી
બૌદ્ધ પરંપરામાં દર્શન શબ્દનો વ્યવહાર યા પ્રયોગ નિર્વિકલ્પક પ્રત્યક્ષના અર્થમાં થાય છે. તેના દ્વારા જો કે યથાર્થ વસ્તુના બધા ધર્મોનો અનુભવ થઈ જાય છે, અખંડભાવે પૂરી વસ્તુ તેનો વિષય બની જાય છે પરંતુ નિશ્ચય નથી થતો - તેમાં સક્તાનુસારી શબ્દપ્રયોગ થતો નથી. તેથી તે તે અંશોના નિશ્ચય માટે વિકલ્પજ્ઞાન તથા અનુમાન પ્રવૃત્ત થાય છે. આ નિર્વિલ્પક પ્રત્યક્ષ દ્વારા વસ્તુનું સ્વરૂપ અનુભવમાં આવે છે તે વસ્તુતઃ શબ્દોને અગોચર છે. શબ્દ ત્યાં સુધી પહોચી શકતો નથી. સમસ્ત વાચ્ય-વાચક વ્યવહાર બુદ્ધિકલ્પિત છે, તે દિમાગ સુધી જ સીમિત છે. તેથી આ દર્શન દ્વારા આપણે વસ્તુને જાણી પણ લઈએ તો પણ તે વસ્તુ તે રૂપમાં આપણા વચનવ્યવહારમાં આવી શકતી નથી. સામાન્ય રીતે એટલું જ સમજી શકીએ છીએ કે નિર્વિકલ્પક દર્શનથી વસ્તુના અખંડ રૂપની કંઈક ઝાંખી મળે છે જે અખંડરૂપ શબ્દગોચર નથી. તેથી દર્શનશાસ્ત્રનો દર્શન શબ્દ આ નિર્વિકલ્પક પ્રત્યક્ષ'ની સીમામાં બંધાઈ શકતો નથી, કેમ કે દર્શનનો પૂરો ફેલાવો વિકલ્પષેત્ર અને શબ્દપ્રયોગની ભૂમિ પર થયો છે.
અર્થક્રિયા માટે વસ્તુના નિશ્ચયની આવશ્યકતા છે. કાર્ય કરવા માટે, પ્રવૃત્તિ માટે વસ્તુના નિશ્ચયની આવશ્યકતા છે. આ નિશ્ચય વિકલ્પરૂપ જ હોય છે. જે વિકલ્પોને વસ્તુદર્શનનું પૃષ્ઠબળ પ્રાપ્ત છે તે વિકલ્પો પ્રમાણ છે અર્થાત જે વિકલ્પોનો સંબંધ સાક્ષાત્ યા પરંપરાથી વસ્તુની સાથે જોડાઈ શકે છે તે વિકલ્પો પ્રાપ્ય વસ્તુની દષ્ટિએ પ્રમાણકોટિમાં આવે છે. જે વિકલ્પોને દર્શનનું પીઠબળ પ્રાપ્ત નથી અર્થાત જે વિકલ્પો કેવળ વિકલ્પવાસનાથી ઉત્પન્ન થાય છે તે વિકલ્પો અપ્રમાણ છે. તેથી જો દર્શન શબ્દને આત્મા આદિ પદાર્થોના સામાન્ય અવલોકનના અર્થમાં લેવામાં