________________
વિષયપ્રવેશ
૩૭
ભવિષ્યની વાતોની જાણકારી દેખાડી તે તો અહીં ઈશ્વરના અવતારના રૂપમાં પણ પૂજાયો. ભારતવર્ષ સદાય વિચાર અને આચારની ફળદ્રુપ ભૂમિ રહી છે. અહીંની વિચારદિશા પણ આધ્યાત્મિકતાની તરફ રહી છે. બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અહીંના સાધકો પોતાનાં ઘરબાર છોડી અનેક જાતનાં કષ્ટો સહન કરતા કરતા કૃ સાધનાઓ કરતા રહ્યા છે. જ્ઞાનીનું સન્માન કરવું એ તો અહીંની પ્રકૃતિમાં છે. બે વિચારધારાઓ
આમ એક ધારા તત્ત્વજ્ઞાન અને વિચારને મોક્ષનું સાક્ષાત્ કારણ માનતી હતી અને વૈરાગ્ય આદિને તે તત્ત્વજ્ઞાનના પોષક. વિષયનિવૃત્તિરૂપ વૈરાગ્ય વિના યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ દુર્લભ છે અને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી તે જ્ઞાનાગ્નિથી સમસ્ત કર્મોનો ક્ષય થઈ જાય છે. શ્રમણધારાનું સાધ્ય તત્ત્વજ્ઞાન ન હતું પણ ચારિત્ર હતું. આ ધારામાં તે તત્ત્વજ્ઞાન કંઈ કામનું નથી જે પોતાના જીવનમાં અનાસક્તિની સૃષ્ટિ ન કરે. તેથી આ ધારામાં મોક્ષનું સાક્ષાત્ કારણ તત્ત્વજ્ઞાનથી પરિપુષ્ટ ચારિત્ર દર્શાવ્યું છે. નિષ્કર્ષ એ કે વૈરાગ્ય આદિથી પુષ્ટ તત્ત્વજ્ઞાન હો કે તત્ત્વજ્ઞાનથી સમૃદ્ધ ચારિત્ર, બન્નેય પક્ષ તત્ત્વજ્ઞાનની અનિવાર્ય આવશ્યકતા સમજતા જ હતા. કોઈ પણ ધર્મ ત્યાં સુધી જનતામાં સ્થાયી આધાર પામી શકતો ન હતો, જ્યાં સુધી તેને પોતાનું તત્ત્વજ્ઞાન ન હોય. પશ્ચિમમાં ઈસાઈ ધર્મનો પ્રભુ ઈશુના નામથી એટલો વ્યાપક પ્રચાર થવા છતાં પણ તત્ત્વજ્ઞાનના અભાવમાં તે ત્યાંના વૈજ્ઞાનિકોની અને પ્રબુદ્ધ પ્રજાની જિજ્ઞાસાને પરિતુષ્ટ કરી શક્યો નહિ. ભારતીય ધર્મોને પોતપોતાનું દર્શન અવશ્ય રહ્યું છે અને તે સુનિશ્ચિત તત્ત્વજ્ઞાનની ધારા પર તે તે ધર્મોની પોતપોતાની આચારપદ્ધતિ બની છે. દર્શન વિના ધર્મ એક સામાન્ય નૈતિક નિયમો સિવાય કોઈ વિશેષ મહત્ત્વ ધરાવતો નથી અને ધર્મ વિના દર્શન પણ કોરી વાગ્ઝાળ જ સાબિત થાય છે. આ રીતે સામાન્યપણે ભારતીય ધર્મોને પોતપોતાના તત્ત્વજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે પોતપોતાનું દર્શન નિતાન્ત અપેક્ષણીય રહ્યું છે.
જૈનદર્શનનો વિકાસ માત્ર તત્ત્વજ્ઞાનની ભૂમિ પર ન થતાં આચારની ભૂમિ પર થયો છે. જીવનશોધનની વ્યક્તિગત મુક્તિપ્રક્રિયાનો અને સમાજ તથા વિશ્વમાં શાન્તિસ્થાપનની લોકૈષણાનો મૂલમંત્ર અહિંસા જ છે. અહિંસાનો નિરપવાદ અને નિરુપાધિ પ્રચાર સમસ્ત પ્રાણીઓના જીવનને આત્મસમ સમજ્યા વિના થઈ શકતો જ ન હતો. ‘“નહ મમ ળ પિયં સુવું નાળિત્તિ મેવ સવળીવાળ” [આચારાંગ] અર્થાત્ જેમ મને દુઃખ ગમતું નથી તેમ જગતના સમસ્ત પ્રાણીઓને પણ ગમતું નથી એમ સમજો. આ કરુણાપૂર્ણ વાણી અહિંસક મસ્તિષ્કમાંથી નહિ, હૃદયમાંથી નીકળે છે.