________________
૩૮
જૈનદર્શન શ્રમણધારાનું સમગ્ર તત્ત્વજ્ઞાન યા દર્શનવિસ્તાર જીવનશોધન અને ચારિત્રવૃદ્ધિ માટે થયો છે. અમે પહેલાં દર્શાવી દીધું છે કે વૈદિક પરંપરામાં તત્ત્વજ્ઞાનને મુક્તિનું સાધન માન્યું છે જ્યારે શ્રમણ ધારામાં ચારિત્રને. વૈદિક પરંપરા વૈરાગ્ય આદિથી જ્ઞાનને પુષ્ટ કરે છે, અને વિચારશુદ્ધિ કરીને મોક્ષ માની લે છે, જ્યારે શ્રમણ પરંપરા કહે છે કે તે જ્ઞાન યા વિચારનું કોઈ વિશેષ મૂલ્ય નથી જે જીવનમાં ન ઊતરે, જેની સુવાસથી જીવન સુવાસિત ન થાય. કોરું યા ઠાલું જ્ઞાન યા વિચાર બૌદ્ધિક વ્યાયામથી અધિક કંઈ પણ મહત્ત્વ ધરાવતો નથી. જૈન પરંપરામાં તત્ત્વાર્થસૂત્રનું આદિસૂત્ર છે - “ચનશાનવારિત્રન પોક્ષમાળા (૧.૧). આ સૂત્રમાં મોક્ષનું સાક્ષાત્ કારણ ચારિત્ર છે, અને સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન તે ચારિત્રના પરિપોષક છે. બૌદ્ધ પરંપરાનો અષ્ટાંગ માર્ગ પણ ચારિત્રનો જ વિસ્તાર છે. તાત્પર્ય એ કે શ્રમણધારામાં જ્ઞાનની અપેક્ષાએ ચારિત્રનું જ અન્તિમ મહત્ત્વ રહ્યું છે, અને પ્રત્યેક વિચાર યા જ્ઞાનનો ઉપયોગ ચારિત્ર અર્થાત્ આત્મશોધન માટે યા જીવનમાં સામજસ્ય સ્થાપવા માટે કરવામાં આવ્યો છે. શ્રમણ સંતોએ તપ અને સાધના દ્વારા વીતરાગતા પ્રાપ્ત કરી હતી અને તે પરમ વીતરાગતા, સમતા યા અહિંસાની પવિત્ર જ્યોતિને વિશ્વમાં પ્રસારિત કરવા માટે સમસ્ત તત્ત્વોનો સાક્ષાત્કાર કર્યો હતો. તેમનું સાધ્ય વિચાર નહિ, આચાર હતું; જ્ઞાન નહિ, ચારિત્ર હતું ; વાગ્વિલાસ યા શાસ્ત્રાર્થ નહિ, જીવનશુદ્ધિ અને સંવાદ હતું. અહિંસાનો અંતિમ અર્થ છે : જીવ માત્રમાં – તે સ્થાવર હોય કે જંગમ, પશુ હોય કે મનુષ્ય, બ્રાહ્મણ હોય કે શૂદ્ર, ગોરો હોય કે કાળો, એતદેશીય હોય કે પરદેશી, આ બધાં દેશ-કાલ અને શરીરાકારનાં આવરણોથી પર થઈને - સમત્વનું દર્શન કરવું. પ્રત્યેક જીવ સ્વરૂપથી ચૈતન્યશક્તિનો અખંડ શાશ્વત આધાર છે. તે કર્મવાસનાના કારણે ભલે વૃક્ષ, કડા, મકોડા, પશુ યા મનુષ્ય કોઈના પણ શરીરને કેમ ન ધારણ કરે, પરંતુ તેના ચૈતન્ય સ્વરૂપનો એક પણ અશ નષ્ટ થતો નથી, કર્મવાસનાઓથી વિકૃત ભલે થઈ જાય. આ જ રીતે મનુષ્ય પોતાના દેશ, કાલ આદિ નિમિત્તોથી ગોરા કે કાળા કોઈ પણ શરીરને ધારણ કર્યું હોય, પોતાની વૃત્તિ યા કર્મ અનુસાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય યા શુદ્ર કોઈ પણ શ્રેણીમાં તેની ગણના વ્યવહાર કરવામાં આવતી હોય, કોઈ પણ દેશમાં જન્મ લીધો હોય, કોઈ પણ સંતનો ઉપાસક હોય, તે આ વ્યાવહારિક નિમિત્તોના કારણે નિસર્ગતઃ ઊંચ યા નીચ બની શકતો નથી. માનવ માત્રની મૂલતઃ સમાન સ્થિતિ છે. આત્મસમત્વ, વીતરાગત્ યા અહિંસાના ૧. સમ્યક દૃષ્ટિ, સમ્યફ સંકલ્પ, સમ્યફ વચન, સમ્યક્ કર્માન્ત, સમ્યફ આજીવ,
સમ્યક વ્યાયામ, સમ્યફ સ્મૃતિ અને સમ્યક સમાધિ.