________________
ભારતીય દર્શનને જૈનદર્શનનું પ્રદાન
૫૧ અનુસાર તેના સ્વરૂપનું નિર્માણ પણ તે કરે છે. યુગે યુગે આવા જ મહાપુરુષો ધર્મતીર્થના કર્તા બને છે અને મોક્ષમાર્ગના નેતા પણ બને છે. તેઓ પોતે અનુભવેલા ધર્મમાર્ગનું પ્રવર્તન કરે છે એટલે તેમને તીર્થકર કહેવામાં આવે છે. તેઓ ધર્મના નિયમો-ઉપનિયમોમાં કોઈ પૂર્વશ્રુત યા ગ્રન્થનો સહારો લીધા વિના જ પોતાના નિર્મલ અનુભવ દ્વારા સ્વયં ધર્મનો સાક્ષાત્કાર કરે છે અને તે જ માર્ગનો ઉપદેશ આપે છે. જ્યાં સુધી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી તેઓ મૌન રહે છે અને માત્ર આત્મસાધનામાં લીન રહીને તે ક્ષણની પ્રતીક્ષા કરે છે જે ક્ષણે તેમને નિર્મલ બોધિની પ્રાપ્તિ થાય છે. જો કે પૂર્વ તીર્થકરો દ્વારા પ્રણીત શ્રુત તેમને વારસામાં મળે છે પરંતુ તેઓ તે પૂર્વશ્રતના પ્રચારક ન હોતાં પોતે જાતે જ અનુભવેલા ધર્મતીર્થની રચના કરે છે અને એટલે જ તેઓ તીર્થકર કહેવાય છે. જો તેઓ પૂર્વશ્રુતનો જ મુખ્યપણે સહારો લેતા હોત તો તેમની સ્થિતિ આચાર્યોથી
અધિક ન હોત. એ સાચું કે એક તીર્થંકરનો ઉપદેશ બીજા તીર્થંકરના ઉપદેશથી મૂલ સિદ્ધાંતોમાં ભિન્ન નથી હોતો કેમ કે સત્ય તો ત્રિકાલાબાધિત હોય છે અને એક હોય છે. વસ્તુનું સ્વરૂપ પણ જ્યારે સદાય એક મૂલધારામાં રહે છે ત્યારે તેનો મૂલ સાક્ષાત્કાર વિભિન્ન કાલોમાં પણ બે પ્રકારનો હોઈ શકે નહિ. શ્રીમદ્ રાજચન્દ્ર સાચું જ કહ્યું છે કે – “કરોડ જ્ઞાનીઓનો એક જ વિકલ્પ હોય છે જ્યારે એક અજ્ઞાનીના કરોડ વિકલ્પ હોય છે.” આનો સ્પષ્ટ અર્થ એ છે કે કરોડ જ્ઞાનીઓ પોતાના નિર્મળ જ્ઞાન દ્વારા સત્યનો સાક્ષાત્કાર કરે છે એટલે તેમનો પૂર્ણ સાક્ષાત્કાર બે પ્રકારનો હોઈ શકે નહિ, જયારે એક અજ્ઞાની પોતાની અનેક જાતની વાસના અનુસાર વસ્તુના સ્વરૂપને રંગબેરંગી, ચિત્ર-વિચિત્ર રૂપમાં તે રૂપોનો આરોપ કરીને દેખે છે. અર્થાત્ જ્ઞાની સત્યને જાણે છે, ઉપજાવતાં નથી જ્યારે અજ્ઞાની પોતાની વાસના અનુસાર સત્યને ઉપજાવવાનો પ્રયત્ન કરે છે. આ જ કારણે અજ્ઞાનીના કથનમાં પૂર્વાપર વિરોધ ડગલે ને પગલે જોવા મળે છે. બે અજ્ઞાનીઓનું કથન એકસરખું હોઈ શકતું નથી જ્યારે અસંખ્ય જ્ઞાનીઓનું કથન મૂળ રૂપમાં એક જ જાતનું હોય છે. બે અજ્ઞાનીઓની વાત જવા દો, એક જ અજ્ઞાની કષાયવશ ક્યારેક કંઈ કહે છે અને વળી ક્યારેક કંઈ જુદું જ કહે છે. તે ખુદ વિવાદ અને અસંગતિનું કેન્દ્ર હોય છે.
આગળ ઉપર અમે ધર્મજ્ઞતાના દાર્શનિક મુદ્દા ઉપર વિસ્તારથી લખીશું. અહીં તો એટલો જ નિર્દેશ કરવો ઇષ્ટ છે કે જૈનદર્શનની ધર્મજ્ઞતા અને સર્વજ્ઞતાની માન્યતાનું આ જીવનોપયોગી તથ્ય છે કે પુરુષ પોતાની વીતરાગ અને નિર્મલ જ્ઞાનની દશામાં વયં પ્રમાણ હોય છે. તે આત્મસંશોધનના માર્ગોનો સ્વયં સાક્ષાત્કાર કરે છે, પોતાના ધર્મપથનો સ્વયં જ્ઞાતા હોય છે અને એટલે જ મોક્ષમાર્ગનો નેતા પણ હોય છે. તે કોઈ