________________
४४
જૈનદર્શન તેવી જ રીતે વસ્તુના એક ધર્મના દર્શનમાં જ વસ્તુના સંપૂર્ણ સ્વરૂપના દર્શનનું અભિમાન કરવાને પણ વિઘાતક માને છે. આ જ્ઞાનલવધારીઓને ઉદાર દૃષ્ટિ દેનાર તથા વસ્તુની યથાર્થ ઝાંખી કરાવનાર અનેકાન્તદર્શને વાસ્તવિક વિચારની અંતિમ રેખા આંકી છે અને આ બધું થયું છે માનસ સમતામૂલક તત્ત્વજ્ઞાનની ખોજથી. માનસ સમતાનું પ્રતીક
આ રીતે જ્યારે વસ્તુસ્થિતિ જ અનેકાન્તમયી યા અનન્તધર્માત્મિકા છે ત્યારે મનુષ્ય સહજપણે જ એ વિચારવા લાગે છે કે બીજો વાદી જે કહી રહ્યો છે તેની સહાનુભૂતિથી સમીક્ષા થવી જોઈએ અને તેનું વસ્તુસ્થિતિમૂલક સમીકરણ થવું જોઈએ. આ સ્વીયસ્વલ્પતા અને વસ્તુની અનન્તધર્મતાના વાતાવરણથી નિરર્થક કલ્પનાઓની જાળ તૂટી જશે અને અહંકારનો વિનાશ થઈ જતાં માનસ સમતાનો. ઉદ્ભવ થશે જે અહિંસાની સંજીવની લતા છે. માનસ સમતા માટે અનેકાન્તદર્શન જ એક માત્ર સ્થિર આધાર બની શકે છે. આ રીતે જ્યારે અનેકાન્તદર્શનથી વિચારશુદ્ધિ થઈ જાય છે ત્યારે સ્વાભાવિકપણે વાણીમાં નમ્રતા અને પરસમન્વયની વૃત્તિ ઉત્પન્ન થાય છે. વક્તા વસ્તુસ્થિતિનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ શબ્દનો પ્રયોગ જ કરી શકતો નથી. તેથી જૈનાચાર્યોએ વસ્તુની અનેકધર્માત્મકતાને અભિવ્યક્ત કરવા માટે “સ્વાત’ શબ્દના પ્રયોગની આવશ્યકતા દર્શાવી છે. શબ્દોમાં એ સામર્થ્ય નથી કે તે વસ્તુના પૂર્ણ સ્વરૂપને યુગપત વ્યક્ત કરી શકે. તે તો એક સમયમાં એક જ ધર્મને કહી શકે છે. તેથી તે સમયે વસ્તુમાં વિદ્યમાન શેષ ધર્મોનું સૂચન કરવા માટે “સ્યા’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. “સ્મા’ શબ્દનો અર્થ શક્યતા, સંભવ કે કદાચિત આદિ નથી પણ સુનિશ્ચિત દૃષ્ટિકોણ યા નિર્મીત અપેક્ષા છે. તિનો વાચ્યાર્થ છે – સ્વરૂપ આદિની દષ્ટિએ યા અપેક્ષાએ વસ્તુ છે જ, નહિ કે શક્ય છે, સંભવે છે, કદાચિત્ છે, આદિ. સંક્ષેપમાં, જ્યાં અનેકાન્તદર્શન ચિત્તમાં સમતા, મધ્યસ્થભાવ, વીતરાગતા અને નિષ્પક્ષતાનો ઉદય કરે છે ત્યાં સ્યાદ્વાદ વાણીમાં નિર્દોષતાને આવવા માટે પૂરેપૂરો અવસર આપે છે. સ્યાદ્વાદ એક નિર્દોષ ભાષાશૈલી
આ રીતે અહિંસાની પરિપૂર્ણતા અને સ્થાયિત્વની પ્રેરણાએ માનસશુદ્ધિ માટે અનેકાન્તદર્શન અને વચનશુદ્ધિ માટે સ્યાદ્વાદ જેવી નિધિઓ ભારતીય દર્શનના કોષાગારમાં આપી છે. બોલતી વખતે વક્તાએ સદા ધ્યાન રાખવું જોઈએ કે તે જે બોલી રહ્યો છે તેટલી જ વસ્તુ નથી. શબ્દો તેના પૂર્ણરૂપ સુધી પહોંચી જ શકતા