________________
ભારતીય દર્શનને જૈનદર્શનનું પ્રદાન
૪૫
નથી. આ ભાવને પ્રકટ કરવા માટે વક્તા ‘સ્યાત્’ શબ્દનો પ્રયોગ કરે છે. ‘યાત્’ શબ્દ વિધિલિંગમાં નિષ્પન્ન થાય છે. તે પોતાના વક્તવ્યને નિશ્ચિતરૂપે ઉપસ્થિત કરે છે, નહિ કે સંશયરૂપે. જૈન તીર્થંકરોએ આ રીતે સર્વાંગીણ અહિંસાની સાધનાનો વૈયક્તિક અને સામાજિક બન્ને પ્રકારનો પ્રત્યક્ષાનુભૂત માર્ગ બતાવ્યો. તેમણે પદાર્થોના સ્વરૂપનું યથાર્થ નિરૂપણ તો કર્યું જ, પરંતુ સાથે સાથે જ પદાર્થોને જોવાનો, તેમને જાણવાનો અને તેમના સ્વરૂપને વચનથી કહેવાનો રસ્તો પણ દેખાડ્યો. આ અહિંસક દૃષ્ટિએ જો ભારતીય દર્શનકારોએ વસ્તુનું નિરીક્ષણ કર્યું હોત તો ભારતીય જલ્પકથાનો ઇતિહાસ આટલો રક્તરંજિત ન થયો હોત, અને ધર્મ તથા દર્શનના નામે માનવતાનું નિર્દેલન ન થયું હોત. પરંતુ અહંકાર અને શાસનની ભાવના માનવને દાનવ બનાવી દે છે, અને તેના ઉપર મત અને ધર્મનો અહમ્ તો અતિદુર્નિવાર સવાર થયેલો હોય છે. યુગે યુગે એવા જ દાનવોને માનવ બનાવવા માટે અહિંસક સંતો આ જ સમન્વય દૃષ્ટિનો, આ જ સમતાભાવનો અને આ જ સર્વાંગીણ અહિંસાનો ઉપદેશ આપતા આવ્યા છે. જૈનદર્શનની જ આ વિશેષતા છે કે તે અહિંસાની જડ સુધી પહોચવા માટે કેવળ ધાર્મિક ઉપદેશ સુધી જ સીમિત રહ્યું નથી પરંતુ વાસ્તવિક આધારો દ્વારા મતવાદોની ગાંઠો ઉકેલવાની મૌલિક દૃષ્ટિ પણ ખોજી શક્યું છે. તેણે કેવળ દૃષ્ટિ જ નથી ખોજી પરંતુ મન, વચન અને કાયા આ ત્રણેય દ્વારો દ્વારા થનારી હિંસાને રોકવાનો પ્રશસ્તતમ માર્ગ પણ ઉપસ્થિત કર્યો છે.
અહિંસાનું આધારભૂત તત્ત્વજ્ઞાન અનેકાન્તદર્શન
વ્યક્તિની મુક્તિ માટે યા ચિત્તશુદ્ધિ અને વીતરાગતા પ્રાપ્ત કરવા માટે અહિંસાની ઐકાન્તિક ચારિત્રગત સાધના ઉપયુક્ત બની શકે છે, પરંતુ સંઘરચના અને સમાજમાં તે અહિંસાની ઉપયોગિતા સિદ્ધ કરવા માટે તેના તત્ત્વજ્ઞાનની ખોજ કેવળ ઉપયોગી જ નહિ પરંતુ આવશ્યક પણ છે. ભગવાન મહાવીરના સંઘમાં જે સૌપ્રથમ ઇન્દ્રભૂતિ આદિ અગિયાર વિદ્વાન બ્રાહ્મણો દીક્ષિત થયા હતા તેઓ આત્માને નિત્ય માનતા હતા. બીજી બાજુ અજિતકેશકમ્બલિનો ઉચ્છેદવાદ પણ પ્રચલિત હતો. ઉપનિષદોના ઉલ્લેખો અનુસાર વિશ્વ સત્ છે કે અસત્, ઉભય છે
૬. સ ્ વિષ્રા વહુધા વન્તિ | ઋગ્વેદ, ૧. ૧૬૪.૪૬. सदेव सौम्येदमग्र आसीत् एकमेवाद्वितीयम् ।
तद्धैक आहुरसदेवेदमग्र आसीदेकमेवाद्वितीयम् ।... તસ્માક્ષત: સપ્નાયત... Iછાન્દોગ્યોપનિષદ્, ૬.૨.