________________
૪૦
જૈનદર્શન જોઈશે. તેથી મહાવીર અને બુદ્ધ જેવા ક્રાન્તદર્શી ક્ષત્રિયકુમારોએ પોતાની વંશપરંપરાથી પ્રાપ્ત તે પાપમય રાજ્યવિભૂતિને લાત મારીને પ્રાણીમાત્રની મહામંત્રીની સાધના માટે જંગલનો રસ્તો પકડ્યો હતો. સમસ્યાઓનાં મૂળ કારણોની ખોજ કર્યા વિના ઉપર ઉપરથી કરવામાં આવેલી મલમપટ્ટી તાત્કાલિક શાન્તિ ભલે દે, પરંતુ આ શાન્તિ આગળ આવનાર વિસ્ફોટક તોફાનનું પ્રારૂપ જ સિદ્ધ થઈ શકે છે.
જગતની જીવતી જાગતી સમસ્યાઓનું સમાધાન એ મૌલિક અપેક્ષા રાખે છે કે વિશ્વના ચર-અચર પદાર્થોનાં સ્વરૂપ, અધિકાર અને પરસ્પર સંબંધોની તથ્યપૂર્ણ અને સત્ય વ્યાખ્યા થાય. સંસ્કૃતિઓના ઈતિહાસની નિષ્પક્ષ મીમાંસા આપણને એ નિર્ણય પર પહોંચાડે છે કે વિભિન્ન સંસ્કૃતિઓનાં ઉત્થાન અને પતનની કહાણીએ પોતાની પાછળ વર્ગસ્વાર્થીઓના જૂઠા અને બોદા તત્ત્વજ્ઞાનનાં ભીષણ પશ્યન્તોને છુપાવી રાખ્યાં છે. પશ્ચિમનો ઈતિહાસ એક જ ઈશુના પુત્રોની ખૂનામરકીની કાળી કિતાબ છે. ભારતવર્ષમાં કોટિ કોટિ માનવોને વશાનુગત દાસતા અને પશુઓથી પણ બદતર જીવન જીવવા ફરજ પાડવી એ પણ છેવટે પેલા દયાળ ઈશ્વરના નામે જ તો થયું છે. તેથી પ્રાણીમાત્રના ઉદ્ધાર માટે કૃતસંકલ્પ આ શ્રમણ સંતોએ જ્યાં ચારિત્રને મોક્ષનું અંતિમ અને સાક્ષાત કારણ માન્યું ત્યાં સંઘરચના, વિશ્વશાન્તિ અને સમાજવ્યવસ્થા માટે, પેલી અહિંસાના આધારભૂત તત્ત્વજ્ઞાનને ખોજવાનો પણ ગંભીર અને તલસ્પર્શી પ્રયત્ન કર્યો. તેમણે વર્ચસ્વાર્થના પોષણ માટે ચારે બાજુથી એકઠી થઈ એક કઠોર સકંજામાં ઢળનારી કુત્સિત વિચારધારાને રોકીને કહ્યું - થોભો, જરા આ કલ્પિત સકંજાના પત્રમાંથી છૂટી સ્વતન્ત્ર વિચરો અને જુઓ કે જગતનું હિત શેમાં છે? શું જગતનું આ જ સ્વરૂપ છે? શું જીવનનું ઉચ્ચતમ લક્ષ્ય આ જ હોઈ શકે છે ? અને એક જ રોકણીએ સદીઓથી જડીભૂત વિચારધારાને હચમચાવીને જગાડી દીધી, અને તેને માનવકલ્યાણની દિશામાં તથા જગતના વિપરિવર્તમાન સ્વતંત્ર સ્વરૂપ ભણી વાળી દીધી. આ દર્શન અને સંસ્કૃતિના પરિવર્તનનો યુગ હતો. બિહારની પવિત્ર ભૂમિ પર ભગવાન મહાવીર અને બુદ્ધ આ બે યુગદર્શીઓએ માનવની દૃષ્ટિને ભોગથી યોગ તરફ તથા વર્ગસ્વાર્થથી પ્રાણીમાત્રના કલ્યાણ તરફ વાળી. તે યુગમાં જે તત્ત્વજ્ઞાન અને દર્શનનું નિર્માણ થયું તે આજના યુગમાં પણ તે જ રીતે આવશ્યક અને ઉપયોગી બની રહ્યું છે.