________________
વિષયપ્રવેશ
૩૧ અને બલવતી ભાવના થઈ તેના વિશદ અને સ્ફટ આભાસથી નિશ્ચય કર્યો કે તેમણે વિશ્વનું યથાર્થ દર્શન કર્યુ છે. આમ દર્શનનો મૂલ ઉદ્ગમ દષ્ટિકોણથી થયો છે અને તેનો અન્તિમ પરિપાક છે ભાવનાત્મક સાક્ષાત્કારમાં. દર્શન અર્થાત્ દઢ પ્રતીતિ
પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ ન્યાયકુમુદચન્દ્ર દ્વિતીય ભાગના પ્રાક્કથનમાં દર્શન શબ્દનો “સબલ પ્રતીતિ' અર્થ કર્યો છે. “સમ્યગ્દર્શનમાં જે “દર્શન’ શબ્દ છે તેનો અર્થ તત્ત્વાર્થસૂત્ર(૧.૨)માં “શ્રદ્ધાન” કરવામાં આવ્યો છે. તત્ત્વોની દઢ શ્રદ્ધાને જ સમ્યગ્દર્શન કહે છે. આ અર્થથી તો જેની જે તત્ત્વ પર દઢ શ્રદ્ધા હોય અર્થાત અતૂટ વિશ્વાસ હોય તે જ તેનું દર્શન છે. આ અર્થ તો વધુ હૃદયગ્રાહી છે કેમ કે પ્રત્યેક દર્શનકાર ઋષિને પોતાના દષ્ટિકોણ પર દઢતમ વિશ્વાસ હતો જ. વિશ્વાસની ભૂમિકાઓ વિભિન્ન હોય જ છે. જ્યારે દર્શન આ રીતે વિશ્વાસની ભૂમિકા પર પ્રતિષ્ઠિત થયું ત્યારે તેમાં મતભેદનું હોવું સ્વાભાવિક જ છે. આ મતભેદના કારણે મુન્ડે મુખે મતિર્મિન્ના'ના મૂર્તિ રૂપમાં અનેક દર્શનોની સૃષ્ટિ થઈ. બધાં દર્શનોએ વિશ્વાસની ભૂમિ પર ઉત્પન્ન થઈને પણ પોતાનામાં પૂર્ણતા અને સાક્ષાત્કારને માની લીધાં તથા અનેક અપરિહાર્ય વિવાદોને જન્મ આપ્યો. શાસનપ્રભાવનાના નામે આ જ મતવાદોનું સમર્થન કરવા માટે શાસ્ત્રાર્થ થયા, સંઘર્ષ થયા અને દર્શનશાસ્ત્રના ઇતિહાસનાં પૃષ્ઠો રક્તરંજિત કરાયાં.
બધાં દર્શનો વિશ્વાસની ફળદ્રુપ ભૂમિમાં ફૂલ્યાફાલ્યાં હોવા છતાં પણ તેઓ પોતાના પ્રણેતાઓ સાક્ષાત્કાર અને પૂર્ણજ્ઞાન ધરાવતા હતા એવી ભાવનાને ફેલાવતા રહ્યા, પરિણામે જિજ્ઞાસુની જિજ્ઞાસા સદેહના ચતુષ્પથ પર પહોંચી મૂંઝાઈ ગઈ. દર્શનોએ જિજ્ઞાસુને સત્યસાક્ષાત્કાર યા તત્ત્વનિર્ણયનો ભરોસો તો આપ્યો પરંતુ છેવટે તેના હાથમાં તો અનન્ત તર્કજાળના ફળસ્વરૂપ સદેહ જ આવી પડ્યો. જૈન દૃષ્ટિકોણથી દર્શન એટલે નય
જૈનદર્શનમાં પ્રમેયના અધિગમના ઉપાયોમાં “પ્રમાણની સાથે સાથે જ “નયાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રમાણ દ્વારા ગૃહીત વસ્તુના અંશને વિષય કરનારો જ્ઞાતાનો અભિપ્રાય નય કહેવાય છે. જ્ઞાતા પ્રમાણ દ્વારા વસ્તુના સ્વરૂપને અખંડભાવે જાણે છે, પછી તેને વ્યવહારમાં લાવવા માટે તેમાં શબ્દયોજનાને માટે ઉપયોગી વિભાગો કરે છે અને એક એક અંશને જાણનારા અભિપ્રાયોની સૃષ્ટિ કરીને તેમને વ્યવહારોપયોગી શબ્દો દ્વારા વ્યવહારમાં લાવે છે. કેટલાંક નયોમાં