________________
૩૨
જૈનદર્શન પદાર્થનો પ્રાથમિક આધાર હોવા છતાં પણ આગળ ઉપર વક્તાનો અભિપ્રાય પણ સામેલ થાય છે અને તે જ અભિપ્રાય અનુસાર પદાર્થને જોવાની ચેષ્ટા કરવામાં આવે છે. તેથી બધા નયોએ યથાર્થ વસ્તુની સીમામાં જ વિચરણ કરવું આવશ્યક નથી રહેતું. તેઓ અભિપ્રાયલોક અને શબ્દલોકમાં પણ યથેચ્છ વિચરણ કરે છે. તાત્પર્ય એ કે પૂર્ણ જ્ઞાન દ્વારા જે વસ્તુને જાણવામાં આવે છે તે વ્યવહાર સુધી આવતા આવતા શબ્દસંકેત અને અભિપ્રાય સાથે મળીને પર્યાપ્ત રંગીન બની જાય છે. દર્શને આ પ્રક્રિયાની એક અભિપ્રાયભૂમિવાળી પ્રતિપાદન કરવાની અને જોવાની શૈલી છે, જે એક હદ સુધી વસ્તુલક્ષી હોવા છતાં પણ વિશેષરૂપે અભિપ્રાય અર્થાત્ દષ્ટિકોણના નિર્દેશાનુસાર આગળ વધે છે. આ જ કારણે દર્શનોમાં અભિપ્રાય અને દૃષ્ટિકોણના ભેદે અસંખ્ય ભેદ થઈ જાય છે. આ રીતે નયના અર્થમાં પણ “દર્શન’ શબ્દનો પ્રયોગ એક હદ સુધી બંધ બેસે છે.
આ નયાના ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે - જ્ઞાનનય, અર્થાય અને શબ્દનય. જ્ઞાનનય અર્થની ચિન્તા ન કરતાં કેવળ સંકલ્પને ગ્રહણ કરે છે અને તે વિચાર યા કલ્પનાલોકમાં વિચરણ કરે છે. અર્થનમાં સંગ્રહનયની મર્યાદાનો પ્રારંભ તો અર્થથી થાય છે પરંતુ તે આગળ ઉપર વસ્તુના મૌલિક સત્ત્વની મર્યાદાને ઉલંઘીને કાલ્પનિક અભેદ સુધી જઈ પહોચે છે. સંગ્રહનય જ્યાં સુધી એક દ્રવ્યના બે પર્યાયોમાં અભેદને વિષય કરે છે અર્થાત્ તે એક દ્રવ્યગત અભેદની સીમામાં રહે છે ત્યાં સુધી તેની વસ્તુસમ્બદ્ધતા છે. પરંતુ જ્યારે તે બે દ્રવ્યોમાં સાદશ્યમૂલક અભેદને વિષય કરી આગળ વધે છે ત્યારે તેની વસ્તુમૂલકતા પાછી પડી જાય છે. જો કે એકનું બીજામાં સાદેશ્ય પણ વસ્તુગત જ છે પરંતુ તેની સ્થિતિ પર્યાયની જેમ સર્વથા પરનિરપેક્ષ નથી. તેની અભિવ્યંજના પરસાપેક્ષ થાય છે. જ્યારે આ સંગ્રહ “પર” અવસ્થામાં પહોંચીને “સત રૂપે સકલ દ્રવ્યગત એક અભેદને “સત્ એ દષ્ટિકોણથી ગ્રહણ કરે છે ત્યારે તેની કલ્પના અન્તિમ છેડે પહોંચી તો જાય છે પરંતુ તેમાં દ્રવ્યોની મૌલિક સ્થિતિ ધૂંધળી પડી જાય છે. આ જ ભયથી જૈનાચાર્યોએ નયના સુનય અને દુર્નય એવા બે વિભાગ કરી દીધા. જે નય પોતાના અભિપ્રાયને મુખ્ય બનાવીને પણ નયાન્તરના અભિપ્રાયનો નિષેધ નથી કરતો તે સુનય છે અને જે નય નયાન્તરનું નિરાકરણ કરી નિરપેક્ષ રાજ્ય કરવા ઇચ્છે છે તે દુર્નય છે. સુનય સાપેક્ષ હોય છે અને દુર્નય નિરપેક્ષ. તેથી સુનયના અભિપ્રાયની દોડ તે સાદશ્યમૂલક ચરમ અભેદ સુધી થઈ જવા છતાં, કેમ કે તે પરમાર્થ સત ભેદનો નિષેધ નથી કરતો, તેની અપેક્ષા રાખે છે અને તેની વસ્તુસ્થિતિનો સ્વીકાર કરે છે, એટલા માટે તે સુનય કહેવાય છે. પરંતુ જે નય પોતાના જ અભિપ્રાય અને દૃષ્ટિકોણની સત્યતાને વસ્તુના