________________
૩૪
જૈનદર્શન ભાવના અને વિશ્વાસની ભૂમિ પર ઊભુ થઈને કલ્પનાલોકમાં વિચરણ કરી, વસ્તુસીમાનું ઉલ્લંઘન કરીને પણ વાસ્તવિકતાનો દંભ કરે છે, અન્ય વસ્તુગ્રાહી દષ્ટિકોણોનો તિરસ્કાર કરી તેમની અપેક્ષા રાખતું નથી તે કુદર્શન છે. દર્શન પોતાના આવા કપૂતોના કારણે જ માત્ર સંદેહ અને પરીક્ષાની કોટિમાં જઈ પહોંચ્યું છે. તેથી જૈન તીર્થકરો અને આચાર્યોએ એ વાતને સતર્કતાથી ઉપદેશવાની અને વળગી રહેવાની ચેષ્ટા કરી છે કે કોઈ પણ અધિગમનો ઉપાય, પ્રમાણ (પૂર્ણજ્ઞાન) હો યા નય (અંશગ્રાદિજ્ઞાન), સત્યને પામવાનો પ્રયત્ન કરે, બનાવવાનો ન કરે. તે વિદ્યમાન વસ્તુની કેવળ વ્યાખ્યા કરી શકે છે. તેણે પોતાની મર્યાદા સમજવી જોઈએ. વસ્તુ તો અનન્ત ગુણ, પર્યાય અને ધર્મોનો પિંડ છે. તેને વિભિન્ન દષ્ટિકોણોથી જોઈ શકાય છે અને તેના સ્વરૂપ ભણી પહોંચવાની ચેષ્ટા કરી શકાય છે. આ રીતે સઘળા દષ્ટિકોણો અને વસ્તુ સુધી પહોચવાના સમસ્ત પ્રયત્નો ‘દર્શન શબ્દની સીમામાં આવી જાય છે. દર્શન એક દિવ્ય જ્યોતિ
વિભિન્ન દેશોમાં આજ સુધી હજારો જ્ઞાની થયા જેમણે પોતપોતાના દષ્ટિકોણોથી જગતની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. તેથી દર્શનનું ક્ષેત્ર સુવિશાલ છે અને હજુ પણ તેનામાં તે જ રીતે ફેલાવાની ગુંજાશ છે પરંતુ જ્યારે આ દર્શન મતવાદના ઝેરથી વિષાક્ત બની જાય છે ત્યારે તે પોતાની અત્યલ્પ શક્તિને ભૂલી જાય છે અને માનવજાતિને માર્ગદર્શન કરવાનું કામ તો કરી શકતું જ નથી પરંતુ ઊલટું માનવજાતિને પતન ભણી લઈ જઈને હિંસા અને સંઘર્ષનું ભ્રષ્ટા બની જાય છે. તેથી દાર્શનિકોના હાથમાં આ તે પ્રજ્વલિત દીપક આપવામાં આવ્યો છે જેનાથી તેઓ ઇચ્છે તો અજ્ઞાનના અન્ધકારને દૂર કરી જગતમાં પ્રકાશની જ્યોતિ પ્રકટાવી શકે છે અને ઈચ્છે તો તે પ્રજ્વલિત દીપકથી મતવાદના અગ્નિનો મોટો ભડકો કરી હિંસા અને વિનાશનું દશ્ય ઉપસ્થિત કરી શકે છે. દર્શનનો ઇતિહાસ બન્ને પ્રકારનાં ઉદાહરણોથી ભરેલો છે, પરંતુ તેમાં જ્યોતિનાં પૃષ્ઠ ઓછા છે, વિનાશનાં અધિક છે. અમે દઢ વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે જૈનદર્શને જ્યોતિનાં પૃષ્ટ ઉમેરવાનો જ પ્રયત્ન કર્યો છે. તેણે દર્શનાન્સરોના સમન્વયનો માર્ગ કાઢીને તેમનો તેમના પોતાના સ્થાને સમાદર પણ કર્યો છે. આગ્રહી અર્થાત્ મતવાદની મદિરાથી બેભાન બનેલો કુદાર્શનિક જ્યાં જેવો તેનો અભિપ્રાય યા મત ઘડાઈ ચૂક્યો છે ત્યાં યુક્તિને ખેચીતાણી લઈ જવા ચેષ્ટા કરે છે, પરંતુ સાચો દાર્શનિક તો જ્યાં યુક્તિ સ્વયં જાય છે અર્થાત્ જે યુક્તિસિદ્ધ બની શકે છે તે અનુસાર પોતાનો