________________
વિષયપ્રવેશ
આનાથી તદ્દન વિપરીત માને છે. તેમના મતે પ્રતિક્ષણ પરિવર્તનશીલ ચિત્તક્ષણરૂપ જ આત્મા છે. નૈયાયિક-વૈશેષિક પરિવર્તન તો માને છે પરંતુ તે પરિવર્તન આત્માથી અત્યન્ત ભિન્ન એવા ગુણ અને ક્રિયા સુધી જ સીમિત છે, આત્મામાં તેની અસર થતી નથી. મીમાંસકે અવસ્થાભેદકૃત પરિવર્તન સ્વીકારીને પણ અને તે અવસ્થાઓનો દ્રવ્યથી કચિત્ ભેદાભેદ માનીને પણ દ્રવ્યને નિત્ય માન્યું છે. જૈનોએ અવસ્થાભેદકૃત અર્થાત્ પર્યાયભેદકૃત પરિવર્તનના મૂલ આધાર દ્રવ્યમાં પરિવર્તનકાલમાં કોઈ સ્થાયી અશને માન્યો નથી, પરંતુ અવિચ્છિન્ન પર્યાયપરંપરાના અનાઘનન્ત ચાલુ રહેવાને જ દ્રવ્ય માન્યું છે. આ પર્યાયપરંપરા ન તો ક્યારેય વિચ્છિન્ન થાય છે કે ન તો ક્યારેય ઉચ્છિન્ન થાય છે. વેદાન્તી આ જીવને બ્રહ્મનું પ્રાતિભાસિક રૂપ માને છે, તો ચાર્વાક આ બધા દાર્શનિકોથી સાવ જુદો પડી ભૂતચતુષ્ટયરૂપ જ આત્માને સ્વીકારે છે. ચાર્વાકને આત્માનું સ્વતન્ત્ર તત્ત્વના રૂપમાં ક્યારેય દર્શન થયું જ નથી. આ તો આત્મસ્વરૂપના દર્શનના હાલ છે. હવે આત્માની આકૃતિ પર વિચાર કરીશું તો આવાં જ અનેક દર્શનો મળશે. ‘આત્મા અમૂર્ત છે અથવા મૂર્ત હોવા છતાં પણ તે એટલો સૂક્ષ્મતમ છે કે આપણને આ ચર્મચક્ષુઓથી દેખાતો નથી' આમાં સૌ એકમત છે. તેથી કેટલાક અતીન્દ્રિયદર્શી ઋષિઓએ પોતાના દર્શનથી દર્શાવ્યું કે આત્મા સર્વવ્યાપક છે, તો બીજા ઋષિઓએ તેનો અણુરૂપે સાક્ષાત્કાર કર્યો, તે વટબીજ જેવો અત્યન્ત સૂક્ષ્મ છે અથવા અંગુષ્ઠમાત્ર છે. કેટલાકે આત્માને દેહરૂપ જ જોયો તો વળી કેટલાકે તેને નાનામોટા દેહના આકારવાળો સંકોચ-વિકાસશીલ જોયો. બિચારો જિજ્ઞાસુ અનેક પગદંડીઓવાળા આ માર્ગ ઉપર ઊભો ઊભો દિગ્માન્ત બની જાય છે. તે કાં તો દર્શન શબ્દના અર્થમાં જ શંકા કરે છે કાં તો પછી દર્શનની પૂર્ણતામાં જ અવિશ્વાસ કરવા માડે છે. પ્રત્યેક દર્શનનો એ જ દાવો છે કે તે જ યથાર્થ અને પૂર્ણ છે. એક તરફ તો આ દર્શનો માનવના મનનને યા તર્કને જગાડે છે પરંતુ બીજી બાજુ જેવું મનન યા તર્ક પોતાનો સ્વાભાવિક ખોરાક માગવાનું શરૂ કરે છે કે તરત જ ‘“ત་ડપ્રતિષ્ઠ:””, “તńપ્રતિષ્ઠાનાત્’”, “નૈષા તળ મતિાપનેયા'’૩ જેવા બન્ધનોથી તેનું મો બંધ કરી દેવામાં આવે છે. ‘તર્કથી કંઈ જ થઈ શકતું નથી’ ઇત્યાદિ તર્કનૈરાશ્યનો પ્રચાર પણ આ જ પરંપરાનું કાર્ય છે. જ્યારે ઈન્દ્રિયગમ્ય પદાર્થોમાં તર્કની આવશ્યકતા નથી અને ઉપયોગિતા પણ નથી તથા અતીન્દ્રિય પદાર્થોમાં તેની નિઃસારતા તેમજ અક્ષમતા છે તો પછી તેનું કયું ક્ષેત્ર બચે છે ?
૧. મહાભારત, વનપર્વ ૩૧૩.૧૧૦
૨. બ્રહ્મસૂત્ર, ૨.૧.૧૧ ૩. કઠોપનિષદ્, ૨.૯.
૨૭