________________
જૈનદર્શન સ્વરૂપના સંબંધમાં મૌન જ રહ્યા. તેનું વિવેચન તેમણે બે નાની મદદથી કર્યું અને કહ્યું કે આત્મા ન તો ભૌતિક છે કે ન તો શાશ્વત છે, ન તો તે ભૂતપિંડની જેમ ઉચ્છિન્ન થાય છે કે ન તો ઉપનિષદવાદીઓ માને છે તેમ શાશ્વત બનીને સદા કાલ એક એકરૂપ) જ રહે છે. તો પછી આત્મા શું છે, કેવો છે? - આ પ્રશ્નને તેમણે અનુપયોગી (તે જાણવું ન તો નિર્વાણ માટે આવશ્યક છે કે ન તો બ્રહ્મચર્ય માટે) જણાવીને ટાળી દીધો. અન્ય ભારતીય દર્શનો “આત્મા'ના સ્વરૂપના સંબંધમાં ચૂપ ન રહ્યા, પરંતુ તેમણે પોતપોતાના ગ્રન્થોમાં ઈતર મતોનો નિરાસ કરીને પર્યાપ્ત ઊહાપોહ કર્યો છે. તેમના માટે આ મૂળભૂત સમસ્યા હતી જેના ઉપર ભારતીય ચિન્તન અને સાધનાનો મહાપ્રાસાદ નિર્માણ પામે છે. આ રીતે સક્ષેપમાં જોઈએ તો ભારતીય દર્શનોની ચિન્તન અને મનનની ધરી “આત્મા અને વિશ્વનું સ્વરૂપ” જ રહી છે. તેનું જ શ્રવણ, દર્શન, મનન, ચિન્તન અને નિદિધ્યાસન જીવનનું અન્તિમ લક્ષ્ય હતુ. દર્શન શબ્દનો અર્થ
સાધારણ રીતે દર્શનનો ધૂળ અને સ્પષ્ટ અર્થ છે સાક્ષાત્કાર કરવો, પ્રત્યક્ષજ્ઞાનથી કોઈ વસ્તુનો નિર્ણય કરવો. જો દર્શનનો આ જ અર્થ હોય તો દર્શનોમાં ત્રણ અને છની જેમ પરસ્પર વિરોધ કેમ છે ? પ્રત્યક્ષ દર્શનથી જે પદાર્થોનો નિશ્ચય કરવામાં આવે છે તેમનામાં વિરોધ, વિવાદ યા મતભેદની ગુંજાશ રહેતી નથી. આજનું વિજ્ઞાન આ કારણે પ્રાયઃ નિર્વિવાદ અને સર્વસંમતિથી સત્ય પર પ્રતિષ્ઠિત મનાય છે કેમ કે તેનો પ્રયોગાશ કેવલ દિમાગી ન હોતા પ્રયોગશાળાઓમાં પ્રત્યક્ષજ્ઞાન યા તમૂલક અવ્યભિચારી કાર્યકારણભાવની દઢ ભિત્તિ પર આશ્રિત હોય છે. “હાઈડ્રોજન અને ઓકસિજન મળીને જળ બને છે” આમાં મતભેદ ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી પ્રયોગશાળામાં બન્નેને મેળવીને જળ બનાવી દેવામાં ન આવે. જ્યારે દર્શનોમાં ડગલે ને પગલે પૂર્વ-પશ્ચિમ જેવો વિરોધ વિદ્યમાન છે ત્યારે સ્વાભાવિકપણે જિજ્ઞાસુને સંદેહ થાય છે કે દર્શન શબ્દનો સાચેસાચ સાક્ષાત્કાર અર્થ છે કે નહિ? અને જો એ અર્થ હોય તો વસ્તુના પૂર્ણરૂપનું તે દર્શન છે કે નહિ? જો વસ્તુના પૂર્ણ સ્વરૂપનું દર્શન પણ થયું હોય તો શું તેના વર્ણનની પ્રક્રિયામાં અત્તર છે? દર્શનોના પરસ્પર વિરોધનો કોઈ ને કોઈ આવો જ હેતુ હોવો જ જોઈએ. દૂર ન જાઓ, સર્વથા અને સર્વતઃ સત્રિકટ અને પ્રતિશ્વાસ અનુભવમાં આવતા આત્માના સ્વરૂપ વિશેના જ દર્શનકારોના સાક્ષાત્કાર પર વિચાર કરો. સાંખ્યો આત્માને કૂટસ્થનિત્ય માને છે. તેમના મતમાં આત્મા સાક્ષી, ચેતા, નિર્ગુણ, અનાદ્યનન્ત, અવિકારી અને નિત્ય તત્ત્વ છે. બૌદ્ધ