________________
૨૩
પૃષ્ઠભૂમિ અને સામાન્ય અવલોકન
તેરમી શતાબ્દીમાં આચાર્ય મલયગિરિ એક સમર્થ ટીકાકાર થયા. આ જ યુગમાં મલિષણની સ્યાદ્વાદમંજરી, રત્નપ્રભસૂરિની રત્નાકરાવતારિકા, ચન્દ્રસેનની ઉત્પાદાદિસિદ્ધિ, રામચન્દ્ર-ગુણચન્દ્રનો દ્રવ્યાલંકાર આદિ ગ્રન્થો લખાયા.
ચૌદમી શતાબ્દીમાં સોમતિલકની પદર્શનસમુચ્ચયટીકા, પંદરમી શતાબ્દીમાં ગુણરત્નની પદર્શનસમુચ્ચયબૃહદ્રવૃત્તિ, રાજશેખરની સ્યાદ્વાદકલિકા આદિ, ભાવસેન સૈવિઘદેવનો વિશ્વતત્ત્વપ્રકાશ આદિ મહત્ત્વપૂર્ણ ગ્રન્થો રચાયા. ધર્મભૂષણની ન્યાયદીપિકા પણ આ યુગની જ મહત્ત્વની કૃતિ છે.
૪. નવીનન્યાયયુગ
વિક્રમની તેરમી શતાબ્દીમાં ગંગેશોપાધ્યાયે નવ્ય ન્યાયનો પાયો નાખ્યો અને પ્રમાણ-પ્રમેયને અવચ્છેદકાવચ્છિન્નની ભાષામાં જકડી દીધાં. સત્તરમી શતાબ્દીમાં ઉપાધ્યાય યશોવિજયજીએ નવ્ય ન્યાયની પરિષ્કૃત શૈલીમાં ખંડનખડખાદ્ય આદિ અનેક ગ્રન્થોનું નિર્માણ કર્યું અને તે યુગ સુધીના વિચારોનો સમન્વય કરવાનો તથા તેમને નવ્યઢંગથી પરિષ્કૃત કરવાનો આદ્ય અને મહાન પ્રયત્ન કર્યો. વિમલદાસની સપ્તભંગિતરંગિણી નવ્ય શૈલીની એકલી અને અનોખી રચના છે. અઢારમી શતાબ્દીમાં યશસ્વતસાગરે સપ્તપદાર્થી આદિ ગ્રન્થોની રચના કરી.
અકલંકદેવે પ્રતિષ્ઠાપિત કરેલા પ્રમાણશાસ્ત્ર પર અનેક વિચ્છિરોમણિ આચાર્યોએ ગ્રન્થો લખીને જૈનદર્શનના વિકાસમાં જે ભગીરથ પ્રયત્નો કર્યા છે તેમની આ તો એક ઝાંખી માત્ર છે.
આ રીતે ઉપયના ઉત્પાદાદિત્રયાત્મક સ્વરૂપની તથા આત્મા સ્વતંત્ર દ્રવ્ય હોવાની અને તેના અનેક દ્રવ્યત્વની સિદ્ધિ ઉક્ત આચાર્યોના ગ્રન્થોમાં બરાબર કરવામાં આવી છે.
ઉપસંહાર - મૂલતઃ જૈનધર્મ આચારપ્રધાન છે. તેમાં તત્ત્વજ્ઞાનનો ઉપયોગ પણ આચારશુદ્ધિ માટે જ છે. આ જ કારણે તર્ક જેવા શુષ્ક શાસ્ત્રનો ઉપયોગ પણ જૈનાચાર્યોએ સમન્વય અને સમતાના સ્થાપનમાં કર્યો છે. દાર્શનિક કાપાકાપીના યુગમાં પણ આ પ્રકારની સમતા અને ઉદારતા તથા એકતા માટે પ્રયોજક સમન્વયદષ્ટિને વળગી રહેવું એ અહિંસાના પુજારીઓનું જ કાર્ય હતું. સ્યાદ્વાદના સ્વરૂપના તથા સ્યાદ્વાદના પ્રયોગની વિધિઓના વિવેચનમાં જ જૈનાચાર્યોએ અનેક ગ્રન્થો રચ્યા છે. આમ દાર્શનિક એકતા સ્થાપિત કરવામાં