________________
પૃષ્ઠભૂમિ અને સામાન્ય અવલોકન
૧૩
લીન થયા હતા. જો પાર્શ્વનાથના સિદ્ધાંતમાં વસ્ત્રની કોઈ ગુંજાશ હોત અને તેનો મહાવ્રતો સાથે મેળ હોત તો સૌપ્રથમ દીક્ષાના સમયે જ સાધક અવસ્થામાં ન તો વસ્રત્યાગની કોઈ ઉચિતતા હતી અને ન તો કોઈ આવશ્યકતા હતી. મહાવીરના દેવદૃષ્યની કલ્પના કરીને વજ્રની અનિવાર્યતા અને ઉચિતતાની સંગતિ બેસાડવી એ તો આદર્શમાર્ગને નીચે ધકેલવાનું કામ છે. પાર્શ્વનાથના ચાતુર્યમમાં અપરિગ્રહની પૂર્ણતાનો તો સ્વીકાર હતો જ. આ કા૨ણે જ સચેલકત્વ સમર્થક શ્રુતને દિગમ્બર પરંપરાએ માન્યતા ન આપી અને તેની વાચનાઓમાં તેમણે ભાગ પણ ન લીધો.
અમારે તો અહીં એ જોવું છે કે દિગમ્બર પરંપરાના સિદ્ધાન્તગ્રન્થોમાં અને શ્વેતામ્બર પરંપરાસમત આગમોમાં જૈનદર્શનના ક્યાં બીજ મોજૂદ છે.
કાલવિભાગ
અમે પહેલાં દર્શાવી દીધું છે કે ઉત્પાદાદિ ત્રણ લક્ષણવાળો પરિણામવાદ, અનેકાન્ત દૃષ્ટિ, સ્યાદ્વાદભાષા તથા આત્મદ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ આ ચાર મહાન સ્તંભો ઉપર જૈનદર્શનનો ભવ્ય પ્રાસાદ ઊભો થયો છે. આ ચારેનાં સમર્થક વિવેચનો અને વ્યાખ્યાઓ કરનારા પ્રચુર ઉલ્લેખો શ્વેતામ્બર અને દિગમ્બર બન્ને પરંપરાઓનાં આગમોમાં મળે છે. અમારે જૈન દાર્શનિક સાહિત્યનું સામાન્ય અવલોકન કરતી વખતે આજ સુધીના ઉપલબ્ધ સમગ્ર સાહિત્યને ધ્યાનમાં રાખીને જ કાલવિભાગ આ પ્રમાણે કરવો જોઈશે -
૧. સિદ્ધાન્તઆગમકાલ
૨. અનેકાન્તસ્થાપનકાલ
વિક્રમની છઠ્ઠી શતાબ્દી સુધી વિક્રમની ત્રીજીથી આઠમી સુધી
વિક્રમની આઠમીથી સત્તરમી સુધી
વિક્રમની અઢારમીથી.
૩. પ્રમાણવ્યવસ્થાયુગ
૪. નવીનન્યાયયુગ
૧. સિદ્ધાન્તઆગમકાલ
દિગમ્બર સિદ્ધાન્તગ્રન્થોમાં ષટ્યુંડાગમ, મહાબન્ધ, કષાયપાહુડ અને કુન્દકુન્દાચાર્યના પંચાસ્તિકાય, પ્રવચનસાર, સમયસાર આદિ મુખ્ય છે.
જે
૧. યુગોનું આ પ્રકારનું વિભાજન દાર્શનિકપ્રવર પંડિત સુખલાલજીએ પણ કર્યું છે, વિવેચન માટે સર્વથા ઉપયુક્ત છે.