________________
પૃષ્ઠભૂમિ અને સામાન્ય અવલોકન
૧૧ નગ્ન દિગમ્બર રહીને સાધના કરત અને ન તો નગ્નતાને સાધુત્વનું અનિવાર્ય અંગ માનીને તેને વ્યાવહારિક રૂપ આપત. એ સંભવ છે કે પાર્શ્વનાથની પરંપરાના સાધુ મૃદુમાર્ગને સ્વીકારી છેવટે વસ્ત્ર ધારણ કરવા લાગ્યા હોય અને આપવાદિક વસ્ત્રને ઉત્સર્ગમાર્ગમાં દાખલ કરવા લાગ્યા હોય, જેનો પડઘો ઉત્તરાધ્યયનના કેશીગૌતમ સંવાદમાં પડ્યો છે. આ જ કારણ છે કે એવા સાધુઓની “પાસત્થ' શબ્દથી વિકત્થના કરવામાં આવી છે. વિચારણા : “બૌદ્ધ પિટકોમાં પદે પદે કોઈ ને કોઈ પ્રસંગમાં ‘નિગંઠો નાતપુત્તો (મજૂઝિમનિકાય, સુત્ત પ૬) જેવા શબ્દો આવે છે, તથા “નિગંઠા એકસાટકા (અંગુત્તરનિકાય, વોલ્યુમ. ૩, પૃ. ૩૮૩) જેવા શબ્દો પણ આવે છે. જૈન આગમોના જાણકારો માટે આ શબ્દોનો અર્થ કોઈ પણ રીતે કઠિન નથી. ભગવાન મહાવીર જ સૂત્રકૃતાગ (૧.૨..૨૨) જેવા પ્રાચીન આગમોમાં નાયપુર' તરીકે નિર્દિષ્ટ છે. તેવી જ રીતે આચારાંગના અતિપ્રાચીન પ્રથમ શ્રુતસ્કન્ધમાં અચેલક અને એકવસ્ત્રધારી નિર્ઝન્થકલ્પની પણ વાત આવે છે. (જુઓ નિર્મોહાધ્યયન). ખુદ મહાવીરના જીવનની ચર્ચા કરનાર આચારાંગના નવમા અધ્યયનમાં પણ મહાવીરના ગૃહાભિનિષ્ક્રમણનું વર્ણન કરતી વખતે કહેવામાં આવ્યું છે કે તેમણે શરૂઆતમાં એક વસ્ત્ર ધારણ કર્યું હતું પરંતુ અમુક સમય પછી તે એક વસ્ત્રને પણ તેમણે છોડી દીધું અને તે અચેલક બની ગયા. બૌદ્ધ ગ્રન્થોમાં વર્ણિત “એકશાટક નિર્ચન્થ' પાર્શ્વનાથ યા મહાવીરની પરંપરાના જ હોઈ શકે, બીજા કોઈ નહિ, કેમ કે આજની જેમ તે યુગમાં તથા તેનાથી પણ પ્રાચીન યુગમાં નિર્ગસ્થ પરંપરા સિવાય પણ બીજી અવધૂત આદિ અનેક એવી પરંપરા હતી જે પરંપરાઓના નગ્ન અને સવસન ત્યાગી હતા પરંતુ જ્યારે એકશાટક સાથે “નિગંઠ વિશેષણ આવે છે ત્યારે નિઃસંદહપણે બૌદ્ધ ગ્રન્થ નિર્ઝન્ય પરંપરાના એકશાટકનો જ નિર્દેશ કરે છે એમ માનવું જોઈએ. અહીં વિચારણીય પ્રશ્ન એ છે કે નિગ્રંથ પરંપરામાં અચલત્વ અને સચેતત્વ એ બન્ને મહાવીરના જીવનકાલમાં જ વિદ્યમાન હતાં કે તેનાથી પણ પહેલાના સમયમાં પ્રચલિત પાર્શ્વપત્યિક પરંપરામાં પણ હતાં? મહાવીરે પાશ્ચંપત્યિક પરંપરામાં જ દીક્ષા લીધી હતી અને શરૂઆતમાં એક વસ્ત્ર ધારણ કર્યું હતું. તેથી એ તો જ્ઞાત થાય છે કે પાર્શ્વપત્યિક પરંપરામાં સચેતત્વ ચાલ્યું આવતું હતું, પરંતુ આપણે જાણવું તો એ છે કે અચેલત્વ ભગવાન મહાવીરે જ નિર્ચન્થ પરંપરામાં પહેલવહેલા દાખલ કર્યું કે પૂર્વવર્તી પાશ્વપત્મિક પરંપરામાં પણ હતું જેને મહાવીરે ક્રમશઃ સ્વીકાર્યું. આચારાંગ, ઉત્તરાધ્યયન જેવા પ્રાચીન ગ્રન્થોમાં ભગવાન મહાવીરની કેટલીક એવી વિશેષતાઓ દર્શાવી છે જે પૂર્વવર્તી