________________
પ
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
યામને છોડીને ભગવાન મહાવીરના પંચ મહાવ્રતરૂપ ધર્મના સ્વીકાર કરતા હતા. જેનું અમે અન્ય સ્થળે વિસ્તારપૂર્ણ નિરૂપણ કરેલું છે. + એનાથી એ સાબિત થાય છે કે મહાવીરના પૂર્વે ચાર યામને માનનારા નિગ્રન્થ સંપ્રદાય હતા.૮
ભગવતી( શતક ૧૫ )માં પ્રાપ્ત થતા વર્ણનમાંથી એ જાણવા મળે છે કે જ્ઞાન, કલંક, કર્ણિકાર વગેરે છ દિશાચર કે જેઆ અષ્ટાંગ નિમિત્તના જ્ઞાતા હતા. તેઓએ ગાશાલકના શિષ્યત્વને સ્વીકાર કર્યાં હતા. ચૂર્ણિકારના મત પ્રમાણે તે દિશાચરા ભગવાન પાર્શ્વનાથના સંતાનીય હતા.
૪. બૌદ્ધ સાહિત્યમાં મહાવીર અને એમના શિષ્યાને ચાતુર્થાંમ યુક્ત તરીકે ઉલ્લેખ્યા છે. દીઘનિકાયમાં એક પ્રસંગ છે. એમાં અજાતશત્રુ તથાગત બુદ્ધને શ્રવણુ મહાવીરની સાથે, પોતે કરેલી મુલાકાતનું વર્ણન કરતાં કહે છે.
- ભન્તે, હું નિગ્રંથ જ્ઞાતપુત્રની પાસે ગયેા હતેા અને એમને સાંદૃષ્ટિક શ્રામણ્ય-ફૂલ અંગે પૃચ્છા કરી હતી ત્યારે એમણે મને ચાતુર્યામ સંવરવાદ સમજાવ્યેા. એમણે કહ્યું-નિગ્રંથ ચાર સંવરેાથી સંવૃત રહે છે. ૧. તે જલના ઉપયોગ કરતા નથી કેમકે જલના જીવ ન મરે ૨. તે સર્વ પાપાને ત્યાગ કરે છે. ૩. બધા પાપના ત્યાગથી તે ધૃતપાપ થાય છે. અને ૪. સર્વે પાપના ત્યાગમાં લાગ્યા રહે છે.૮૯ આના કારણે નિગ્રંથ ગતાત્મા, યતાત્મા અને સ્થિતાત્મા કહેવાય છે.
સંયુક્ત નિકાયમાં આ પ્રમાણે નિક નામની એક વ્યક્તિ જ્ઞાતપુત્ર મહાવીરને ચાતુર્યામયુક્ત કહે છે. જૈન સાહિત્યમાં એ પૂર્ણપણે + ભગવાન પા. એક સમીક્ષાત્મક અધ્યયન, પૃ. ૬૧-૬૯
૮૭ (૩) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-૧, ૯, ૭૬ (ખ) ઉત્તરાધ્યન ૨૩
(ગ) સૂત્રકૃતાંગ ૨. નાલંદીયાધ્યયન
૮૮ આગમ અને ત્રિપિટક: એક અનુશીલન, પ્રથમ ખંડ, પૃ. ૨૦ ૮૯ દીનિકાય, સામઝલસુત્ત, ૧-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org