________________
આનદ પ્રવચન દર્શન ધમકૃત્ય કરવાને દાર્શનિક હેતુ અન્યમતવાળા ધર્મકૃત્ય શા માટે કરે છે? ઈશ્વરે આ બધું બનાવ્યું એના બદલામાં “હે ઈશ્વર ! તે પૃથ્વી, પાણી, હવા, વનસ્પતિ આદિ બનાવ્યાં એટલે તને ભજીએ છીએ.” અન્યમતવાળાનું ઈશ્વરનું ભજન, ઈશ્વરે આ બધું બનાવ્યું તેના બદલામાં છે.
આપણે ઈશ્વરને માનીએ છીએ ખરા, પણ બનાવનાર તરીકે નહિ. જીવાદિક પદાર્થોનું સ્વરૂપ બતાવનાર તરીકે તથા અનંત ગુણવાળા હોવાથી ભક્તિ અર્થે ઈશ્વરને માનીએ છીએ, અને તે પણ કેવળજ્ઞાનાવરણીયાદિ કર્મ તેડવા માટે માનીએ છીએ.
આપણે ઈશ્વરની ભક્તિ, સેવા, સ્તુતિ વગેરે કરીએ છીએ, તે આત્માના ગુણે પ્રગટાવવા માટે કરીએ છીએ. આપણે જીવનું સ્વરૂપ ઓળખીએ તે તે પ્રગટાવવા પ્રયત્ન કરીએ. તે માટે પરમેશ્વરે આપણને તે સ્વરૂપ બતાવ્યું. એટલે આપણે તે ઈશ્વરની આરાધના, સ્તુતિ. પૂજનાદિ કોઈ પણ પ્રકારે કરીએ છીએ તે કર્મોને સંહરવા માટે જ. પથ્થર, ધૂળ, ઢેફ વગેરેને અજીવ તે સૌ માને છે, જનાવર પણ માને છે, પણ એમ અજીવ માન્યાં કામ ન લાગે, ધરિતકાય,અધર્માસ્તિકાય પુરાલાસ્તિકાય, કાળ વગેરેને માને તે અજીવદ્રવ્યને માન્ય ગણાય. આ અજીવ પદાર્થો શ્રી જિનેશ્વરદેવે બતાવ્યા છે, અને તેમના કથનથી મનાય છે.
મદુકની દઢતા ? ભગવતીજીમાં એક દષ્ટાંત આવે છે. મકિ નામને શ્રાવક છે. એ ભગવાન શ્રી મહાવીરને વંદના કરવા જાય છે. માર્ગમાં અન્ય મતના વિદ્વાનો કાલેદાયી તથા સેલેદાયી વગેરે બેઠેલા છે. સેનામાં એ અવાજ નથી હોત કે જેવો કાંસામાં હોય. એ ન્યાયે એ માર્ગે અન્યમતવાળા પણ પિોતપોતાના દેવના દર્શનાર્થે જાય છે. કાલેદાયી તથા સેલેદાયીને, મક મહાવીરને વાંદવા જાય છે તેને ભરમાવવાનું તથા ત્યાં જતે રેકવાનું મન થયું. ધર્મક્રિયામાં વિન નાંખવું એ જ તેમનું કાર્ય છે, અને વિદાનસંતોષીએ એમાં જ આનંદ માને છે.